છોકરીએ ગુગલ ને પૂછ્યા આત્મહત્યા કરવાના તરીકાઓ, પછી ગુગલે જે કર્યું એનાથી તમે…

એક ૨૪ વર્ષની છોકરીએ એના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતાં આત્મહત્યા કરી નાખવાનું વિચાર્યું. તેના બોયફ્રેન્ડે ગવર્મેન્ટ જોબ મળ્યા પછી ફેમિલીના પ્રેશરમાં આવીને છોકરી ને તરછોડી દીધી હતી. અને આવા અણધાર્યા બનાવથી છોકરી ડિપ્રેશનમાં આવી ગઈ હતી. અને એને ફક્ત આત્મહત્યા કરવાનો જ વિચાર આવ્યે રાખતો હતો.

તે યમુના કેનાલ કે જે યુ.પી ના સહારનપુર થી ૪ કિમી દૂર આવેલી છે ત્યાં કુદીને આત્મહત્યા કરવાનું વિચારતી હતી. પરંતુ પછી એને પાછો એક એવો વિચાર આવ્યો કે આત્મહત્યા કરતા પહેલા તેણી આત્મહત્યા કરવાના સહેલા રસ્તા ઓ વિશે જાણીલે. તેથી તેણે ગૂગલમાં સર્ચ કર્યું “how to commit suicide?” પરંતુ સદનસીબે ગૂગલે આત્મહત્યાના રસ્તા દેખાડવાને બદલે સુસાઈડ ના હેલ્પલાઇન નંબર દેખાડ્યા. તેથી છોકરીએ વધુ વિચાર્યા વગર તેમાંથી એક નંબર ડાયલ કર્યો અને એ નંબર ડી.આઇ.જી(ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ) એ ઉપાડ્યો અને તેને કાઉન્સેલિંગ માટે સમજાવી.

ડીઆઈજી જીતેન્દ્ર કુમાર સાહની એ જણાવ્યુ.,

“મને ૩ જાન્યુઆરીએ મારા પબ્લિક નંબર પર કોઈ છોકરીનો ફોન આવ્યો હતો. તે ખૂબ જ નર્વસ હતી અને એની જિંદગી ટુંકાવવા જઈ રહી હતી. તેણે મને કીધુ કે એને ગૂગલ ઉપર આત્મહત્યા ના તરીકાઓ વિશે સર્ચ કર્યું અને સર્ચ રિઝલ્ટમાં તેણીએ મારો નંબર જોયો એટલે મેં તેને કહ્યું કે તુ તુરંત મારી ઓફીસ પર આવી જા આપણે ડિટેલમાં ચર્ચા કરીએ.”

જ્યારે તેણી ઓફિસ પર આવી ત્યારે વીમેન પોલીસ સ્ટેશનના ઓફિસર ને આ બાબત જણાવી અને એને છોકરીને કાઉન્સેલિંગ આપવાનું સૂચવ્યું. સ્ત્રી ઇન્સ્પેક્ટરે છોકરી ના બોયફ્રેન્ડ જોડે સંપર્ક સાધી અને બંનેના સારા ભવિષ્ય માટે વાતચીત કરી.

ટેકનોલોજી એ છોકરી ની જાન બચાવી લીધી. અને આ જાન બચાવવામાં સિંહફાળો ગૂગલને આપી શકાય કારણ કે આત્મહત્યા કરવાના તરીકા બતાવવાને બદલે, ગૂગલે તેને હેલ્પલાઇન નંબર બતાવ્યા.

error: Content is Protected!