સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ ના ચાર દિવસ પછી થયું એલાનઃ બનશે ફિલ્મ, “સુસાઈડ ઓર મર્ડર”

કોઈના મૃત્યુ ના ગણતરીના દિવસો પછી એવા સમાચાર આવે કે એ વ્યક્તિ ઉપર ફિલ્મ બનવા જઈ રહી છે તો શું તમે એ સમાચાર માની લો? એવું જ કંઈક બોલિવૂડમાં થયું છે, અલબત્ત બોલિવૂડમાં તો બધું શક્ય છે. સુશાંત સિંહ રાજપૂત ને લઈને હવે એવા જ કંઈક સમાચાર સામે આવ્યા છે.

સુશાંત સિંહ રાજપૂતે આવું મોટું પગલું કેમ ભરી લીધું એ સવાલ ઉપર પાછલા ઘણા દિવસથી જુદા જુદા માધ્યમ માં ચર્ચાઓ થઈ રહી છે. અને આ વાતની જાણ પોલીસ પણ કરી રહી હતી ત્યાં પાછલા લગભગ ૩૦ વર્ષથી એક મ્યુઝિક કંપની ચલાવનારા વિજય શેખર ગુપ્તા નિર્ણય કરી લીધો કે તેઓ સુશાંત પર આધારિત એક ફિલ્મ બનાવશે. ફિલ્મનું નામ પણ રાખી લીધું છે અને જલ્દી જ આ ફિલ્મની શૂટિંગ પૂરી કરીને રિલીઝ કરવાની પ્લાનિંગ પણ તેઓએ કરી લીધી છે.

ડિરેક્ટર વિજયનું એવું માનવું છે કે સુશાંત સિંહ રાજપૂતના આવા પગલા પાછળ તેના હાથમાંથી ઘણી ફિલ્મો નીકળી ગઈ અને તેના કારણે જે તણાવ પેદા થયો તે જવાબદાર હોઈ શકે છે. ડિરેક્ટરે જણાવ્યું હતું કે બોલિવૂડમાં અમુક નિર્માતાઓને જ વર્ચસ્વ છે. જેથી આ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધ નહીં ધરાવનારાઓ અને બહારથી આવનારા કલાકારો સાથે ખૂબ જ ભેદભાવ થાય છે, તેવા લોકો સાથે ખૂબ ખરાબ રીતે વર્તન પણ કરવામાં આવે છે. અને આવા લોકોને સ્ટાર કિડ ની તુલનામાં ખૂબ જ વધારે સંઘર્ષ કરવો પડે છે.

તેઓએ જણાવ્યું હતું કે આ ફિલ્મ ના માધ્યમથી ઇન્ડસ્ટ્રીમાં આવનારા તમામ લોકો ની કહાની જણાવશે, જે લોકો કંઈક સપનું લઈને બોલીવૂડમાં આવે છે. પરંતુ ઇન્ડસ્ટ્રીના અમુક લોકોની મોનોપોલી અને નેપોટિઝમનો શિકાર થઈ જાય છે. તેઓના જણાવ્યા અનુસાર ઈન્ડસ્ટ્રીમાં આવનારા લોકોની સંખ્યા ખુબ મોટી છે.અને તેઓની ફિલ્મનો આધાર આવા જ બધા ગામના લોકોના સંઘર્ષને તેઓની ઉપજેલી હતાશા છે જેના કારણે કોઈ પણ સરસ જિંદગીમાં આટલું મોટું પગલું ઉઠાવવા માટે મજબૂર થઈ જાય છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel