ભગવાનમાં માનો છો તો આ વાંચવાનું ચુકતા નહીં, છેલ્લે સુધી વાંચજો

શાંતાબેન સવાર સાંજ મંદિરે જઈ ને મંદિર માં સાફ સફાઈ ના કામ માં મદદ કરતા અને ભગવાન ના ભજન કીર્તન કરતા નાનપણ થી જ ધર્મ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા હતી. તેને સંતાનમાં એક નો એક દીકરો હતો, તેના દીકરા ને અકસ્માત થતા તે મંદિરે થી ભગવાન ને પ્રાર્થના કરી અને હોસ્પિટલે પહોંચ્યા.

તેના પાડોશ માં રહેતા હંસાબેન પણ હોસ્પિટલે આવ્યા ત્યારે શાંતાબેન ને કહ્યું કે તમારા ભગવાન કેવા છે? તમે રાત ને દિવસ તેની સેવા કરો છો અને તમારા દીકરા ને અકસ્માત થયો ભગવાને તમારી સાથે શું કર્યું ? શાંતાબેને જવાબ આપતા કહ્યું કે એ તો ભગવાન ની ઇરછા તેને જે પણ કર્યું, તે સારા માટે જ કર્યું હશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

થોડા દિવસ પછી શાંતાબેન ના દીકરા નો બીજી વખત અકસ્માત થયો. અને હંસાબેન ત્યારે પણ આવ્યા અને કહ્યું કે ભગવાન તમારી સાથે જ આવું કેમ કરી રહ્યા છે ?શાંતાબેને કહ્યું કે નક્કી ભગવાન મારી કંઈક કસોટી કરી રહ્યા હશે તે હજુ પુરી શ્રદ્ધા અને વિશ્વાસ થી ભગવાન ને માની રહ્યા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એક દિવસ હંસાબેન શાંતાબેન પાસે આવ્યા અને કહ્યું કે તમારા દીકરા ની કુંડળી લઇ ને મારી સાથે ચાલો ગામ માં એક ખુબ જ પ્રખર જ્યોતિષ આવ્યા છે અને અમાંરા સંબંધી છે આપણે તેની પાસે તમારા દીકરા ની કુંડળી દેખાડી ને જાણીયે કે તેના જીવન માં હેરાનગતિ કેમ આવે છે, અને આટલા બધા અકસ્માત કેમ થાય છે?

બંને જ્યોતિષ પાસે ગયા અને જ્યોતિષ ને કુંડળી જોવા માટે આપી અને કહ્યું કે આ દીકરાને વારંવાર અકસ્માત થાય છે તમે કંઈક ઉપાય બતાવો જ્યોતિષ કુંડળી જોઈ ને ગણિત માંડવા લાગ્યા અને થોડીવાર પછી બોલ્યા કે આ છોકરા નું જીવન તો પૂરું થઇ ગયું હોય.!!!!

અને તમે કહો છો કે તેને અકસ્માત થાય છે. ત્યારે શાંતાબેન કહે છે કે મારો દીકરો જ છે અને અત્યારે તેની તબિયત પણ સારી છે.

જ્યોતિષ બહુ વિચાર કર્યા પછી ફક્ત એટલું જ કહે છે કે જરૂર થી કોઈ શક્તિ કામ કરી રહી છે, જયારે પણ આ દીકરા પર કોઈ ઘાત આવે છે, ત્યારે તેનું અવસાન થવાને બદલે તેને નાનું મોટું નુકશાન કરી ને જતી રહે છે. ત્યારે શાંતાબેન ની આંખ ભીની થઇ ગઈ.

તે ઉભા થઇ ને સીધા જ મંદિરે જઈને ભગવાન ના પગે પડી ગયા કારણ કે તેને સમજાઈ ગયું હતું કે તેના દીકરા ને મૃત્યુ ના મોઢા માંથી બચાવી ને ભગવાન જ રક્ષા કરતા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ વાત નો મતલબ એટલો જ છે કે આપણે જે દેવ દેવી માં શ્રદ્ધા રાખતા હોઈએ તેના પરનો વિશ્વાસ કદી પણ ડગવો જોઈએ નહીં. ભલે પરિસ્થિતિ ગમે તેટલી નબળી હોય કે ગમે તેટલી મજબૂત હોય પરંતુ  ભગવાન પર નો વિશ્વાસ ક્યારેય ડગવો જોઈએ નહિ.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team