અંતિમ યાત્રામાં “રામ નામ સત્ય છે” એવું કેમ બોલવામાં આવે છે? જાણો…

સંત તુલસીદાસજી ના સમય ની આ વાત છે. તુલસીદાસજી હંમેશા ભગવાન શ્રી રામ ની ભક્તિમાં તલ્લીન રહેતા હતા તેથી તેના ઘરવાળાઓએ અને ગામ વાળાઓ એ તુલસીદાસજી ને ઢોંગી કહી અને ઘર ની બહાર કાઢી મુક્યા હતા.

ત્યારે તુલસીદાસજી ગંગાજી ના ઘાટ પર રહેવા લાગ્યા અને ભગવાન શ્રી રામ ની ભક્તિ કરવા લાગ્યા અને ત્યારે રામચરિતમાનસ ની રચના શરૂ કરી રહ્યા હતા.

એક દિવસ ગામ ના એક યુવાન ના લગ્ન થયા અને સાંજે લગ્ન કરીને ઘરે આવ્યા અને લગ્ન ની પહેલી રાત્રે જ યુવાન નું કોઈ કારણોસર અવસાન થયું.

યુવાન ના ઘરવાળા સવાર ના જ અંતિમયાત્રા કાઢવાના હતા, તેથી નનામી સજાવી અને સ્મશાન ઘાટ જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેની પત્ની તેના પતિ ની નનામી ની પાછળ પાછળ ચાલવા લાગી.

અને બધા લોકો જઈ રહ્યા હતા ત્યાં વચ્ચે જ તુલસીદાસજી રહેતા હતા ત્યારે નવી પરણીને આવેલી સ્ત્રી ને થયું કે બ્રાહ્મણ ને પ્રણામ કરી અને આગળ ચાલુ નવી પરણેલી સ્ત્રી ને એ વાત ની ખબર નહોતી કે આ સંત તુલસીદાસજી છે, તે તુલસીદાસજી ને પગે લાગી અને પ્રણામ કર્યા.

ત્યારે સંત તુલસીદાસજી એ આશીર્વાદ આપતા કહ્યું કે, અખંડ સૌભાગ્યવતી રહો. અને બધા લોકો હસવા લાગ્યા અને બોલ્યા કે અમે તો તમને અત્યાર સુધી ઢોંગી માનતા હતા, પણ તમે તો મૂર્ખ પણ છો.

તમે જેને અખંડ સૌભાગ્યવતી ના આશીર્વાદ આપો છો તેના પતિ ની જ અંતિમ યાત્રા અહીંયા થી પસાર થઇ રહી છે અને તુલસીદાસજી ને ના કહેવાનું કહેવા લાગ્યા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel