છોકરાવાળા દીકરીને જોવા દિકરીના ઘરે આવ્યા, બીજા દિવસે દીકરીના પિતા પર છોકરાના પિતાનો ફોન આવ્યો તેને એવો સવાલ પૂછ્યો કે દીકરીના પિતાએ…
દર્શિત અને રાધિકા બંને નાનપણથી એક શેરીમાં સાથે જ રહેતા હતા, બંને લોકો પાડોશી હોવાથી બંને નો પરિવાર પણ એકબીજાને ઓળખતા. સ્કૂલ સાથે પૂરી થયા પછી કોલેજમાં પણ બંનેને સાથે જ એડમિશન મળ્યું અને બંને કોલેજમાં પણ સાથે જ હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
વર્ષોથી સાથે જ અભ્યાસ કરતા હોવાથી બંને વચ્ચે સારી મિત્રતા પણ હતી, દર્શિત ના પિતા સરકારી નોકરી કરી રહ્યા હતા જ્યારે રાધિકાના પિતાને પોતાનો ધંધો હતો. કોલેજનો અભ્યાસ પણ પુરો થઈ ગયો હોવાથી બંને નોકરી શોધી રહ્યા હતા. અને સાથે સાથે રાધિકા માટે તેના પિતા લગ્ન માટે પણ વિચારી રહ્યા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
રાધિકા ની ઉંમર પણ લગ્ન જેવી થઈ ચૂકી હોવાથી તેના પિતાએ સારું પાત્ર મળી જાય તો લગ્ન કરવા માટે તપાસ ચાલુ રાખી હતી. એક સંબંધી હસ્તે એક સંબંધ નું માંગુ આવ્યુ હોવાથી રાધિકાના પિતાએ છોકરા વાળા ને ઘર જોવાનું આમંત્રણ આપ્યું અને સાથે સાથે દીકરીને પણ જોઈ લે.
બે દિવસ પછી નો સમય નક્કી થયો હોવાથી, રાધિકાને પણ વાત કરી કે તને જોવા માટે એક છોકરો આવવાનો છે. તને પસંદ પડે તો આપણે આગળ વધીશું, બે દિવસ પછી છોકરા વાળા ઘર જોવા માટે આવ્યા. ઘર જોયા પછી ચા પાણી નાસ્તો કરાવવામાં આવ્યા અને થોડા સમય પછી તેઓ નીકળી ગયા. જતાં જતાં તેઓ રાધિકા ના પિતા ને કહેતા ગયા કે અમે તમને કાલે જવાબ આપીશું.
બીજા દિવસે સવારે રાધિકા ના પિતા ફોન માટે રાહ જોઈ રહ્યા હતા, સવારે તૈયાર થઈને નાસ્તો કર્યા પછી પણ તેઓ ફોન આવવાની રાહ જોઈ રહ્યા હતા પરંતુ કોઈ ફોન ન આવ્યો, રાધિકાના પિતાનો દુકાને જવાનો ટાઈમ થઈ ચૂક્યો હોવાથી તેઓ દુકાન જવા નીકળી ગયા. જતાં જતાં કહેતા ગયા કે મને ફોન આવશે તો હું જે કંઈ હશે તે જાણ કરીશ.
તે દુકાને પહોંચ્યા અને થોડા સમય પછી તરત જ તેના ફોનની ઘંટડી વાગી, ફોન ઉપાડ્યો ત્યારે વાત કરતા કરતા સામેવાળાએ એવી જાણવાની કોશિશ કરી કે દીકરીના પિતા લગ્ન માં શું શું આપશે? રાધિકાના પિતાને ધંધો ખૂબ જ સારો ચાલતો હોવાથી આલીશાન બંગલામાં રહેતા હતા અને તેનું ઘર જોઈને ઘણા લોકોને લાલચ થઈ જતી.
અને રાધિકા ના પિતા બધી વાતમાં ત્યાં જ અટકી જતા કારણ કે તેનું માનવું એવું હતું કે તે પોતાની દીકરીને લગ્નમાં ગમે તેટલું આપે પરંતુ તેનાથી તેના દીકરી અને જમાઈ ની જીંદગી થોડી ચાલવાની છે, માણસ દહેજની અને રૂપિયાની માંગણી કરે છે તો તેનું એવું માનવું હતું કે શું તેના દીકરા માં એટલી તાકાત નથી કે કોઈ ની દીકરી ને પરણી ને પોતાના ઘરે લઈ જાય અને સુખ શાંતિથી રાખી શકે.
રાધિકા ના પિતા તેની દીકરીને જે પણ કંઈ આપે તે તેને રાજીખુશીથી આપવા માંગતા હતા, અને તે કઈ પણ વસ્તુ આપે તેના ઉપર કાયમ સુધી ઘર તો ચાલવાનું નથી ને આવું તેનું દ્રઢપણે માનવું હતું, આવી રીતે ઘણા છોકરાઓ રાધિકાને તેમજ ઘર ને જોઈ ગયા પરંતુ લગભગ બધા લોકોની વાત અહીં આવીને અટકી જતી.
એ સમયગાળા દરમિયાન રાધિકાની નોકરી પણ લાગી ચૂકી હતી, રાધિકા અને દર્શિત બંને જુદી જુદી કંપનીમાં નોકરીએ લાગ્યા હતા એટલે હવે તેઓ દરરોજ નહીં પરંતુ રવિવારે કોઈ વખત ભેગા થતા, એક દિવસ આવી જ રીતે રવિવારે રાધિકા અને દર્શિત ભેગા થયા ત્યારે રાધિકા ખૂબ જ ઉદાસ દેખાતી હતી.
દર્શિત એ તેને પૂછ્યું કે તને શું થયું છે? ત્યારે રાધિકા એ પાછલા ઘણા દિવસો માં બનેલી ઘટનાઓ વર્ણવી, અને આ વાત સાંભળીને દોષિતને પણ નવાઈ લાગી, કારણકે દર્શિત અને રાધિકા બંને ભણેલા તો હતા સાથે સાથે આવા વિચારોથી એકદમ વિરોધી હતા.
દર્શિત પણ ખૂબ જ સારી જગ્યાએ નોકરી કરતો હતો, રાધિકાને દર્શિત વર્ષોથી એકબીજાને ઓળખતા પણ હતા અને બંને વચ્ચે મિત્રતા પણ હતી. દર્શિત એ એક દિવસ રાધિકા ને કહ્યું કે તું વિચાર કરજો અને જો તને સારું લાગે તો તારા ઘરમાં વાત કરજે, જો તું ઈચ્છે અને આપણા પરિવારની પણ સંમતિ હોય તો આપણે બંને લગ્ન કરી લઈએ.
આમ પણ આપણા બંનેનો પરિવાર એકબીજાને વર્ષોથી ઓળખે છે, રાધિકા દર્શિત અને વર્ષોથી ઓળખતી હતી. અને તેના સંસ્કારોથી પણ પરિચિત હોવાથી તેની પાસે ના પાડવા માટે કોઈ કારણ નહોતું, હવે વાત માત્ર પરિવારના વડીલોની હતી કારણકે બંનેની જ્ઞાતિ અલગ હતી. રાધિકાએ તેના પિતા ને વાત કરી ત્યારે પિતાએ તરત જ કહ્યું કે તું તારી પસંદગીના છોકરા ને પરણે તેમાં અમને કશો વાંધો નથી.
બન્ને પરિવાર ભેગા થઈને નક્કી કર્યું અને થોડા જ સમયમાં સગાઈ કરીને લગ્ન કરી નાખ્યા, રાધિકા ના પિતા પણ અત્યંત ખુશ હતા, કારણકે ઘણા બધા સંબંધો જોયા પછી આખરે તેને પોતાની દીકરી માટે એવો છોકરો મળી ગયો જેવી તેને ઈચ્છા હતી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.