આપણા વડીલો શું કામ ભણવાની સાથે ગણવાની પણ ચર્ચા કરતા રહેતા? એ સમજાવતો આ એક પ્રસંગ તમારા દિલને…

અત્યારના સમયની વાત કરીએ તો એવો સમય ચાલી રહ્યો છે કે દુનિયામાં કોઈ પણ વધુ ભણેલો માણસ હોય તે પોતાને એટલો બધો હોશિયાર અને શાણો સમજવા લાગ્યો છે કે એની આજુબાજુ માં લોકો એનાથી ઓછું ભણેલો માણસ આવી જાય તો તે માણસ તેનું અપમાન કરવામાં જરા પણ ખચકાટ અનુભવતો નથી.

વાત ઘણા વર્ષો પહેલાની છે. લાલ બહાદુર શાસ્ત્રીજી ની જિંદગી માં એક એવો પ્રસંગ બન્યો હતો જે હાલ સુધી દરેક લોકોને પ્રેરણા આપી રહ્યો છે.

લાલ બહાદુર શાસ્ત્રીજી ના જીવન વિશે વાંચ્યું હશે તો ખબર હશે કે શાસ્ત્રીજી કાયમ સામાન્ય જીવન જીવવા માગતા હતા અને તેમનું જીવનધોરણ એકદમ સાધારણ પણ હતું.

આ બધું કદાચ તમે શાસ્ત્રીજીના જીવન વિશે વાંચ્યું હશે પરંતુ એક પ્રસંગ એવો બન્યો હતો જે લગભગ તમે ક્યાંય વાંચ્યું નહીં હોય, આ પ્રસંગે ઈન્ટરનેટ ઉપર પણ એટલો બધો પ્રચલિત થયો નથી પરંતુ ખૂબ જ પ્રેરણાદાયક પ્રસંગ છે.

જ્યારે પણ શાસ્ત્રીજી પોતાનું કામ કરી રહ્યા હોય ત્યારે તે આજુબાજુ લોકો રહેતા હોય તેની સલાહ લેતા, અને ત્યાં સુધી કે શાસ્ત્રીજી નો નોકર હોય અથવા પછી તેઓના કોઈ સહયોગી હોય તો પણ તેઓ કોઇની સલાહ લેવાનું ચૂકતા નહીં.

અને તેનો આવો સ્વભાવ ઘણા લોકોને વિચારવા પર મજબૂર કરી દે’તો કે ભારત આવડો મોટો દેશ અને જે ભારત દેશ પાસે પોતાના સલાહકાર આટલા બધા છે તેમ છતાં શાસ્ત્રીજી સામાન્ય કહી શકાય તેવા માણસો પાસેથી શું કામ સલાહ લેતા હોય છે?

એક દિવસ શાસ્ત્રીજી પાસે કોઈ આવ્યું અને તેની સમક્ષ મોટો મુદ્દો રજૂ કર્યો, આ મુદ્દો ખૂબ જ મોટો હોવા છતાં શાસ્ત્રીજી એ કોઈની સલાહ લીધી. આ બધું જોઇને એક એડવાઈઝર બોલ્યા કે સાહેબ તમે એક વાત જણાવો, તમે દેશ-વિદેશના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા હોવ છો તેમ છતાં તમે એક નોકર ને પૂછી લો છો? આ નોકર, જે વધુ ભણેલ પણ નથી તે તમને શું સલાહ આપી શકે.

સલાહકારના મોડેથી આવું સાંભળ્યું એટલે શાસ્ત્રીજી હસવા લાગ્યા હસી અને તેને સહજતાથી જવાબ આપતા કહ્યું હું તને એક નાનકડો પ્રસંગ સંભળાવું છું તમે એ સાંભળીને બધું સમજી જશો. તમારા મનના બધા પ્રશ્નો દૂર થઈ જશે.

આ એક ન્યુટન સાથે બનેલી સત્ય ઘટના છે જેના મગજ અને બુદ્ધિની હાલની તારીખમાં પણ કદર થાય છે અને લોકો તેના વખાણ કરવામાં પણ થાકતા નથી. ન્યુટન પાસે એક બિલાડી હતી એ બિલાડી એ બે બચ્ચાને જન્મ આપ્યા. હવે સમસ્યા એ ઉભી થઇ કે બિલાડી તેમજ બચાવો અને જ્યારે બહાર જવું હોય ત્યારે તેઓ દરવાજા પાસે આવી અને એકદમ ઉછળકૂદ કરવા લાગતા.

આથી એક દિવસ ન્યૂટનને પોતાના નોકરને બોલાવ્યો અને તેના સૂચના આપવામાં આવી કે આ દરવાજામાં બે છેદ કરી દો, જેમાંથી એક મોટો છેદ કરજો જેથી બિલાડી નીકળી શકે અને એક નાનો છેદ કરજો જેથી તેના બચ્ચા નીકળી શકે.

આ સાંભળ્યું એટલે તે નોકર તરત જ બોલી ઉઠ્યો કે આપણે પણ બે છેદ કરવાની જરૂરત નથી. જો એક મોટો છે કરવામાં આવે તો તેમાંથી બિલાડી પણ નીકળી જાય અને એવી જ રીતે તેના બચ્ચાઓ પણ નીકળી જાય. પોતાના નોકર ના મોઢે આવું સાંભળી રહ્યું એટલે ન્યુટન તેની સામું જોતા રહી ગયા.

ન્યુટન વિચારવા લાગ્યા કે આ ખુબ જ સાચી વાત છે તો આ વાત તેના મગજમાં પહેલા કેમ આવી નહીં?

બસ આટલી વાત કરીને શાસ્ત્રીજીએ પણ સલાહકાર સામે જોયું, અને સલાહકારના ચહેરાના હાવભાવ ઉપરથી ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે સલાહકાર બધું સમજી ગયા હતા.

ભલે આ નાનકડો એવો પ્રસંગ ન્યુટન સાથે બન્યો હશે પરંતુ આપણે બધાએ તેમાંથી શીખવાની જરૂર છે કે દરેક માણસમાં પોતાની અંદર એવા ગુણ રહેલા જ હોય છે જેનાથી તે કંઈ પણ કરી શકવા માટે નું સામર્થ્ય ધરાવે છે. આથી કોઇપણ માણસ આપણી સામે હોય તો તેને ઓછો આંકવાની ભૂલ ક્યારેય ન કરવી જોઇએ.

જો તમને આ પ્રેરણાદાયક પ્રસંગ માંથી કંઈ શીખવા મળ્યું હોય તો દરેક મિત્રો જોડે શેર કરજો અને કોમેન્ટમાં આ સ્ટોરી ને લઇને પ્રતિભાવ પણ આપજો.

error: Content is Protected!