ભિખારીને એક માણસ મળ્યો, તે માણસે તેને એવી સલાહ આપી કે ત્રણ જ મહિનામાં તે ભિખારી…

રમણીકભાઈ દરરોજ સવાર ની જેમ આજે પણ વહેલા જાગી ને સારા કપડાં પહેરીને તૈયાર થઈને નીકળી પડ્યા પોતાની નોકરી પર જવા માટે. વર્ષોથી રમણીકભાઈ ને નોકરીમાં જવા માટે અપડાઉન કરવાની ટેવ પડી ગઈ હતી, એટલે કે તેઓ વર્ષોથી શહેરથી થોડે દૂર આવેલા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માં નોકરી કરતા હતા અને કાયમ તેઓ બસમાં જ અપ ડાઉન કરતા.

ધીમે-ધીમે તેઓ નો પગાર પણ વધતો જતો અને અત્યારે તેઓ પાસે પોતાની કાર પણ લઈ લીધી હતી પરંતુ જૂની ટેવ ના હિસાબે તે કાયમ બસમાં અપડાઉન કરવા નો આગ્રહ રાખતા.

આજે પણ સવારે દરરોજની જેમ તેઓ બસ સ્ટેશન પર આવી પહોંચ્યા અને થોડા જ સમયમાં બસ આવી એટલે બસમાં ચડી ને જગ્યા મળી ત્યાં બેસી ગયા.

રમણીકભાઈ બસમાં આગળ જ બેઠા હોવાથી બસમાં એક ભિખારી જેવો દેખાતો માણસ ચડ્યો એટલે તેનું ધ્યાન તેની તરફ ગયું. એ આખા બસમાં દરેક લોકો પાસે ભીખ માગી રહ્યો હતો, રમણીકભાઈ દૂરથી આ બધું જોઈ રહ્યા હતા અમુક લોકો તેઓને ભીખ આપી રહ્યા હતા તો અમુક લોકો તેઓને ભીખ નહોતા આપતા.

ભિખારી એટલામાં રમણીકભાઈ પાસે આવ્યો કદાચ રમણીકભાઈ ને સૂટ પહેરેલા જોઈને ભિખારીને થયું હશે કે આ કોઈ મોટા સાહેબ લાગે છે જે મને વધારે ભીખ આપશે પરંતુ રમણીકભાઈ પાસે ભીખ માંગી તો રમણીકભાઈ ચોખ્ખું કહી દીધું ભાઈ આગળ જતો રહે કંઈ નથી.

થોડા સમય સુધી તે ભિખારી ત્યાં જ ઊભો રહ્યો એટલે ફરી પાછું રમણીકભાઈ બોલ્યા ભાઈ મેં તને ના પાડી તો પણ તું અહીં ઊભો છે. કહ્યું નહીં કે જતો રહે…

તો ભિખારીએ રમણીકભાઈ ને કહ્યું સાહેબ મને કંઈક આપો ને મેં સવારથી કશું ખાધું પણ નથી,

એટલે રમણીકભાઈ એ કહ્યું હું તને આપુ પણ બદલામાં તું મને શું આપીશ? ભિખારીએ કહ્યું સાહેબ મારી પાસે તમને દેવા માટે કશું નથી. આટલું કહીને ફરી થોડી વાર ઉભા રહ્યો અને ત્યાંથી બસ ઉપડે તે પહેલાં જ બસમાંથી નીચે ઉતરી ગયો.

રમણીકભાઈ તો પોતાની ઓફિસે જતા રહ્યા પછી લગભગ 15 દિવસ પછી ફરી પાછી તેની મુલાકાત દરરોજ અપડાઉન કરી રહેલી બસમાં જ તે ભિખારી સાથે થઈ રમણીકભાઈ ત્યાં બેઠા હતા અને બસ ઉપડે તે પહેલા ભિખારી આવ્યો અને સૂટ પહેરેલો હોવાથી રમણીકભાઈ ને તે ઓળખી ગયો અને કહ્યું સાહેબ મને કંઈક આપો અને આજે હું ખાલી હાથે નથી આવ્યો મારી પાસે તમને દેવા માટે પણ કંઈક છે.

ભિખારી નો ચહેરો પહેલા કરતા થોડો બદલાઈ ગયો હતો ચહેરા પર થોડી રોનક પણ આવી ગઈ હતી તે ભિખારી ને તરત જ ઓળખી ગયા અને રમણીકભાઈ એ કહ્યું આલે આ તારા થોડા રૂપિયા તું મને બદલામાં શું આપવાનો છે? અને એ પણ જણાવજે કે મને આપવા માટે તારી પાસે આ ક્યાંથી આવ્યું?

ભિખારી એ વાત કરતાં કહ્યું સાહેબ તે દિવસે તમે મને કહ્યું ત્યાર પછી હું બસમાંથી નીચે ઉતરીને વિચારવા લાગ્યો કે મારી પાસે તમને જ નહીં પરંતુ કોઈને પણ દેવા માટે કંઈ નથી, એટલે થોડો હતાશ થઈને હું આગળ જઈ રહ્યો હતો એવામાં મને એક ગુલાબનો છોડ દેખાયો જેમાં ઘણા બધા ગુલાબ રહેલા હતા. એટલે એમાંથી થોડા ગુલાબ તોડી નાખ્યા અને ત્યાર પછી જે પણ લોકો કોઈ મને ભીખ આપે તેને હું બદલામાં આ ગુલાબ આપવા લાગ્યો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel