બાપુજીએ પૂછ્યું સૌથી શક્તિશાળી માણસ કોણ છે? તો દિકરાએ એવો જવાબ આપ્યો કે બાપુજીના આંખમાંથી…

એક પિતાએ તેના દિકરાને ભણાવી ગણાવીને મોટો કર્યો દીકરો પણ ભણવામાં પહેલેથી જ ખૂબ જ હોશિયાર હતો એટલે દર વખતે સારા માર્ક્સ લઈ આવીને પાસ થઈ જતો.

દીકરાનું પણ ભણવામાં મન હોવાથી પિતાએ ગમે તેવી પરિસ્થિતિ હોવા છતાં દીકરાને ભણવાની ક્યારેય ના નહોતી કહી. દીકરો ભણી-ગણીને મોટો અધિકારી થઈ ગયો.

એક દિવસની વાત છે પોતાના મોટા એવા અધિકારી થઈ ગયેલા દીકરા પાસે પિતા મળવા ગયા હતા. પિતાની પણ હવે ઉંમર થઈ ગઈ હતી એટલે ચહેરા ઉપર ઘડપણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

દીકરાની ચેમ્બર માં જઈને અચાનક જ દીકરા ના ખભા પર હાથ મૂકીને કેમ છો બેટા એમ કહે છે, ઘણા સમયે દીકરાને મળી રહ્યા હતા કારણ કે દીકરાની બદલી નવા શહેરમાં થયા પછી ઘણા સમય સુધી દીકરાને મળ્યા ન હતા.

ખભા પર હાથ મૂક્યો એટલે દીકરો તરત જ એ ઉભો થઈ ગયો પિતાજી ને પગે લાગ્યો અને બાપુજી પણ દીકરાનું વર્તન જોઇને રાજી થઈ ગયા.

બાપુજીએ દીકરાને એક સવાલ પૂછ્યો તેને પૂછ્યું આ દુનિયામાં સૌથી વધારે શક્તિશાળી માણસ કોણ છે?

બાપુજીને તરત જ તેના દીકરાએ થોડું હસીને જવાબ આપ્યો મારા સિવાય કોણ હોય બાપુજી?

તેના પિતાને આ જવાબની આશા ન હતી, તેને તેના હૃદયના ખૂણામાં ક્યાંક એવો વિશ્વાસ હતો કે તેનો દીકરો ગર્વથી કહેશે કે પિતાજી તમે જ આ દુનિયાના સૌથી શક્તિશાળી માણસ છો, કારણકે દીકરો અત્યારે જે પણ કાંઈ જગ્યાએ ઊભો હતો તેમાં તેને યોગ્ય બનાવવામાં સૌથી મોટો ફાળો તેના પિતાનો જ હતો.

દીકરા તરફથી આવો જવાબ મળ્યો એટલે પિતા ભાવુક થઈ ગયા, ચેમ્બરમાંથી બહાર નીકળી રહ્યા હતા ખબર નહીં શું કામ પરંતુ ફરી પાછા એ પાછા ફર્યા અને દીકરો ત્યાં ટેબલ પાસે જ ઉભો હતો તેને દીકરા ને ફરી પાછું પૂછ્યું દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ કોણ છે?

દીકરા એ ફરી પાછો જવાબ આપ્યો બાપુજી દુનિયાના સૌથી શક્તિશાળી માણસ તમે છો.

પિતા દીકરાનો આવો જવાબ સાંભળીને પહેલા તો આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે થોડા જ સમય પહેલા દીકરાએ બિલકુલ અલગ જવાબ આપ્યો હતો અને હવે તેને ફરી પાછો બીજો જવાબ આપ્યો તેને દીકરા ને પૂછ્યું હમણાં જ તો તે મને એમ કહ્યું હતું કે શક્તિશાળી માણસ તું છો અને હવે હું શક્તિશાળી થઈ ગયો?

દીકરો પિતાની નજીક આવ્યો તેનો હાથ પકડીને પોતાના ચેમ્બરમાં ફરી પાછો લઈ ગયો અને ખુરશી પર બેસાડ્યા પછી થોડું હસીને તેને જવાબ આપ્યો બાપુજી તમે પહેલી વખત જ્યારે મને સવાલ પૂછ્યો ત્યારે તમારો હાથ મારા ખભા પર હતો, અને જે દીકરા ના ખભા પર અથવા તેના માથા પર તેના પિતાજી નો હાથ હોય તે દીકરો આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ જ કહેવાય ને…? બોલો તમે જ કહો?

બાપુજીએ દીકરાના મોઢેથી આવો જવાબ સાંભળ્યું એટલે તેની આંખમાંથી આંસુ ને રોકી ન શક્યા ખૂબ જ ભાવુક થઈ ગયા અને ઉભા થઈને દીકરાને ભેટી પડ્યા.

કોઈએ કેવું સરસ લખ્યું છે, વાંચીને દરેક લોકો જોડે શેર પણ કરજો.

જે પિતા ને પગે લાગે છે તે ક્યારેય ગરીબ નથી હોતો, જે માતાને પગે લાગે છે તે ક્યારેય બદનસીબ નથી હોતો. જે મોટાભાઈ ને પગે લાગે છે તે ક્યારેક ગમગીન નથી થતો જે બહેન ને પગે લાગે છે તે ક્યારેય ચરિત્રહીન નથી હોતો અને જે ગુરુ ને પગે લાગે છે તેના જેવો કોઈ ભાગ્યશાળી નથી હોતો.

આપણે સારા દેખાવા માટે નથી જીવવાનું પરંતુ સારા બનવા માટે જીવવાનું છે. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરી ને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

error: Content is Protected!