બધા કામ પડતા મૂકીને પહેલા આ વાંચી લેજો, જિંદગીની બધી તકલીફો દૂર થઈ જશે…

આપણે કોઈ પણ કામ કરીએ ત્યારે તેના ફળ સ્વરૂપે આપણને કશું મળે તેવી આશા રાખતા હોઈએ છીએ. બધા કામ પોતાની રીતે અલગ અલગ હોય છે જેમ કે અમુક કામમાં આપણને ફળ તરત મળી જાય છે તો અમુક માં મોડું મળતું હોય છે. જ્યારે અમુક કાર્ય કર્યા પછી વર્ષો પછી તેનું ફળ મળે છે.

પણ અમુક કામ એવા હોય છે જેમાં બે પાંચ કે દસ વર્ષ સુધી મહેનત કરવી પડે છે ત્યાર પછી તેનું વળતર મળે છે. અને તે જો સાચવી ને કરવામાં આવે તો પેઢીઓ સુધી ચાલે છે અને કયારેક ફળ મળતું નથી જેથી માણસ નિરાશ થઈ જાય છે અને જીવન માં હતાશા આવી જાય છે પરંતુ તેવી પરિસ્થિતિ માં પણ ફરી કામે લાગી જનાર ને સારું પરિણામ ઝડપ થી મળે છે કારણ કે જે પણ હેતુ સિદ્ધ નથી થયો પણ અનુભવ તો થયો છે અને અનુભવ ની કિંમત કોઈ પણ વળતર કરતા વધારે છે.

એક ગરીબ ઘર માં એક છોકરા નો જન્મ થાય છે. જયારે એક મહિના ની ઉમર હતી ત્યારે ભગવાન તેને સપના માં આવે છે અને કહે છે કે તારે જંગલ માં જય ને તપ કરવા નું છે. હવે એક મહિના ના છોકરા ને આ બધું યાદ રહે નહિ. અને આમ ને આમ તે પંદર વર્ષનો થઇ ગયો ત્યારે ભગવાન ફરી થી સપના માં આવી અને કહ્યું કે તારે તો જંગલ માં તપ કરવા જવાનું છે, હવે તું મોટો પણ થઇ ગયો અહીંયા હવે તારું કોઈ કામ નથી.

તેને પણ આધ્યાત્મમાં રૂચિ હોવાથી બીજા જ દિવસે તે છોકરો સાધુ બની ગયો અને જંગલ માં તપ કરવા લાગ્યો. જંગલ માં છોકરા એ અખંડ ધૂન ચાલુ કરી દીધી. થોડા સમય માં આજુ બાજુ ના ગામ વાળને ખબર પડી કે કોઈ સંત કે જે નાની ઉમરના છે.

અને જંગલ માં ધૂન કરે છે. એટલે સાંજ પડ્યે આજુ બાજુ ના ગામ લોકો પણ ધૂન માં આવતા અને થોડા સમય માં એક નાનું મંદિર અને સંત માટે એક ઓરડી બનાવી આપી. આમ ને આમ જગ્યા નો વિસ્તાર વધવા લાગ્યો અને લોકોની અવરજવર પણ વધી ગઈ.

એમ ને એમ બીજા સાધુ સંતો પણ એક ગામ થી બીજા ગામ જતા તે રસ્તા માં અહીંયા રોકાઈ ને પછી જતા રાજા ના દિવસો માં માણસો પણ ખુબ આવતા અને ધૂન કરતા અને પછી સાંજે આરતી પછી બંને પ્રસાદ અપાય પછી જ જવાનું.

આમ ને આમ એ સંત ને ત્યાં પચાસ વર્ષ થઇ ગયા પચાસ વર્ષથી ત્યાં અંખડ ધુન ચાલુ હતી અને આજે રાજા હોવાથી આજુ બાજુ ના ગામ લોકો પણ ધૂન કરતા હતા ત્યાં જ એકદમ જોરથી આકાશવાણી થઈ કે હે સંત તે જે પચાસ વર્ષ થી તપ કર્યું અને અખંડ ધૂન કરી તે ભગવાને સ્વીકાર કર્યું નથી. ત્યારે ત્યાં હાજર સંતો અને ગામ લોકો સ્તબ્ધ થઈ ગયા. અને દુઃખી થઈ ગયા કે પચાસ વર્ષથી અખંડ ધૂન કરી અને એક પણ દિવસ ની ધૂન સ્વીકાર થઈ નહિ.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel