છોકરાને પૂછ્યું તું સ્કૂલે જાય છે? કેટલામાં ભણે છે? છોકરાએ જવાબમાં કહ્યું સ્કૂલે તો જાઉં છું પરંતુ ભણવા નહીં ધંધો કરવા, શેનો ધંધો કરે છે? તો છોકરાએ એવો જવાબ આપ્યો કે…

લગભગ આઠેક વર્ષ નો એક છોકરો તેની નાની બહેન ને લઇ ને મંદિરે આવ્યો હતો અને ભગવાન ને પ્રાર્થના કરવા માં તલ્લીન હતો બધા તેની સામે નજર કરતા હતા પણ તે પ્રાર્થના કરવામાં એટલો તલ્લીન હતો કે તે કોઈ ની સામે નજર માંડતો નહોતો. મેલાઘેલા કપડાં પહેર્યા હતા.

અને આખું શરીર ધૂળ વાળું હતું, જાણે એકાદ મહિના થી નહાયો ના હોય. તેમ તેની આંખ માંથી નીકળતા આંસુ તેના ગાલ પર ચોટેલી ધૂળ જાણે સાફ કરી રહ્યા હોય તેમ દળ દળ વહી રહ્યા હતા. તેની પરિસ્થિતિ જોઈ ને ઘણા લોકો ને તેના તરફ આકર્ષણ થતું હતું.

પણ પોતે પ્રાર્થના કરવા માં જ તલ્લીન થઇ ગયો હતો. જયારે તેની પ્રાર્થના પુરી થઇ એટલે એક વ્યક્તિ કે જે તેની પ્રાર્થના પુરી થવાની રાહ જોઈ ને ત્યાં ઉભા હતા તેને તે છોકરા નો હાથ પકડી ને ઉભો રાખ્યો અને પૂછ્યું કે તે ભગવાન ને શુ પ્રાર્થના કરી અને શું માગ્યું ???

જવાબ આપતા છોકરા એ કહ્યું કે મારા પિતાજી નું અવસાન થયું છે જેથી મારી માં આખો દિવસ રડી રહી છે. તેના માટે ધીરજ અને શાંતિ માંગી મારી સાથે મારી નાની બહેન છે જે માં પાસે થી રોજ કઈ ને કઈ ચીજ વસ્તુ ની જીદ કરી રહી છે. જેના માટે અમારી પાસે પૈસા નથી.

એટલે ભગવાન પાસે પૈસા માગ્યા કારણ કે મારી નાની બહેન ને અમે તેને જોઈતી ચીજ વસ્તુ ખરીદી ને આપી શકીયે ત્યારે તે વ્યક્તિ એ પૂછ્યું કે તું સ્કૂલે જાય છે?

જવાબ માં હા આવી એટલે તે વ્યક્તિ એ પૂછ્યું કે તું ક્યાં ધોરણ માં અભ્યાસ કરે છે ??છોકરા નો જવાબ હતો કે હું સ્કૂલે ભણવા માટે નહિ પણ ચણા વેચવા માટે જાવ છું મારી માં મને ઘરે ચણા બનાવી ને આપે છે જે હું સ્કૂલે વેચવા માટે જાવ છું અને બધા છોકરાઓ ને અમારા ચણા પસંદ છે.

અમારો કામ ધંધો આ જ છે આટલું સાંભળી ને તે વ્યક્તિ સમસમી ગયો કે આવડો નાનો છોકરો અને ઘર ચલાવવા માટે પૈસા કમાવવા ની જવાબદારી તેના ઉપર આવી ગઈ તમારા કોઈ સગા તમને મદદ નથી કરતા ??ના માં કહે છે કે ગરીબી માં કોઈ સગા આજુબાજુ માં આવતા પણ નથી કે આવવા દેતા પણ નથી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel