બીમાર દીકરો બોલ્યો હું તમારો દીકરો નહીં પણ જુના જન્મમાં તમારો ભાઈ હતો. આ સાંભળી પિતા રડવા લાગ્યા અને બોલ્યા…

રઘુભાઈ ગામમાં ખૂબ જ ધનવાન વ્યક્તિ હતા, ગામડાના બધા લોકોમાં સૌથી વધારે ધન સંપત્તિ તેની પાસે હતી. તેમની પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં જમીન પણ હતી અને તેની ખેતીમાંથી પણ ખૂબ આવક થતી. તેના પરિવારમાં તેના પત્ની એક પુત્ર એમ કુલ મળીને ત્રણ જણા રહેતા હતા, જ્યારે તેનો પુત્ર 10 વર્ષનો થયો હતો ત્યારે તેના પત્નીનું ગંભીર બીમારીથી અવસાન થયું.

તેને બચાવવાની ઘણી કોશિશ કરી પરંતુ બધી કોશિશ નિષ્ફળ થઈ અને અંતે તે તેની પત્નીને બચાવી ન શક્યા, થોડા મહિના પછી રઘુભાઈ એ બીજા લગ્ન કર્યા અને બે વર્ષ પછી તેને નવી પત્ની દ્વારા પણ એક પુત્ર પ્રાપ્તિ થઈ. તેનો બીજો પુત્ર જ્યારે 8 9 વર્ષનો થયો ત્યારે અકાળે રઘુભાઈના બીજા પત્નીનો પણ અવસાન થઈ ગયું.

હવે રઘુભાઈએ પોતાના લગ્ન કરવાને બદલે પહેલા પત્નીથી થયેલા તેના મોટા દીકરાના લગ્ન કરવાનો વિચાર્યું કારણ કે તેની ઉંમર પણ હવે લગ્ન કરવાને લાયક થઈ ચૂકી હતી. તેના લગ્ન કરાવવામાં આવ્યા થોડા વર્ષો વીત્યા પછી તેનો બીજો દીકરો પણ મોટો થતો ગયો અને અંતે તે પણ લગ્ન કરવા લાયક ઉંમરનો થઈ ગયો.

રઘુભાઈ ની પોતાની ઉંમર પણ વધારે થતી હતી અને ઉંમર સાથે બીમારીઓ પણ આવતી હતી, થોડા સમયમાં રઘુભાઈ નું અવસાન થઈ ગયું. હવે રઘુભાઈના બંને પુત્રો હળી મળીને સાથે રહેતા હતા.એવામાં અચાનક એક દિવસ રઘુભાઈના નાના દીકરાની તબિયત ખરાબ થઈ ગઈ અને થોડા થોડા દિવસે બીમાર રહેવા લાગ્યો.

મોટાભાઈએ વૈદ પાસે દવા કરાવી પરંતુ તેનાથી તેને કોઈ ખાસ રાહત રહેતી નહીં, તેની દવા કરાવવામાં પૈસાનો પાણીની જેમ ખર્ચો થતો હતો પરંતુ તબિયત દિવસે અને દિવસે સુધારવાની જગ્યાએ બગડી રહી હતી. ત્યારે એક દિવસ મોટાભાઈની પત્નીએ તેના પતિને કહ્યું કે તમારો નાનો ભાઈ આ દુનિયા છોડીને જતો રહે તો આપણે દવાનો ખર્ચો બચી જાય અને બધી સંપત્તિમાંથી તેને અડધો ભાગ પણ ન આપવો પડે.

આવું કરવા માટે આપણે વૈદ્ય સાથે વાત કરી અને ધીરે ધીરે મૃત્યુ પામે તેવી દવા તેને આપ્યા એટલે કોઈને ખબર પણ નહીં પડે અને લાંબા સમયથી બીમારીને અંતે મૃત્યુ થયું તેવું લાગશે. તેના પતિએ વાત સાંભળીને વૈદ્યને રૂપિયાની લાલચ આપીને ધીરે ધીરે મૃત્યુ થાય તેવી દવા આપવા માટે કહ્યું.

વૈદ્ય પણ લાલચમાં આવી ગયો અને થોડા સમય પછી અંતે તેના નાના ભાઈનું મૃત્યુ થઈ ગયું. બધા લોકો ભેગા થયા ત્યારે મોટો ભાઈ અને તેની પત્ની બધા સામે ખૂબ દુઃખી થઈ ગયા હોય તેમ વર્તન કરી રહ્યા હતા પરંતુ જ્યારે બંને એકલા હોય ત્યારે ખુશ રહેવા લાગ્યા કારણ કે હવે પતિને સંપત્તિમાંથી કોઈને ભાગ નહીં આપવો પડે એ વાત નક્કી થઈ ચૂકી હતી.

આ વાતને ધીમે ધીમે સમય વીતતો ગયો લગભગ બે વર્ષ પછી તેને ત્યાં એક દીકરાનો જન્મ થયો અને ઘરમાં દીકરાનો જન્મ થયાની સાથે બાપ બનવાની ખુશીમાં તેનો હરખ છલકાય ઉઠ્યો. ખૂબ જ લાડ અને પ્રેમથી તેના દીકરાને તેને મોટો કર્યો દીકરો પણ જુવાન થઈ ગયો એટલે લગ્ન કરવા માટે યોગ્ય પાત્રની તપાસ ચાલુ થઈ ગઈ.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel