ભગવાન છે તેની સાબિતી શું? આ વાંચશો એટલે પુરાવા મળી જશે! રુંવાટા ઉભા થઈ જશે તેવી સ્ટોરી છે...
એક દિવસ રાજા એ ભરી સભા માં એલાન કર્યું કે તમારા માંથી કોઈ એવી વ્યક્તિ છે જે ઈશ્વર હોવાનું સાબિત કરી આપે બધા મંત્રીઓ વિચાર માં પડી ગયા કે રાજા ને શું જવાબ આપવો ??અંતે એક મંત્રી એ રાજા ને કહ્યું કે મહારાજ હું આપણે વિચાર કરીને આવતી કાલે જવાબ આપવાનો પ્રયાશ કરીશ.
સભા પુરી થયા બાદ તે મંત્રી તેના ગુરુજી ને મળવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તા માં તેના ગુરુ ના ગુરુકુળ નો એક વિદ્યાર્થી મળી ગયો તેને મંત્રીજી નો ચિંતાગ્રસ્ત ચહેરો જોઈ ને પૂછ્યું કે મંત્રીજી બધું કુશળ મંગલ તો છે ને ?તમે કેમ ઉદાસ લાગી રહ્યા છો ?
ત્યારે મંત્રીજી એ કહ્યું કે ગુરુજી પાસે ઈશ્વર હોવાનું કેમ કરી ને સાબિત કરવું તે બાબત પૂછવા માટે જઈ રહ્યો છું ત્યારે વિદ્યાર્થી એ કહ્યું કે આટલી નાની વાત માટે ગુરુજી ને શા માટે હેરાન કરો છો, આ જવાબ તો હું પણ આપી શકીશ. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
બીજા દિવસે મંત્રીજી એ ગુરુકુળ ના વિદ્યાર્થી ને સાથે લઇ ને રાજા ની સભા માં આવે છે અને રાજાને કહે છે કે આપના સવાલ નો જવાબ આ ગુરુકુળ નો વિદ્યાર્થી આપશે વિદ્યાર્થી એ એક દૂધ નો ગ્લાસ મગાવ્યો દૂધ નો ગ્લાસ આવતા તે ગ્લાસ માં આંગળી રાખી ને ઉભો રહી ગયો.
થોડીવાર પછી તે આંગળી બહાર કાઢી ને આંગળી જોઈ ને ફરી થી દૂધ ભરેલા ગ્લાસ માં આંગળી દૂધ માં રાખી દેતો. આમ ને આમ ઘણો સમય ચાલ્યું અને રાજા તે જોઈ ને અકળાઈ ગયા અને કહ્યું કે દૂધ પિતા કેમ નથી અને અંદર આંગળી રાખી ને તમે શું જોઈ રહ્યા છો?
ત્યારે જવાબ માં વિદ્યાર્થી એ કહ્યું કે દૂધ ની અંદર મલાઈ હોય છે, તે શોધી રહ્યો છું ત્યારે રાજા એ કહ્યું કે તમને ખબર નથી કે દૂધ ને ગરમ કરવામાં આવે પછી જ મલાઈ બહાર આવે છે. ત્યારે એ વિધાર્થી એ કહ્યું કે મહારાજ જેમ દૂધ ને ગરમ કર્યા પછી જ મલાઈ દેખાય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
તેમજ ઈશ્વર સંસાર માં દરેક જગ્યા એ વ્યાપ્ત છે, પરંતુ મલાઈ ની જેમ અદ્રશ્ય છે, તેને સારા કર્મો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. રાજા એ ગુરુકુળ ના વિદ્યાર્થી ને બીજો સવાલ કરતા કહ્યું કે ઈશ્વર શું કરે છે ??? ત્યારે વિદ્યાર્થી એ રાજા ને પૂછ્યું કે તમે મને આ સવાલ ગુરુ બની ને પૂછો છો કે શિષ્ય બની ને ?
રાજાએ કહ્યું કે શિષ્ય બની ને પૂછી રહ્યો છું ત્યારે વિદ્યાર્થી એ કહ્યું કે તમારી આ કેવા સંસ્કાર છે કે ગુરુ જમીન પર ઉભા છે અને શિષ્ય સિંહાસન પર બેઠા છે રાજા એ તરત જ સિંહાસન ખાલી કરી અને વિદ્યાર્થી ને ગુરુ બનાવી અને સિંહાસન પર બેસાડ્યા.
અને પોતે નીચે જમીન પર આવીને ઉભા રહી ગયા ત્યારે વિદ્યાર્થી એ કહ્યું કે ઈશ્વર રાજા ને રંક અને રંક ને રાજા બનાવે છે અને દાખલો આપની સામે છે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.