ચપ્પલની દુકાનમાં એક છોકરો આવ્યો, દુકાનદારે પૂછ્યું શું જોઈએ છે, તો તેને એક કાગળ કાઢ્યો. કાગળ જોઈને દુકાનદાર પણ…

સાંજે લગભગ આઠેક વાગ્યે હરીશભાઈ તેની ચપ્પલ ની દુકાન બંધ કરવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે એક યુવાન તેની દુકાન માં આવે છે તે યુવાન ગંદા માં રહેતો હોય તેવો લાગે છે, ત્યારે હરીશભાઈ ની નજર તેના પગ પર જાય છે. તેને ચામડા ના મજબૂત જોડા પહેર્યા હતા.

હરીશભાઈ એ તેને પૂછ્યું કે આપણે શું જોઈએ છે? ત્યારે તે યુવાને કહ્યું કે મારી માતા માટે મારે એક જોડી ચપ્પલ જોઈએ છે જે મજબૂત અને ટકાઉ હોવા જોઈએ ત્યારે હરીશભાઈ એ કહ્યું કે માતા ના ચપ્પલ નું માપ શું છે?

ત્યારે તે યુવાને તેના પેન્ટ ના ખિસ્સા માંથી એક કાગળ જે ચાર ઘડી કરેલો હતો તે કાઢ્યો અને તેના માતા ના પગ નું માપ પેન થી દોરેલું હતું ત્યારે હરીશભાઈ એ કહ્યું કે ભાઈ મારે તો માતા ના ચપ્પલ ના નંબર જોઈએ ત્યારે યુવાન એકદમ હતાશ થઇ ગયો.

અને કહ્યું કે શું નંબર કહું શેઠ મારી માતા નું આખું જીવન વીતી ગયું છે છતાં તેને પગ માં કોઈ દિવસ ચપ્પલ પહેર્યા નથી મારી માં કાંટા વળી જગ્યા એ અથવા ખેતર માં જાનવરો ની જેમ મજૂરી કરી અને મને ભણાવ્યો છે.

અને મને મોટો કર્યો છે અને હું અત્યારે આ શહેર માં નોકરી કરું છું આજે મારો પહેલો પગાર આવ્યો છે અને હું દિવાળી હોવાથી ઘરે જઈ રહ્યો છું એટલે ઘણા વિચાર કર્યા પછી નક્કી કર્યું કે માતા માટે ચપ્પલ લઇ ને જઈશ હરીશભાઈ એ મજબૂત અને ટકાઉ ચપ્પલ આપ્યા પણ તેની કિંમત આઠસો રૂપિયા હતી એટલે તેને યુવાન ને પૂછ્યું કે તમારો પગાર શું છે?

ત્યારે યુવાને કહ્યું કે મને અત્યારે બાર હજાર રૂપિયા મળે છે અને અહીંયા શહેરમાં રહેવાનો અને જમવાનો ખર્ચ આઠ હજાર જેવો થઇ જાય છે અને બાકી ના રૂપિયા હું માતા માટે બચાવી અને રાખું છું એટલે હરીશભાઈ એ પૂછ્યું કે આ ચપ્પલ ની કિંમત આઠસો રૂપિયા છે તમને વધારે તો નથી લગતા ને?

ત્યારે યુવાને કહ્યું કે માતા એ મારી પાછળ તેનું જીવન ઘસી નાખ્યું છે હું મારા આખા પગારમાંથી પણ માતા ના ચપ્પલ બનાવી અને પહેરાવું તો પણ તેના ઋણ માંથી કોઈ દિવસ મુક્ત ના થઇ શકું તે યુવાને ખિસ્સા માંથી આઠસો રૂપિયા કાઢી ને આપ્યા અને ચપ્પલ લઇ ને દુકાન ની બહાર જઈ રહ્યો હતો ત્યારે હરીશભાઈ એ તે યુવાન ને અવાજ કર્યો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel