ભિખારીને એક માણસ મળ્યો, તે માણસે તેને એવી સલાહ આપી કે ત્રણ જ મહિનામાં તે ભિખારી…

બસ એટલા માટે જ આજે તમારા માટે પણ હું ગુલાબ લાવ્યો છું એમ કહીને રમણીકભાઈ ને તેમને ગુલાબ આપ્યું.

રમણીકભાઈ જગ્યા પરથી ઊભા થઈ ગયા અને કહ્યું વાહ ભાઈ સરસ તને હવે આપ-લે નું જ્ઞાન થઈ ચૂક્યું છે એટલે હવે આમ જોવા જઈએ તો તું ભિખારી નહીં પરંતુ એક વેપારી થઈ ચૂક્યો છે. તારામાં ઘણી તાકાત આવી ગઈ છે તું હવે ઘણું બધું કરી શકે છે…

રમણીકભાઈ એ તો માત્ર સહજતાથી આ વાત ભિખારીને જણાવી પરંતુ ભિખારીને આ વાતની અસર ખૂબ જ ઊંડી થઈ ગઈ ટ્રેનમાં ઉતરીને તે વિચારમાં પડી ગયો કે સાહેબ ના કહેવા પ્રમાણે જો હું વેપારી હોય તો હું વેપાર પણ કરી શકું, અને હું હવે વેપારી બની ને પછી જ તે સાહેબને મળીશ. અને બસમાંથી નીચે ઉતરીને બૂમ પાડવા લાગ્યો કે હું ભિખારી નહિ વેપારી છું.

બધા લોકો તેના પર હસી રહ્યા હતા પરંતુ રમણીકભાઈ ને ખબર પડી ચૂકી હતી કે આના માં આત્મવિશ્વાસ આવી ચૂક્યો છે હવે તે જીવનમાં કંઇક કરી બતાવશે.

બસ ઉપડી અને રમણીકભાઈ ઓફિસે જતા રહ્યા, લગભગ ત્રણ મહિના જેટલો સમય વિતી ગયો રમણીકભાઈ દરરોજ સવારે બસમાં ચડે અને રાહ જોતા કે ભિખારી આવે અને તેને મળી શકે પરંતુ ત્રણ મહિના સુધી કોઈ ન આવ્યું, રમણીકભાઈ ના મગજ માંથી પણ આ વાત નીકળી ચૂકી હતી એવામાં એક દિવસ અચાનક રમણીકભાઈ બસમાં બેઠા હતા ત્યાં કોઈ સૂટ પહેરીને માણસ આવ્યો.

અને તે માણસ એ આવીને રમણીકભાઈ ને કહ્યું સાહેબ મને ઓળખ્યો? રમણીકભાઈ ને લાગ્યું કે આ કોઈ ધંધાર્થે મળ્યા હશે એટલે તેને કહ્યું મને ઓળખાણ ન પડી. ત્યારે તે માણસ એ કહ્યું સાહેબ આપણે બે વખત મળ્યા છીએ અને આજે ત્રીજી વખત મળીએ છીએ.

રમણીકભાઈ એ કહ્યું ભાઈ હું ઓળખી ન શક્યો મને લાગે છે આજે પહેલી વખત મળીએ છીએ તમારી કંઈક ગેરસમજણ થતી લાગે છે. એવામાં ભિખારીએ કહ્યું સાહેબ મને કોઈ ગેરસમજણ નથી. હું એ જ ભિખારી છું જેને તમે ત્રણેક મહિના પહેલા થયેલી પહેલી મુલાકાતમાં સમજાવ્યું હતું કે આપણી પાસે કંઈ લેવા લાયક ન હોય તો કશું માગવું ન જોઈએ અને બીજી મુલાકાતમાં સમજાવ્યું કે મને વેપારનું જ્ઞાન થઈ ચૂક્યું છે જો હું વિચારું તો શું કરી શકું… બસ તે દિવસે થી જ મેં ફૂલો તોડીને વેચવાનું ચાલુ કરી દીધું. થોડા સમય પછી મારો ધંધો આગળ વધતો ગયો અને ફૂલો ખરીદીને પણ વેચવાનું ચાલુ કરી દીધું. અને ટૂંક સમયમાં જ મારો ધંધો આગળ વધતો ગયો.

અને તમને જાણીને આનંદ થશે સાહેબ કે આજે જ મે અહીં સામે આવેલા મંદિર પાસે ફૂલ ની દુકાન ખોલી છે. આજે જ એનું ઉદઘાટન છે તો તમે પણ જરૂરથી આવજો સાહેબ કારણકે તમે જો ન મળ્યા હોત તો હું આજે પણ ભિખારી હોત.

રમણીકભાઈ રાજી થઈ ગયા કારણ કે તેને જે વિશ્વાસ હતો કે એ માણસ કંઇક કરી બતાવશે એ માણસ એ સાચે કંઈક કરી બતાવ્યું.

મિત્રો પેલા ભિખારીના જીવનમાં અને આપણા જીવનમાં આમ જોવા જઈએ તો ઘણી સરખામણી થઈ શકે. કારણકે આપણને આપણા મન ઉપર વિશ્વાસ નથી હોતો કે તે શું કરી શકે, અને આપણે બધા ને સમજવાની જરૂર છે કે સૌથી પહેલા આપણે આપણી પોતાની જાત ઉપર ભરોસો કરતા શીખી જવું જોઈએ. કારણકે એનાથી કદાચ કોઈને પણ આપણી ઉપર વિશ્વાસ હોય કે ન હોય પરંતુ આપણને તો હશે જ. અને આ વિશ્વાસ જ આપણને સફળતા મેળવવામાં કામ લાગે છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરી અને કોમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel