બન્ને માણસે એક જ સરખી વાત કરી પરંતુ એક ને સજા મળી ને બીજાને ન મળી, કારણ કે...
એક રાજા ને રાત્રે સુતા હતા ત્યારે એક સપનું આવ્યું જેમાં રાજા એ જોયું કે તેના મોઢામાં ના દાંત આગળ નો એક દાંત મૂકી ને બધા દાંત પડી ગયા છે. અને મોઢા માં આગળ નો એક દાંત જ બચ્યો છે.
બીજા દિવસે દરબાર ભરાયો ત્યારે રાજા એ દરબાર માં જાહેરાત કરી કે મને આવેલા સપના નો અર્થ સમજાવી શકે તેવો કોઈ જ્ઞાની વ્યક્તિ ને બોલાવી અને મને આવેલા સપના નું રહસ્ય સમજવામાં આવે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
રાજ્ય માં ઢંઢેરો પીટવામાં આવ્યો કે જે વિદ્વાન કે જ્ઞાની માણસ રાજા ને આવેલા સપના નો અર્થ સમજાવશે તેને રાજા તરફથી ઇનામ આપવામાં આવશે.
દરબાર માં ઘણા લોકો આવ્યા પરંતુ તેમાંથી કોઈ વ્યક્તિ રાજા ને સંતોષ થઇ તેવો જવાબ આપી શક્યા નહિ બે દિવસ પછી એક જ્ઞાની વ્યક્તિ રાજા ના દરબાર માં આવ્યો અને રાજા ને કહ્યું કે હું આપને આવેલા સપના નો અર્થ સમજાવીશ.
એટલે રાજાએ તેને આવેલા સપના ની વિગતવાર વાત કરી અને કહ્યું કે મને આવેલા આ સપના નો અર્થ મને સમજાવો અને આતુરતા થી તે વ્યક્તિ ના જવાબ ની રાજા રાહ જોવા લાગ્યા.
થોડીવાર પછી આવેલા જ્ઞાની માણસે રાજા ને કહ્યું કે આપને બહુ બેકાર સપનું આવ્યું છે અને તેનો અર્થ એ થાય છે એમ કહી અને રાજા ને કહેવા લાગ્યો કે તમારી નજર સામે જ તમારો આખો પરિવાર ખતમ થઇ જશે.
અને બધા ના મૃત્યુ પછી તમારું મૃત્યુ થશે. આ વાત સાંભળતા જ રાજા ને ગુસ્સો આવ્યો અને હુકમ કર્યો કે આ જ્ઞાની માણસ ને પકડી અને જેલમાં પુરી આપો.
બીજા દિવસે બીજો એક જ્ઞાની વ્યક્તિ રાજા ની સામે આવે છે અને કહે છે કે મને આપ વિગતવાર સપના ની વાત કહો અને હું આપને આવેલા સપના નો સાચો અર્થ જણાવીશ.
એટલે રાજાએ તેને વિગતવાર સપના ની વાત કહી અને જ્ઞાની માણસ ના જવાબ ની રાહ જોવા લાગ્યા તે જ્ઞાની માણસે થોડી વાર વિચાર કરી અને રાજા ને જવાબ આપ્યો કે રાજાજી આપને તો બહુ જ સારું સપનું આવ્યું છે.
અને તમારા બધા પ્રજાજનો ઉપર ભગવાન ની દયા છે કે આપના જેવા ધાર્મિક પુણ્યશાળી આત્મા અને પ્રજાપાલક રાજા ને ભગવાને લાંબુ આયુષ્ય આપ્યું છે.
અને રાજા આપના પરિવાર માં પણ બધા સભ્યો થી પણ લાંબુ આયુષ્ય મળ્યું છે અને આ રાજ્ય નું પણ સૌભાગ્ય છે કે આપના જેવા રાજા વર્ષો સુધી રાજ કરશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
પોતાના આવેલા સપના નો અર્થ સાંભળીને રાજા ખુશ ખુશ થઈ ગયા અને તે જ્ઞાની માણસ નું સન્માન કરી અને અઢળક ધન ભેટ માં આપ્યું રાજા ની પાસે આવેલા બંને જ્ઞાની માણસે રાજા ને તેને આવેલા સપના નો અર્થ એક જ કહ્યો હતો.
પણ બંને ની વચ્ચે બોલવાની રીતભાત નો ફરક હતો જેનાથી કરીને રાજા એ પહેલા આવેલા જ્ઞાની માણસ ને જેલમાં પૂરી દીધો અને બીજા જ્ઞાની માણસ ને સન્માન અને ભેટ માં અઢળક ધન મળ્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
માણસ જ્ઞાની કે વિદ્વાન હોવા છતાં પણ બોલવામાં જો ધ્યાન રાખવામાં નથી આવતું તેનું પરિણામ શું આવે તે વાત ની ગંભીરતા અહીંયા આપણે સમજી શકીએ છીએ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.