જ્યારે એક સામાન્ય નોકરને એવો વિચાર આવ્યો જે ન્યુટન જેવા વૈજ્ઞાનીક ને પણ ન આવ્યો…

આ એક ન્યુટન સાથે બનેલી સત્ય ઘટના છે જેના મગજ અને બુદ્ધિની હાલની તારીખમાં પણ કદર થાય છે અને લોકો તેના વખાણ કરવામાં પણ થાકતા નથી. ન્યુટન પાસે એક બિલાડી હતી એ બિલાડી એ બે બચ્ચાને જન્મ આપ્યા. હવે સમસ્યા એ ઉભી થઇ કે બિલાડી તેમજ બચાવો અને જ્યારે બહાર જવું હોય ત્યારે તેઓ દરવાજા પાસે આવી અને એકદમ ઉછળકૂદ કરવા લાગતા.

આથી એક દિવસ ન્યૂટનને પોતાના નોકરને બોલાવ્યો અને તેના સૂચના આપવામાં આવી કે આ દરવાજામાં બે છેદ કરી દો, જેમાંથી એક મોટો છેદ કરજો જેથી બિલાડી નીકળી શકે અને એક નાનો છેદ કરજો જેથી તેના બચ્ચા નીકળી શકે.

આ સાંભળ્યું એટલે તે નોકર તરત જ બોલી ઉઠ્યો કે આપણે પણ બે છેદ કરવાની જરૂરત નથી. જો એક મોટો છેદ કરવામાં આવે તો તેમાંથી બિલાડી પણ નીકળી જાય અને એવી જ રીતે તેના નાના બચ્ચાઓ પણ નીકળી જાય. પોતાના નોકર ના મોઢે આવું સાંભળી રહ્યું એટલે ન્યુટન તેની સામું જોતા રહી ગયા.

ન્યુટન વિચારવા લાગ્યા કે આ ખુબ જ સાચી વાત છે તો આ વાત તેના મગજમાં પહેલા કેમ આવી નહીં?

બસ આટલી વાત કરીને શાસ્ત્રીજીએ પણ સલાહકાર સામે જોયું, અને સલાહકારના ચહેરાના હાવભાવ ઉપરથી ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે સલાહકાર બધું સમજી ગયા હતા.

ભલે આ નાનકડો એવો પ્રસંગ ન્યુટન સાથે બન્યો હશે પરંતુ આપણે બધાએ તેમાંથી શીખવાની જરૂર છે કે દરેક માણસમાં પોતાની અંદર એવા ગુણ રહેલા જ હોય છે જેનાથી તે કંઈ પણ કરી શકવા માટે નું સામર્થ્ય ધરાવે છે. આથી કોઇપણ માણસ આપણી સામે હોય તો તેને ઓછો આંકવાની ભૂલ ક્યારેય ન કરવી જોઇએ.

જો તમને આ પ્રેરણાદાયક પ્રસંગ માંથી કંઈ શીખવા મળ્યું હોય તો દરેક મિત્રો જોડે શેર કરજો અને કોમેન્ટમાં આ સ્ટોરી ને લઇને પ્રતિભાવ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel