અતિ સુંદર નર્તકી એ રાજા ને કહ્યું કે મારે તમને એક સવાલ પૂછવો છે, પણ એક શરતે...

એક રાજા ના દરબાર માં એક અતિ સુંદર અને રૂપવાન નર્તકી રાજા નું દિલ બહેલાવવા માટે નૃત્ય કરી રહી હતી, પરંતુ નર્તકી જેટલી સ્વરૂપવાન હતી રાજા એટલો જ કદરૂપી હતો.

ત્યારે તે નર્તકી એ રાજા ને કહ્યું કે મારે તમને એક સવાલ પૂછવો છે, પણ તમે ખોટું લગાડી ને મને સજા આપો તો મારે કઈ પૂછવું નથી. ત્યારે રાજા એ વચન આપ્યું કે હું તને કોઈ સજા નહિ આપું, તારે જે સવાલ પૂછવો હોય તે પૂછી શકે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

નર્તકી એ રાજા ને પૂછ્યું કે જ્યારે ઈશ્વર બધા ને રૂપ વહેંચી રહ્યા હતા ત્યારે તમે ક્યાં ચાલ્યા ગયા હતા ? એટલે રાજા મનમાં અને મનમાં હસવા લાગ્યા.

અને તરત જ તે નર્તકી ને જવાબ આપ્યો કે જ્યારે ઈશ્વર રૂપ વહેંચી રહ્યા હતા ત્યારે જ સાથે સાથે નસીબ પણ વહેંચી રહ્યા હતા તું જ્યારે રૂપ લેવા માટે લાઈનમાં ઉભી હતી.

ત્યારે હું ઈશ્વર પાસે નસીબ લેવા માટે લાઇનમાં ઉભો હતો અને પરિણામે મારી પાસે રૂપ નથી પણ નસીબ મારી પાસે છે અને એટલે જ તારા જેવી સુંદર રૂપ વાળી અનેક નર્તકી મારા રાજ દરબાર માં આવી અને નૃત્ય કરી રહી છે.

એટલે જ કહેવાય છે કે રૂપ તો આજે છે અને કાલે ચાલ્યું જવાનું છે અને રૂપ વાળા નસીબ વાળા ને ત્યાં નોકરી કરતા હોય છે જે ભાગ્ય માં છે તે ગમે ત્યાં થી આપણી પાસે આવવાનું છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

સાથે કર્મ પણ જરૂરી છે જ અને જે ભાગ્ય માં નથી તે આવશે તો પણ પાછું ચાલ્યું જવાનું છે. આ દુનિયા માં બધી ચીજ વસ્તુ આપણે ખરીદી શકીએ છીએ કારણ કે અહીંયા બધું વેચાય છે.

અને વેચવાવાળા હવા ને પણ ફુગ્ગા માં ભરી ને વેંચી આપે છે સત્ય પણ વેચાય છે અને જૂઠ પણ વેચાય છે દુનિયા માં જમીન કરતા ત્રણ ગણી જગ્યા માં પાણી છે તો પણ પાણી ને બોટલ માં ભરી અને વેચવા વાળા પણ છે જ.

ક્યારેય ફૂલો ની જેમ જીવવું નહિ જે દિવસે ખીલે છે તે જ દિવસે મુરઝાઈ જાય છે જીવવું હોય તો પથ્થર ની જેમ જીવવું જે દિવસે કોઈ કારીગર પથ્થર ની મૂર્તિ બનાવે તે દિવસે ભગવાન બની જશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team