એક પૂજારી એક વખત જહાજ માં સમુદ્ર માં સફર કરી રહ્યા હતા એ સમયે રસ્તા માં સમુદ્ર માં તોફાન આવતા જહાજ માં નુકશાન થયું અને નજીક માં આવતા ટાપુ ઉપર પ્રવાસી ને ઉતારી ને જહાજ નું લંગર નાખી ને રીપેર કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી ત્યારે બધા મુસાફરો ને બે દિવસ તે ટાપુ ઉપર રહેવાનું હતું.
પંડિતજી એ વિચાર્યું કે ટાપુ માં ટહેલતા ટહેલતા સમય પસાર કરીયે અને કંઈ જાણવાનું મળે તો જાણીએ. પંડિતજી જહાજ ના કપ્તાન ને જાણ કરી અને નીકળી પડ્યા અને નાનકડા ટાપુ પર તેને ઘણા માણસો ની એક વસ્તી મળી. જે હજારો વર્ષ થી તે ટાપુ પર જ વસવાટ કરી રહ્યા હતા.
ત્યારે પંડિતજી એ તેની પાસે જઈ ને જોયું તો તે લોકો પોતાના ભગવાન ની પૂજા કરી રહ્યા હતા તેની અલગ રીત ની પૂજા જોઈ ને પંડિતજી એ કહ્યું કે તમે લોકો પૂજા કરો છો પણ તમારી પૂજા કરવાની રીતભાત બિલકુલ ખોટી છે આમ કહી અને પંડિતજી એ પોતે જે રીતે ભગવાન ની પૂજા કરતા હતા.
તે રીતભાત શીખવાડી અને ઘણા બધા ધાર્મિક પુસ્તકો વાંચવા માટે આપ્યા. બે દિવસ પુરા થતા જહાજ રીપેર થઇ ગયું હતું અને કપ્તાન એ પંડિતજી ને માણસ મોકલી ને બોલાવ્યા અને જહાજ ચાલવા લાગ્યું અને પંડિતજી તો પોતાની સફર માં આગળ ચાલવા લાગ્યા બે દિવસ થી જહાજ સતત ચાલી રહ્યું હતું.
ત્યારે પંડિતજી જહાજ ની અગાસી પર ચક્કર લગાવી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે ટાપુ ના નિવાસી લોકો પાણી પર દોડતા દોડતા તેના જહાજ ની પાછળ આવી રહ્યા હતા પંડિતજી તો એકદમ આશ્ચર્ય પામ્યા અને જહાજ રોકવી અને ટાપુ ના નિવાસી લોકો ને જહાજ ઉપર ચડાવ્યા અને પૂછ્યું.