અમેરિકા રહેતી વહુને ડીલીવરી આવી, વહુની તબિયત ખરાબ હોવાથી એટલે દીકરાએ ભારતથી માતાને ઈમરજન્સીમાં બોલાવ્યા. માતા પાસપોર્ટ ઓફિસ ગયા ત્યાં એવું થયું કે…

ઘણા સમય પહેલાંની વાત છે, સરોજબેન શિક્ષકની નોકરીમાંથી હજુ નિવૃત જ થયા હતા. એકદમ શાંત અને સરળ સ્વભાવના સરોજબેન તેના આડોશ-પાડોશમાં, સ્કૂલમાં અને દરેક સગા સંબંધીને પૂરેપૂરું માનસન્માન આપતા તેમજ અન્ય કોઈ પણ લોકોને કંઈ પણ કામ હોય તો બધા લોકો ની બાજુમાં ઊભા રહેતા.

બધા લોકો તેને ઘરે આવે અને તે પણ ગમે ત્યાં જાય ત્યારે બાળકોને સારી અને સાચી સલાહ આપતા તેમજ તેનું ભવિષ્ય સારું કેમ બને એ વિશે ખાસ સૂચનો કરતા. એક દિવસની વાત છે જ્યારે સરોજબેન ની બાજુની પોળમાં રહેતા સવિતાબેન કે જેઓની ઉંમર આશરે ૭૦ વર્ષની હતી તેઓ સરોજબેન પાસે આવ્યા અને કહ્યું મારે તમારું એક કામ છે?

કોઈપણ ને મદદ માટે સદાય તત્પર રહેનારા સરોજબેને કહ્યું બોલોને શું કામ હતું. ત્યારે સવિતાબેન એ કહ્યું કે મારો દીકરો અને વહુ અમેરિકા રહે છે, વહુને હમણાં જ ડિલિવરી આવી છે પરંતુ તેની તબિયત બરાબર નથી રહેતી એટલા માટે દીકરાએ સમાચાર આપ્યા કે બા તમે જેટલું બને તેટલું ઝડપથી પાસપોર્ટ કઢાવીને અહીંયા આવી જાઓ. જેથી અહીંયા આવીને તમે માતાનું અને બાળકનું ધ્યાન રાખી શકો.

સવિતાબેન એ પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે તે બે દિવસથી પાસપોર્ટ ઓફિસે ધક્કા ખાય છે પરંતુ કોઈ જવાબ પણ દેખાતું નથી અથવા તેનું કામ કરવામાં કોઈને રસ નથી. તો તમે મારી સાથે આવીને મને આ કામ પૂરું કરવામાં મદદ કરી શકશો? સરોજબેન એ તરત જ હા પાડી.

સરોજબેન સવિતાબેનની સાથે પાસપોર્ટ ઓફિસ તરત પહોંચી ગયા. એ સમયે દલાલો વગર આ બધી પ્રક્રિયા કરવી એ થોડી અઘરી હતી. અને દલાલો ને પૈસા આપો એટલે જેવી ઉતાવળ હોય એટલા પૈસા થતા. પૈસા પણ ઘણા માગતા પરંતુ સરોજબેન પોતે શિક્ષક હોવાથી આ રીતે પૈસા ની લેવડ દેવડના ચુસ્ત વિરોધી હતા.

સવારના ઓફિસ ખુલ્લી ત્યારથી એક એક કાગળ કમ્પલીટ કરાવતા કરાવતા છેલ્લે પૈસા ભરવાની લાઈનમાં ઊભા રહ્યા. સવારનું કોઈએ પાણી પણ નહોતું પીધું અને દોડાદોડી કરીને બધા કાગળ કરાવ્યા હતા. સરોજબેન નો વારો આવ્યો ત્યાં જ કેશિયરે બારી બંધ કરી દીધી, કેશિયર ને ઘણું સમજાવ્યું કે અમે સવારના અહીં ઊભા છીએ અને ઇમરજન્સી કામ છે. એટલે તમે અમારા એકના પૈસા લઈ લો.

પરંતુ તે વ્યક્તિએ ચોખ્ખી ના પાડી દીધી અને કોઈ પણ વાતની ગંભીરતા સમજ્યા વિના કહી દીધું કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો હું અત્યારે તમારા પૈસા નહીં લઉં. તમારા આવતીકાલે સવારે જ આવવું પડશે.

મોટા ઉંમરના બે મહિલાઓ હેરાન થયા પરંતુ તેનો ટાઈમ થયો એટલે તે તરત જ નીકળી ગયો. આવું માનવતા વિનાનુ વર્તન જોઈને સરોજબેન ગુસ્સે થઈ ગયા, પરંતુ સાથે સાથે તે જાણતા હતા કે ગુસ્સાથી કંઈ કામ નહીં થાય.

તેનું ધ્યાન કેશિયર સામે હતું. કેશિયર પોતાનું ટીફીન લઇ ને બીજા માળે જવા લાગ્યો. ત્યારે સરોજબેન પણ સવિતાબેન ને લઇ ને તેની પાછળ જવા લાગ્યા. બીજા માળે કેશિયર એક ટેબલ ઉપર પોતાનું ટિફિન ખોલી ને જમવા લાગ્યો. કેશિયર એકલો જ બેસી ને જમતો હતો.

તેના સહકર્મચારી પણ કોઈ તેની સાથે બેઠા નહોતા, ત્યારે સરોજબેન અને સવિતાબેન સામે ના ટેબલ ઉપર બેસી ગયા. કેશિયરે તેની સામે જોયું અને મોઢું બગાડી ને જમવા લાગ્યો ત્યારે સરોજબેન તેની સામે હસ્યા અને પૂછ્યું કે રોજ ટિફિન ઘરે થી જ લઇ ને આવો છો? એટલે તેને જવાબ દેવા ની ઇરછા ના હોય તેમ મોઢું હલાવી ને હા કહ્યું.

સરોજબેને તેને કહ્યું કે તમારી પાસે તો રોજ ઘણા લોકો આવતા હશે રોજ નવાનવા લોકો સાથે મળવા નું થતું હશે અને કેશિયરે જવાબ આપ્યો કે હા મારે તો રોજ એક થી એક મોટા અધિકારીઓ સાથે મળવાનું થાય છે. અને બધા અધિકારીઓ મારી ખુરશી ની સામે લાઈન માં ઉભા રહે છે. અને પોતાનો નંબર આવવા ની રાહ જુએ છે.

બહુ જ અભિમાન સાથે જવાબ આપ્યો જે સરોજબેન શાંતિ થી સાંભળતા રહ્યા અને પૂછ્યું કે તમારી પાણી ની બોટલ માંથી અમે પાણી પી શકીએ? કેશિયરે હા કહેતા સરોજબેને અને સવિતાબેને થોડું થોડું પાણી પીધું પછી કહ્યું કે તમારા ટિફિન માંથી બહુ જ સારી રસોઈ ની સુગંધ આવે છે. અને કહ્યું કે તમારા પત્ની બહુ જ સારી રસોઈ બનાવતા લાગે છે?

તો કોઈ જવાબ આપ્યો નહિ એ છાનોમાનો જમતો રહ્યો ત્યારે સરોજબેને કહ્યું કે તમે બહુ મહત્વપૂર્ણ હોદા ઉપર બેઠા છો મોટા મોટા લોકો તમારી પાસે આવે છે પણ તમે તમારી ખુરશી ની ઈજ્જત કરો છો? હવે કેશિયરના મગજ માં ઝટકો લાગ્યો અને પૂછ્યું કે તમારો કહેવાનો મતલબ શું છે?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel