ભગવાન પાસે શું માંગો છો? ત્રણ મિનીટ આ વાંચીને તમારો વિચાર બદલાઈ જશે!

એવામાં રાજાએ ફરી પાછું દરજી ને પૂછ્યું અરે નહીં નહીં કહે કેટલા પૈસા થયા?

દરજીએ વિચાર્યું કે પાંચ રૂપિયા માંગી લઉં, પછી ફરી પાછો તેના મનમાં વિચાર આવ્યો કે ક્યાંક રાજા એવું ન વિચારી બેસે કે આ દરજી મારી પાસેથી પાંચ રૂપિયા લે છે તો ગ્રામજનો પાસેથી કેટલા લેતો હશે? કારણ કે એ જમાનામાં પાંચ રૂપિયાની પણ ખૂબ કિંમત હતી.

દરજીએ સમજી-વિચારીને રાજાને જવાબ આપતા કહ્યું મહારાજ તમને જે ઠીક લાગે તે આપી દો.

હવે રાજા તો રાજા જ હોય! તે કંઈ પણ વસ્તુ આપી શકે છે.

તેને પોતાના મંત્રીને હુકમ કરતાં કહ્યું, આ દરજીને બે ગામ આપી દો.

દરજી રાજાના મુખેથી આ શબ્દો સાંભળીને રાજી થઈ ગયો, ક્યાં તે દરજી રાજા પાસેથી પાંચ રૂપિયા માંગવાનું વિચારી રહ્યો હતો અને રાજાએ તેને બે ગામ આપી દીધા.

આ સ્ટોરી આપણા જીવન સાથે ખૂબ જ સંબંધિત છે. જ્યારે આપણે આપણા જીવનમાં બધું ભગવાન પર છોડી દઈએ છીએ તો તે આપણને તેના હિસાબથી આપે છે. કારણ કે જ્યારે ભગવાન તેના હિસાબથી આપે ત્યારે આપણે ગમે તેટલું માંગેલું હોય એ પણ ઓછું પડી જાય છે.

દુનિયાનો રાજા રૂપી ભગવાન આપણને શું દેવા માંગે છે તે આપણને ક્યારેય ખબર નથી હોતી અને આપણે તેની સામે ઘણી વખત ખુબ જ નાની નાની વસ્તુ માટે માંગણી/આજીજી કરતા રહીએ છીએ.

તમે ઘણા સંતો મહાત્માઓ ને કહેતા સાંભળ્યા હશે કે ભગવાનના ચરણોમાં પોતાની જાતને સમર્પણ કરી દો, ભગવાન પાસે ક્યારેય કંઈ માંગો નહીં. જે ભગવાન તમને આપે તેનાથી સંતોષ અનુભવો. પછી તેને લીલા અપરંપાર થઈ જશે.

તમારું આ વિશે શું માનવું છે તે કમેન્ટ કરીને અચૂક જણાવજો, અને જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો.

error: Content is Protected!