અઠવાડિયું રોકાયા પછી પિયરમાંથી પાછી જઈ રહેલી દીકરીને તેની માતાએ 5000 રૂપિયા આપ્યા તો દીકરીએ તેની માતાને કહ્યું…

નંદિની ઘણી સમજદાર હતી એટલે તરત જ તેને તેની માતાને રૂપિયા પાછા આપતા કહ્યું પણ મમ્મી તમારી પાસે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી? તમે કંઈ નોકરી તો થોડી કરો છો, અને આમ પણ હમણાં જ ભાઈને બાળકોની ફી ભરવાની છે તો આ પૈસા એમને જ આપી દો એમને થોડી મદદ થઈ જશે. મારા કરતા આ પૈસાની વધારે જરૂર મોટાભાઈને છે.

તેની માતાએ તેને જવાબ આપતા કહ્યું ના બેટા, તારા પપ્પા મને ગરીબ છોડીને નથી ગયા. આ લે આ રૂપિયા રાખી લે…

એવું કહીને ફરી પાછા રૂપિયા તેને તેની દીકરીને પરાણે આપી દીધા અને તરત જ પોતાના રૂમમાં જતા રહ્યા.

હાથમાં રૂપિયાનું બંડલ જોઈને તરત જ નંદિનીને થોડા દિવસ પહેલા આવેલો શીતલ ભાભી નો ફોન યાદ આવ્યો. તે ખૂબ જ મુશ્કેલીમાં હતા અને ફોનમાં કહ્યું હતું કે મોટાભાઈને મળેલો પગાર ઘરમાં રાખ્યો હતો અને અચાનક જ તેમાંથી પાંચ હજાર રૂપિયા ગાયબ થઇ ગયા હતા.

નંદિની ને સમજતા વાર ન લાગી કે શું બન્યું હશે, થોડા સમય સુધી તે ત્યાં જ ઉભી રહી પછી હસવા લાગી. ત્યાં રસોડામાંથી શીતલ ભાભી ચા લઈને આવ્યા અને કહ્યું નંદિની બહેન, મમ્મી ક્યાં ચાલ્યા ગયા?

એટલે નંદિની રૂમ તરફ ઈશારો કરીને કહ્યું કે મમ્મી રૂમ માં ગયા છે. પછી તેને ભાભીને કહ્યું ચલો હું નીકળું છું હવે અને આ પૈસા મને હમણાં જ અહીં ગાદલા નીચેથી મળ્યા છે. હું મારા થેલા કાઢવા માટે નીચે વળી ત્યારે મારું ધ્યાન પડયું હતું આ કદાચ એ જ રૂપિયા છે. જે તમે મને ફોનમાં જણાવ્યું હતું.

શીતલ ભાભી કશું બોલી ન શક્યા તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી કારણકે રસોડામાં તેની સાસુ અને નણંદ વચ્ચેની વાતચીત તેને સાંભળી લીધી હતી. તરત જ શીતલ નંદિનીને ભેટી પડી અને તેના કાનમાં કહ્યું તું મારી સૌથી મોટી દીકરી છો.

બંને નણંદ ભાભી હસવા લાગ્યા, એવામાં રૂમ માંથી અવાજ આવ્યો શીતલ વહુ, મારી ચા થઈ ગઈ છે કે નહીં? ભાભી રૂમમાં તેના સાસુ ને ચા આપવા ગયા અને નંદિની પણ તેના પિયરમાંથી સાસરીમાં હસતા હસતા જવા લાગી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપશો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel