ભક્તોનું માનવું છે કે મેહંદીપુર બાલાજી મંદિરમાં મહાવીર હનુમાનજીના દર્શન પછી ઘણી એવી ખરાબ નજરોથી લોકોને મુક્તિ મળે છે, અને એ જ ખરાબ નજરોથી છૂટવા માટે ઘણા ભક્તો બાલાજી મંદિરમાં આવે છે. ઉપરાંત આ મંદિરમાં પ્રેતરાજ સરકાર અને ભૈરવ બાબા ની મૂર્તિ સ્થાપિત છે. અહીં પ્રેતરાજ ના દરબારમાં દરરોજ બે વાગે ભજન કીર્તન ગવાય છે.ત્યાં ઘણા લોકોની ખરાબ નજર વાળી અને ભૂત-પ્રેત જેવી બતાવો પણ પૂરી કરવામાં આવે છે.એવું પણ માનવામાં આવે છે કે જે કોઈ આ મંદિરમાં આવે છે, તે હનુમાનજીના દર્શન કર્યા પછી સ્વસ્થ થઈને પાછા કરે છે.
પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, આ મંદિરમાં દર્શન કરવા આવનાર ભક્તો માટે નિયમ થોડા વિચિત્ર છે, આ મંદિરમાં જે પણ કોઈ દર્શન કરવા આવે છે તે લોકોએ ઓછામાં ઓછું એક અઠવાડિયા પહેલાથી જ લસણ, ડુંગરી ,માંસ મચ્છી, મદિરાપાન, વગેરેનું સેવન બંધ કરવું જોઈએ.
એટલું જ નહીં રાજસ્થાનના આ મંદિરનો એક વિચિત્ર નિયમ છે કે કોઈપણ ભક્ત અહીં દર્શન કરવા આવે તો એ પ્રસાદને ખાઈ પણ નથી શકતા અથવા કોઈને આપી પણ નથી શકતા. આ મંદિરના પ્રસાદને ખાઈ પણ નથી શકાતો. આ સિવાય ભક્ત અહીં દર્શન કરવા આવે તો કોઈપણ ખાવા-પીવાની વસ્તુઓ કે પ્રસાદ અથવા કોઈ પણ સુગંધિત વસ્તુ અને ઘરે નથી લઇ જઇ શકતા. એવું પણ માનવામાં આવે છે કે જો આવું કોઈ ભક્ત કરે તો તેની પર તેનો ખૂબ જ ખરાબ પ્રભાવ પડે છે.