in

અમેરિકા રહેતી વહુને ડીલીવરી આવી, વહુની તબિયત ખરાબ હોવાથી એટલે દીકરાએ ભારતથી માતાને ઈમરજન્સીમાં બોલાવ્યા. માતા પાસપોર્ટ ઓફિસ ગયા ત્યાં એવું થયું કે…

ત્યારે સરોજબેને કહ્યું કે તમે જે પદ ઉપર બેઠા છો ત્યાં તમે મોટા મોટા અધિકારીઓ સાથે પણ કામ કરો છો પણ તમે તમારા કામ ની ઈજ્જત નથી કરતા. તમે જો તમારા કામ ની ઈજ્જત કરતા હોત તો આવો વ્યવહાર કરતા ના હોત. જેવો તમે અમારી સાથે કર્યો.

જુઓ તમારી ઓફિસ માંથી પણ તમારો કોઈ મિત્ર નહિ હોય કે જે ટિફિન તમારી સાથે જમવા બેસે અને તમે પણ નિરાશ થઇ ને ટિફિન જમવા બેઠા છો, અને લોકો નું પૂરું થતું કામ તમે પૂરું કરવાની બદલે અટકાવી દો છો…

તમારી પાસે આવનાર નું કામ પૂરું કરી ને તમે દરેક વ્યક્તિ સાથે એક સારા સંબંધ ની શરૂઆત કરી શકો છો, પણ તમારું દુર્ભાગ્ય જુવો કે તમે આ હોદા નો લાભ ઉઠાવવાની બદલે બધા સાથે સંબંધ બગાડો છો, હું તો કાલે આવી ને પૈસા ભરી જઈશ… મારુ કામ કઈ અટકવાનું નથી. પણ તમારી પાસે તો એક નવી ઓળખાણ બનાવવાનો મોકો હતો… જે તમે ચુકી ગયા છો…

દલાલો ના કામ કરી ને તમે પૈસા તો રોજ કમાઈ લેશો, પણ કોઈ ની સાથે સંબંધ નહિ કમાઈ શકો, આ વાત સાંભળતા તે જમવાનું બંધ કરી દીધું હતું. ત્યારે સરોજબેને કહ્યું કે આટલા રૂપિયા હશે. પણ તમારા ઘર વાળા લોકો પણ તમારા થી દુઃખી હશે, કોઈ મિત્ર નથી આવડી મોટી ઓફિસ માં એ તો હું જોઈ ચુકી છું.

આટલી વાત સાંભળતા જ કેશિયર રડવા જેવો થઇ ગયો. અને સરોજબેનને કહેવા લાગ્યો કે બેન તમારી વાત બિલકુલ સાચી છે મારી પત્ની મારી સાથે ના ઝઘડા થી કંટાળી ને પોતાના પિયર ચાલી ગઈ છે. મારા સંતાનો પણ મારી સાથે કામ વગર બોલતા નથી.

મારી માતા મને ટિફિન બનાવી આપે છે, જે હું એકલો એકલો અહીંયા ખાવ છું. ઓફિસ થી છૂટી ને ઘરે જાવ છું, તો ઘર પણ મને ખાવા દોડે છે. મને એ ખબર નથી પડતી કે વાંધો છે, પણ ક્યાં છે. ત્યારે સરોજબેને કહ્યું કે ઘર ના લોકો સાથે શાંતિથી રહો અને પરિવાર સાથે પ્રેમ થી રહે એ માટે જે પણ કરવું પડે તે બધું કરો.

તમારી આજુ બાજુ વાળા ને કે બીજા કોઈ ને પણ કઈ કામ હોય તો તેને મદદ માં આવો, અને જુઓ હું પણ અહીંયા મારા કામે નહિ પણ આ સવિતા બેન ના કામ ખાતે દોડાદોડી કરી રહી છું. જેમાં મારો કોઈ સ્વાર્થ નથી. અને નિસ્વાર્થ ભાવે મારા બધા ની સાથે સંબંધ છે. એટલે હું બધા ને ગમું છું, અને મને આ બધા લોકો ગમે છે.

આટલું સાંભળીને કેશિયર ત્યાંથી ઉઠતા વેંત બોલ્યો કે તમે લોકો નીચે મારી બારી પાસે આવો, હું તમારા પૈસા હમણાં જ જમા લઉ છું. એટલે તમારે લોકોને ધક્કા નહિ થાય, કેશિયરે સરોજબેન નો ફોન નંબર માંગ્યો જે સરોજબેને આપ્યો અને ત્યાંથી ઘરે ગયા.

દિવાળી ના દિવસે એક અજાણ્યા નમ્બર ઉપર થી સરોજબેન ને ફોન આવ્યો, અને દિવાળી ની શુભકામનાઓ આપી. સરોજબેને પણ સામે હેપી દિવાળી કહ્યું અને કહ્યું કે આપ કોણ બોલો છો? મને ઓળખાણ ના પડી?

ત્યારે ઓળખાણ આપતા કહ્યું કે પાસપોર્ટ ઓફિસ માં જે કેશિયર ને તમે સલાહ આપેલી હું એ જ માણસ બોલું છું. જયારે તમે ગયા તો પાછળ થી હું એ જ વિચારતો હતો કે પૈસા તો ઘણા દઈ ને જાય છે, પણ સાથે બેસી ને જમવાવાળું તો કોઈ નથી મળતું અને બીજે જ દિવસે હું સાસરે જઈ ને મારી પત્ની ને સમજાવી ને મારા ઘરે લઈ આવ્યો.

હવે અમે બંને માણસો અને મારા દીકરા દીકરી આ દિવાળી એ આપણા આશીર્વાદ લેવા આપણી પાસે આવવા માંગીએ છીએ, તો મને તમારું સરનામું લખાવો. ત્યારે કેશિયર ની પત્ની એ કહ્યું કે આ બેન કોણ છે? તો જવાબ માં કહ્યું કે ઓફિસ માં પૈસા તો બધા પાસે થી મળતા હતા. પણ સંબંધ કેમ બનાવવો અને બધા ની સાથે સારો સંબંધ રાખવો? એ આ બેને મને શીખવ્યું…

સરોજબેન પણ આજે વિચારતા હતા કે પૈસા કરતા સંબંધ નું મહત્વ એટલું બધું છે કે માણસ પૈસા ઓછા કે વધારે હોય તો ચલાવી શકે પણ ઘર પરિવાર સગા-વહાલા અને ઓળખીતા લોકો સાથે પ્રેમ થી રહેતા હોઈ એને કઈ હરાવી ના શકે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.