ચા ની લારી પર એક પતિએ કહ્યું હું મારી પત્નીથી હું કંટાળી ગયો છું. સમજાતું નથી કે હું શું કરું? આ સવાલનો ત્યાં હાજર એક વૃદ્ધ વ્યક્તિએ એવો જવાબ આપ્યો કે…

પતિની વાત સાંભળીને તેના વૃદ્ધ પાડોશી હસવા લાગ્યા અને બોલ્યા ભાઈ, તમે પત્નીથી કંટાળી જતા હોય તો પછી લગ્ન જ ન કરતા હોય તો, કટાક્ષમાં તેના વૃદ્ધ પાડોશી બોલ્યા હોય તેવું તેને લાગ્યું.

તેના વૃદ્ધ પાડોશી ય પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે મારા ભાઈ, આપણી જિંદગી જ આપણી પત્ની છે. મારી પત્ની 10 વર્ષ પહેલા આ દુનિયામાંથી મને છોડીને ચાલી ગઈ છે, તમે તો આ વસ્તુ જાણો છો. પછી હવે ઘરમાં મારે કોની સાથે વાત કરવી?

દીકરા-વહુ અને તેના બાળકો બધા શહેરમાં રહેવા માટે જતા રહ્યા છે, અહીંયા આલીશાન મહેલ જેવું મકાન છે. ભૌતિક સુખ સગવડતાઓ ની કોઈ ખામી નથી. પરંતુ એ મહેલ જેવા મકાનમાં હું એકલો જ રહું છું. પૈસા ની ખામી ના હોવા છતાં પત્ની વગર હું જાણે ગમે ત્યાં ભટકતો રહું છું.

મારું જીવન ભેંકાર થઈ ગયું છે, બોલતા બોલતા તેના પાડોશી થોડા ભાવુક થઈ ગયા. જાણે ગળે ડૂમો ભરાઈ ગયો હોય તેમ વધુ આગળ કશું બોલી શક્યા નહીં. પોતાની આંખો લૂછતાં લૂછતાં ત્યાંથી ઊભા થઈને ઘરે જવા લાગ્યા.

પતિ ત્યાં બેઠો બેઠો વિચારવા લાગ્યો, વિચારમાં પડી ગયેલા પતિને અનેક વિચારો આવવા લાગ્યા. તેના વૃદ્ધ પાડોશીની વાતોથી જાણે તેની આંખ ખૂલી ગઈ. તરત જ ચા પીને તેના પૈસા આપીને ફરી પાછો ઘરે આવવા લાગ્યો.

ઉતાવળ માં ચાલી રહેલો પતિ, ઘરે આવતી વખતે જાણે દોડવા લાગ્યો. અને થોડા જ સમય પછી ઘર આવ્યું ત્યારે જોયું કે ઘરના દરવાજે તેની પત્ની રડતા રડતા તેની રાહ જોઈ રહી હતી. તેને અનેક વિચારો આવી રહ્યા હતા ચિંતા થવા લાગી હતી.

પતિને જોઈને જાણે તેના જીવમાં જીવ આવ્યો અને કહ્યું તમે બહાર જવું હોય તો જાઓ પરંતુ સ્વેટર તો પહેરીને જાઓ, શું તમને થંડી નથી લાગતી? પતિની ચિંતામાં જાણે પત્ની ઝઘડો ભૂલી ગઈ હતી. પતિએ કહ્યું કે તુ નહીં દરવાજે મારી રાહ જોઇને ઉભી છે, પરંતુ સ્વેટર તો તે પણ નથી પહેર્યું.

તને પણ ઠંડી લાગતી હશે, ચલ અંદર આપણે બંને સાથે ચા પીએ, અને આ જો એમ કહીને પતિએ તેની પાસે રહેલો નાસ્તો કાઢ્યો, પત્ની પણ નાસ્તો જોઈને હસવા લાગી અને કહ્યું ઠીક તો કહેવું તો જોઈએ ને કે તમે નાસ્તો લેવા જઈ રહ્યા છો.

પતિ પણ હસવા લાગ્યો. થોડા સમય પહેલા એકબીજા પર તૂટી પડેલા પતિ-પત્ની, ફરી પાછા ઝઘડો ભૂલીને પ્રેમ થી દામ્પત્ય જીવન ની મજા માણવા લાગ્યા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel