આપણે બીજાને જે પણ કંઈ આપીએ છીએ તે અનેક ગણું આપણી પાસે પાછું આવે છે, વાંચો આ સ્ટોરી…

રાજા સવાર સવાર ના તેની ગૌશાળા માં ચક્કર લગાવવા જય રહ્યા હતા ત્યારે એક સાધુ ભિક્ષા માંગવા માટે રાજા પાસે આવ્યા સવાર સવાર ના રાજા પાસે ભિક્ષા માગતા રાજા એકદમ ગુસ્સે થયા.

અને રાજા એ સાધુ ના દાનપાત્રમાં ગાય નો પોદળો ઉઠાવી ને નાખી દીધો સાધુ એકદમ શાંત સ્વભાવ ના હોવાથી તે મળેલી ભિક્ષા લઇ ને ત્યાંથી ચાલતા થયા અને પોતે જંગલ માં ઝૂંપડી બનાવીને રહેતા હતા.

ત્યાં પોતાની ઝૂંપડી ની બહાર ભિક્ષા માં મળેલ ગાય નો પોદળો નાખી દીધો થોડા દિવસ પછી બન્યું એવું કે રાજા શિકાર કરવા માટે નીકળ્યા હતા અને તે સાધુ ની ઝૂંપડી પાસે પહોંચ્યા.

ત્યારે રાજા એ જોયું કે ઝૂંપડી ની પાસે કોઈ ગાય નથી તો આ પોદળા નો ઢગલો અહીંયા કેવી રીતે બન્યો રાજા એ ઝૂંપડી માં જઈ ને સાધુ ને પૂછ્યું કે અહીંયા કોઈ ગાય નથી.

તો પછી આ પોદળા નો આવડો મોટો ઢગલો ક્યાંથી આવ્યો ?ત્યારે સાધુ એ રાજા ને કહ્યું કે આ ગાય નો પોદળો મને એક રાજા એ ભિક્ષા માં આપેલો છે ખાવા માટે હવે સમય આવ્યે તે રાજા એ જ આ પોદળો ખાવો પડશે.

સાધુ ની આ વાત સાંભળી ને રાજા ને યાદ આવી ગયું કે આ પોદળો તો મારા દ્વારા જ એક સાધુ ને અપાયો છે અને આ તે જ સાધુ છે ત્યારે રાજા એ સાધુ ના પગે પડી અને માફી માંગતા માંગતા કરગરવા લાગ્યા કે મને મારા અભિમાન માં આવી અને કરેલા કર્મ માંથી છોડાવો.

અને સાધુ ને કહ્યું કે મેં તો તમને એક ગાય નો પોદળો જ આપ્યો હતો અને અહીંયા તો એક મોટો ઢગલો પડ્યો છે ત્યારે સાધુ એ જવાબ આપતા કહ્યું કે આપણે જ્યારે બીજાને જે પણ આપીયે છીએ.

તે દિવસે અને દિવસે વધતું જાય છે અને અંતે સમય આવતા તે આપણી પાસે જ પાછું આવે છે અને તે કારણે જ તમે આપેલા એક પોદળા નો આજે મોટો ઢગલો થઈ ગયો છે.

આ વાત સાંભળી ને રાજા ની આંખ માં આંસુ આવી ગયા અને તે સાધુ ને વિનંતી કરવા લાગ્યા કે મને માફ કરી દયો હવે પછી હું જીવનભર આવી ભૂલ નહિ કરું અને મને કોઈ ઉપાય બતાવો જેથી કરીને મારા આ દુષ્ટ કર્મ નું પ્રાયશ્ચિત કરી શકું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel