in

કોલેજમાં ભણી રહેલ યુવાનને ઘરે જવા માટે રીક્ષા કરવી હતી, પૈસા કેટલા છે તે જોવા પાકીટ ખોલ્યું તો અંદર…

વિજય ની ઉંમર લગભગ 19 વર્ષની હશે, કોલેજમાં અભ્યાસ કરી રહેલો વિજય દરરોજ તેના ઘર પાસેથી એક કિલોમીટર દૂર આવેલા બસ સ્ટેશન સુધી ચાલીને જતો અને ત્યાંથી સીટી બસમાં કોલેજે આવતો. ફરી કોલેજમાંથી પાછો ઘરે પણ સીટી બસમાં જ જતો.

વિજય મિડલ ક્લાસ પરિવારનો હોવાથી બને તેટલી પૈસાની બચત પણ કરતો, અને એટલા માટે જ તેને સીટી બસમાં પાસ કઢાવી લીધો હતો જેથી તેને ફાયદો થાય.

એક દિવસની વાત છે જ્યારે વિજય દરરોજની જેમ કોલેજ ગયો હતો. પરંતુ અચાનક જ સિટી બસના લોકોએ કોઈ કારણોસર હડતાલ કરતા કોલેજથી જ્યારે ઘરે જવાનો સમય થયો ત્યારે કોલેજ પાસે આવેલા બસ સ્ટેન્ડ પાસે તે લગભગ અડધો એક કલાક જેટલું ઊભો રહ્યો પરંતુ એક પણ બસ ન આવી.

આજુબાજુ કોઈને પૂછ્યું એટલે ખબર પડી કે સીટી બસ આજે બંધ છે, હમણાં જ તેઓએ હડતાલ કરી છે. વિજય પોતાના ખિસ્સામાં બને તેટલા ઓછા રૂપિયા રાખતો કારણકે તેની પાસે બસમાં પાસ હોવાથી બીજી કોઈ તેને જરૂર ન રહેતી અને તે નાસ્તો પણ કરતો નહીં.

આજે તેના ખિસ્સામાં હંમેશા કરતા થોડા ઓછા રૂપિયા હતા અને તેને વોલેટ ખોલીને ચેક કર્યું તો તેમાં માત્ર 20 રૂપિયા જ પડયા હતા. તેનું ઘર કોલેજ થી લગભગ છ કિલોમીટર જેટલું થતું.

તેને વિચાર કર્યો કે હું રીક્ષા કરી લઉં પરંતુ સમસ્યા એ હતી કે તેનું ઘર અતિ ગીચ વિસ્તારમાં હતું. ઘરથી થોડે દૂર સુધી જ રિક્ષામાં જઇ શકાય પછી ત્યાંથી ચાલીને જ ઘરે જવું પડે, તેના ખિસ્સામાં પૈસા ઓછા હોવાથી ત્યાં સુધી રીક્ષા આવશે કે કેમ તેના મનમાં આ સવાલ થઇ રહ્યો હતો.

થોડા સમય ફરી પાછી બસની રાહ જોયા પછી અંતે તેને કંટાળો આવવા લાગ્યો અને તે રીક્ષા શોધવા લાગ્યો. થોડા સમય પછી એક રિક્ષા મળી રીક્ષાવાળાને પોતાના ઘરનું સરનામું આપ્યું ત્યાર પછી પૂછ્યું કે મારી પાસે પૈસા ઓછા છે પરંતુ તમે મારા ઘર પાસે મને ઉતારીને પાંચ મિનિટ ઉભા રહેજો હું ઘરેથી પૈસા લઈને તમને આપી જઈશ.

રીક્ષાવાળાને લગભગ ભરોસો નહીં થયો હોય કે કેમ પરંતુ તેને કહ્યું હું ત્યાં સુધી નહીં જાઉં જો આવી રીતે બધાને ઘરે મૂકતો ફરું તો મારું તો થઈ ગયું… આમ કહીને રિક્ષાવાળા એ વિજય ને મદદ કરવાની ના પાડી દીધી અને આગળ જતા રહ્યા.

વિજય થોડા સમય પાછો ઊભો રહ્યો પરંતુ અંતે એ વિચારીને ચાલવા લાગ્યો કે જે થશે તે જોયું જશે હું ચાલી ને ઘરે પહોંચી જાવ. લગભગ એકાદ બે કિલોમીટર આગળ ચાલીને ગયા પછી વિજયની નજર રસ્તા પર ઊભેલી એક નાનકડી દીકરી ઉપર પડી.

તેની ઉંમર લગભગ સાતથી આઠ વર્ષની હશે એ દીકરી રડી રહી હતી. વિજય તરત જ તેની પાસે ગયો અને પૂછ્યું શું થયું? કેમ રડી રહી છે? તે દીકરીએ જવાબ આપતા કહ્યું મારા પિતા દરરોજ મને અહીં તેડવા આવે છે પરંતુ આજે તેઓ તેડવા આવી નહીં શકે એવું કહીને મને રીક્ષા કરવા માટે પૈસા આપ્યા હતા પરંતુ એ પૈસા મારાથી ખોવાઈ ગયા.

વિજય દીકરી ને કહ્યું શાંત થઈ જા બેટા. એક રીક્ષાને ઊભી રખાવી ને વિજય તેની પાસે રહેલા 20 રૂપિયા તે બાળકીને આપી દીધા અને રીક્ષામાં બેસાડી દીધી.