બે સગા ભાઇ વચ્ચે ચાલી રહ્યો હતો કોર્ટમાં કેસ, એક દિવસ કોર્ટની બહાર નીકળીને મોટાભાઈ એ એવું કામ કર્યું કે નાનો ભાઈ…

એક પરિવારની આ વાત છે. બે ભાઈઓ તેની પત્ની, બાળકો સાથે કુલ મળીને સાત જણા ઘરમાં રહેતા હતા. બા અને બાપુજી નું દેહાંત ઘણા સમય પહેલાં જ થઈ ચૂક્યું હતું.

પરિવાર ના બંને ભાઈઓ એકબીજા સાથે હળી મળીને રહેતા હતા. હા નાની-મોટી તકરારો જે દરેક પરિવારમાં થતી હોય છે, તેવી તકરાર આ પરિવારમાં પણ થતી પરંતુ અંતે બધા ભેગા મળીને જ રહેતા.

સમાજમાં પણ આ પરિવારની આબરૂ ની ચર્ચા થતી કારણ કે બન્ને ભાઈઓ એકબીજા સાથે હળીમળીને રહેતા અને ધંધામાં પણ એકબીજાનો વાંધો કાઢ્યા વગર સાથે જ એક મત ધરાવતા.

પરંતુ કહેવાય છે કે સમયને બદલતા વાર નથી લાગતી એવું જ કંઈક આ પરિવારમાં પણ થયું, અચાનક એક દિવસ એ ઘરની બહાર એક નોટિસ આપવી એ નોટિસ મોટાભાઈ ની પત્ની એ બહાર થી લઈને તેના પતિને આપી.

મોટાભાઈ એ નોટિસ વાંચી તો તે આશ્ચર્યચકિત થઇ ગયો, કારણકે આ નોટિસ બીજું કોઈ નહીં તેના નાના ભાઈએ જ મોકલાવી હતી.

કોઈ legal કારણોસર કેસ થયો અને બન્ને ભાઇ વચ્ચે કોર્ટ કેસ ચાલુ થઈ ગયો, જ્યારે પણ કોર્ટ ની તારીખ આવતી અને ઘરેથી કોર્ટે જવાનું થતું ત્યારે બંને ભાઈ એક જ બાઇક પર બેસીને કોર્ટમાં જતા.

હા થોડું સાંભળવામાં નવીન લાગશે પરંતુ મોટાભાઈનું માનવું એવું હતું કે ભલે તેની અને તેના નાના ભાઈ ની વચ્ચે મતભેદ છે, પરંતુ મોટાભાઈના મનમાં કોઈ મનભેદ નથી. એટલે તે નાના ભાઈને સમજાવતો કે આપણે મનભેદ ન હોવાને કારણે એક જ બાઇક પર બેસીને જઈએ જેથી ગામમાં ખબર ન પડે કે આપણે બે ભાઈ બોલતા નથી.

નાનો ભાઈ તે માની ગયો પરંતુ સાથે સાથે કહ્યું ભલે ઠીક છે મોટાભાઈ તમે કહો તેમ, પરંતુ હા આ કેસ તો હું જ જીતવાનો છું. મોટાભાઇએ કહ્યું ભલે તું જીતી જતો. મનોમન તે પણ વિચારી રહ્યા હતા કે તેનો નાનો ભાઈ તો આવું કરીશ ન શકે ખબર નહીં તેણે આવું પગલું કેમ ભર્યું હશે!

પછી તો કોર્ટ ની તારીખ આવે એટલે સમયસર બન્ને ભાઈઓ એક જ બાઈક પર બેસી અને કોર્ટમાં જતા.

લગભગ ત્રણેક મહિના પછી એક દિવસ તેઓ કોર્ટમાં જઈ રહ્યા હતા ત્યાં જઈને કોર્ટની કાર્યવાહી પતાવી અને બહાર નીકળ્યા તો મોટાભાઈને કોઈનો ફોન આવ્યો એટલે તે સાઈડમાં ઊભા રહીને ફોન માં વાત કરવા લાગ્યા.

અચાનક તેનું ધ્યાન તેના નાના ભાઈ પર પડ્યું જે જમીન પર આમતેમ કંઈક શોધી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. એટલે ફોન સાઇડ પર રાખીને તેણે પૂછ્યું ભાઈ શું શોધી રહ્યો છે?

એટલે તેના નાના ભાઈ એ તને જવાબ આપ્યો કેમ એ કોર્ટમાં જતી વખતે અહીં મારા ચપ્પલ કાઢ્યા હતા, પરંતુ અત્યારે આવી ને શોધી રહ્યો છું તે મળી રહ્યા નથી.

એટલે આજુબાજુ માં જોઈ રહ્યો છું કે ક્યાંક આડા અવળા થઈ નથી ગયા ને. મોટાભાઈ એ પોતાનો ફોન સાઈડ પર રાખ્યો હતો તે ફોનમાં કહ્યું હું તમને થોડીવારમાં ફોન કરું છું એમ કહીને તે ફોન કાપી નાખ્યો.

પછી નાના ભાઈ ની નજીક આવ્યો અને તેને કહ્યું હું બાઈક પાર્ક કરવા ગયો અને ફરી પાછો આવ્યો ત્યારે તું કોર્ટમાં અંદર જતો રહ્યો હતો. તારા ચપ્પલ અહીં જ પડયા હતા. એટલે મેં તારા ચપ્પલ પહેલા વૃક્ષના છાંયડે રાખ્યા છે. કારણકે તડકો ખૂબ જ હતો એટલે મને થયુ કે ઘરે જતી વખતે ચપ્પલ પહેરીશ ત્યારે તારા પગ ખૂબ જ મળવા લાગશે, એટલે મેં જઈને તેને વૃક્ષના છાંયે રાખી દીધા હતા.

ખબર નહીં એ ક્ષણે નાના ભાઇના મગજમાં શું થઈ ગયું પરંતુ તેના હાથમાં જે કોર્ટ કેસના કાગળ વાળી ફાઈલ હતી તે ફાઇલ માંથી કાગળ કાઢીને બધા કાગળ તેના મોટાભાઈની સમક્ષ ફાડી નાખ્યા, અને ત્યાં બાજુમાં રહેલી ડસ્ટબીનમાં બધા કાગળ ફેંકી દીધા.

પછી તરત જ જઈને મોટાભાઈને તે ભેટી પડ્યો અને તે ધીમા અવાજે કહેવા લાગ્યો ભાઈ મને તું માફ કરી દેજે કારણકે હું બીજા ના કહેવાથી કોર્ટમાં મારા મોટાભાઈ સામે લડવા તૈયાર થઇ ગયો હતો. પણ આજે મને ખબર પડી ગઈ કે જે ભાઈ મારા પગ નો બળવા દે, જે ભાઈ મારા વિષે આટલું વિચારતો હોય મારું આટલું ધ્યાન રાખતો હોય તે કોઈ દિવસ મારા વિશે ખરાબ બોલી પણ ન શકે અને ખરાબ વિચારી પણ ન શકે.

દુનિયા ગમે તેમ કહે છે પરંતુ આખરે ભાઈ તે ભાઈ હોય છે, એ પછી સગો ભાઈ હોય કે પછી કાકા બાપા નો દીકરો .

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરી ને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

error: Content is Protected!