આંગળી ચીંધ્યાનું પુણ્ય એટલે શું? ખરેખર વાંચીને જીવનમાં ઉતારવા જેવી વાત છે, છેલ્લે સુધી વાંચજો

જો કોઈને પૂછવામાં આવે કે પુણ્ય કમાવવા ના કેટલા રસ્તા છે તો બધા લોકોને આ જવાબ લગભગ ખબર હોય. ઘણા લોકો કહે છે કે ભૂખ્યા ને ભોજન તરસ્યાને પાણી ઉનાળો ચાલતો હોય ત્યારે છાશના પરબ વગેરે અનેક સેવા કાર્યો છે જેનાથી પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે.

ઉનાળો ખૂબ જ વધારે હોય ત્યારે ચપ્પલ વગર જય રહેલા લોકોને ચપ્પલ વિતરણ કરવું અથવા શિયાળામાં નાના બાળકો ને સ્વેટર ગરમ કપડા આપવા એ પણ અનેક લોકો સેવા કાર્ય કરતા હોય છે. પરંતુ એ કેવું પુણ્ય છે જે કમાવવા માટે તમારે આમાંથી એક પણ સેવાકાર્યો નથી કરવાનું.

આ પુણ્ય છે આંગળી ચિન્ધ્યાનું પુણ્ય, મહાભારતના રાજા કર્ણ કે જે દરરોજ સવારે સોનાનું દાન કરતા, અને જેને જેટલું જોઈએ તેટલું સોનું આપતા. તેઓએ પોતાના જીવન દરમ્યાન આપેલા સોનામાંથી પહાડો ઊભા થઈ જાય તેટલું સોનું દાનમાં આપેલું હતું અને એટલા માટે જ આપણે તેને આજે દાનવીર કર્ણ ના નામથી ઓળખીએ છીએ.

અહીં સુધીની વાત તો બધા લોકો જાણતા હશે, પરંતુ આજ દાનવીર કર્ણ નું અવસાન થયું એટલે તેને સ્વર્ગમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેના કર્મનો હિસાબ થયો, અને ત્યારબાદ તેને કહેવામાં આવ્યું કે તમે જે સોનાનું દાન કર્યું છે તેના બદલામાં તમને અહીંયા 1000 ગણું સોનું આપવામાં આવે છે.

સામે કરણા એ જવાબમાં કહ્યું કે મને અત્યારે એકદમ પાણીની તરસ લાગી છે અને ખૂબ જ ભૂખ લાગી છે, મને અત્યારે ખાવાનું અને પાણીની વધારે જરૂર છે. એ ક્યાં મળશે? ત્યારે તેને જવાબ મળ્યો કે તમે આખી જિંદગીમાં કોઈ ને પાણી અથવા ખાવાનું નથી આપ્યું.

એટલા માટે તમને અહીંયા એ મળી શકે નહીં, તમે જે કર્મ કર્યું છે તેનું ફળ મળે એટલા બધા સોનાના ઢગલાઓ તમને આપવામાં આવે છે. કરણા એ ખૂબ આજીજી કરી ત્યારબાદ તેનો હિસાબ નો ચોપડો ફરીથી ખોલવામાં આવે છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel