આવેલા મહેમાનોએ વહુએ બનાવેલી રસોઈમાં વાંધો કાઢ્યો એટલે સાસુએ બધા મહેમાનોને એવું કહ્યું કે...
વહુ તું ક્યાં મરી ગઈ? રસોડા માં કામ કરી રહેલી વહુ ને સાસુ એ હક્ક અને હુકમ થી બોલાવી, “વહુ રસોડા માંથી બોલી એ બા હું હજુ જીવું જ છું” તો હજુ સુધી મારી ચા અને નાસ્તો કેમ નથી લાવી? કેટલી વાર લાગે ? વહુ સાસુ માટે ચા અને ગરમાગરમ ભજીયા લાવી અને આપ્યા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ભજીયા જોતા જ સાસુ બોલી તારે મને તેલ વાળું ખવડાવી ને મારી નાખવી છે? સાસુ ને ભજીયા અતિ પ્રિય હતા, તો બા હું ભજીયા પાછા લેતી જાવ છું. અને તમારા માટે સેવ મમરા લેતી આવું? આમ પણ ડોકટરે તેલ વાળું માપ માં ખાવાનું કહ્યું છે.
હવે લાવી જ છો તો રહેવા દે હું ખાઈ લઈશ એક ભજિયું ઉઠાવી ને ખાધું, અને વહુ ને કહ્યું કે ભજીયા બનાવતા પણ આવડતું નથી આવા ભજીયા હોય? વહુ એ ફરી પાછું પૂછ્યું તમને ના ફાવે તો સેવમમરા લેતી આવું? સાસુ એ જવાબ આપ્યો નહિ.
વહુ ને ઘર ના કામ બાકી હતા એટલે તે સાસુ ના રૂમ માંથી બહાર આવી અને દરવાજા ની પાછળ સંતાઈ ને ઉભી રહીગઈ અને જોઈ રહી હતી કે સાસુ શું કરે છે સાસુ તો ભજીયા પર જાણે તૂટી પડી અને થોડીવાર માં તો સાસુ ભજીયા ને સ્વાહા કરી ગયા
બપોર ના સમયે સાસુ એ જમવાનું માંગતા બોલ્યા કે તારે મને જમવાનું આપવાનું છે કે ભૂખે મારી નાખવી છે. વહુ રસોડા માંથી બા માટે જમવાનું લાવી તેમાં ખીચડી હતી જે જોઈ ને સાસુ એ કહ્યું કે મારે આવું નથી ખાવું ત્યારે વહુ એ કહ્યું કે તમે સવારે ભજીયા ખાધા હતા. અત્યારે ખીચડી ખાઈ લો વધારે તેલવાળું ખાવાની ડોકટરે ના પડી છે.
એટલે અત્યારે ખીચડી બનાવી છે બીજું કશું તમારે ખાવાનું નથી અને જામી અને દવા ભૂલ્યા વગર લઇ લેજો. સાસુ ગુસ્સે થતા બોલી હા હવે તું મારી માં થવા આવી વહુ હસતા હસતા ચાલી ગઈ. સાસુ સ્વભાવ ની કડક પણ હતી. અને એકદમ પ્રેમાળ પણ હતી વહુ ને દીકરી થી પણ વિશેષ રાખતી હતી જોકે વહુ પણ સમજદાર હતી
એટલે સાસુ કઈ પણ બોલે વહુ ખોટું લગાડતી નહિ કારણ કે ઘર ના વૃદ્ધ વડીલો નો સ્વભાવ નાના છોકરા જેવો થઇ જાય છે તે તેના પિયર માંથી જ અનુભવ કરી અને આવી હતી. ઘર માં ધાર્મિક પૂજા હોવાથી વહુ સવાર થી જ ખુબ જ કામ માં હતી સવાર ના વહેલા જાગી તૈયાર થઇ ને ભગવાન ની પૂજા માટે બજાર માંથી ફળ ફૂલ લાવી હતી.
અને બપોર નું જમવાનું પૂરું થાય એટલે પૂજા ની બધી તૈયારી કરવાની હતી. બધી તૈયારી લગભગ પુરી થઇ ગઈ હતી એવામાં પૂજારી આવી જતા સાસુ અને તેના પતિ એક પછી એક ચીજ માંગી રહ્યા હતા અને વહુ આમ તેમ દોડાદોડી કરી ને આપી રહી હતીત્યારે સાસુ બધું જોઈ રહી હતી કે વહુ કામ માં જબરી છે
અને જરા પણ મોઢું બગાડ્યા વગર બધું કામ હસતા હસતા કરી રહી છે ઘરે બધા સાગા સંબંધીઓ પણ આવી ગયા હતા. પૂજારી એ આરતી ની થાળી લાવવા માટે કહ્યું ત્યારે વહુ લઇ ને આવતી હતી, એવામાં તેનો પગ અથડાતા આરતી ની થાળી તેના હાથ માંથી પડી ગઈ. અને આવનારા બધા લોકો વહુ ની ટીકા કરવા લાગ્યા કેવી વહુ છે.
કામ કરતા પણ આવડતું નથી એકેય કામ સરખી રીતે કરતી નથી કોણ જાણે ક્યાં થી લાવ્યા છે એક આરતી ની થાળી પણ સરખી રીતે લાવી શકતી નથી આ બધું સાંભળી ને તેના પતિ ને ખુબજ ગુસ્સો આવ્યો પણ તેના સાસુ ફક્ત એટલું બોલ્યા કે હજુ તો આ ઘર માં આવ્યા ને એક વર્ષ થયું છે.
બધું શીખી રહી છે અને થોડા દિવસ માં બધું શીખી પણ જશે એટલું બોલી નેસાસુ ચૂપ થઇ ગયા અને સગાઓ થી નજર પૂજા માં રાખી અને બેસી ગયા એટલે સગાઓ ની બોલતી બંધ થઇ ગઈ પૂજા પુરી થતા મહેમાન ને જમાડવા નો કાર્યક્રમ હતો. જેમાં પણ વહુ એ બધા મહેમાનો ને પ્રેમ થી જમાડ્યા.
ફરી પાછું મહેમાન નું કામ જ વાંધા કાઢવાનું હતું કે રસોઈ માં મીઠું બરોબર નથી, આવી ફરિયાદ કરી હવે સવાર થી બધા કામ કરી રહેલી વહુ ની સહનશક્તિ ની હદ આવી ગઈ હતી, તેને સવાર થી કઈ ખાધું પણ નહોતું તે પોતાનારૂમ માં ચાલી ગઈ.
તેની પાછળ તેના સાસુ વહુ માટે થાળી પીરસી ને વહુ ના રૂમ માં ગયા, ત્યારે વહુ બેઠી બેઠી રડી રહી હતી. પણ સાસુ ને તેના માટે જમવાનું લાવતા, જોઈ ને બોલી બા તમે આ શું કરો છો ?હું તો બધા જમી લેશે એટલે જમી લઈશ તમારે મારુ ભાણું થોડું લાવવાનું હોય?
સાસુ તેની બાજુ માં બેસી અને પ્રેમ થી જમાડી અને પોતાની સાથે બહાર લાવી. અને બધા મહેમાન ની સામે લાવ્યા, અને ગુસ્સા થી કહ્યું કે તમે બધા મારી વહુ ને તમારા મન માં આવે તે રીતે અહીંયા આવ્યા ત્યાર થી બોલો છો પણ હવે જો કોઈ કઈ બોલ્યું છે, તો મારુ ચપ્પલ તમારું કોઈ નું સગું નહિ થાય.
આ બિચારી સવાર ના વહેલા જાગી અને બધી તૈયારી એકલા હાથે કરતી હતી અને તેમાં એક બે ભૂલ થાય ને? તે પણ માણસ છે સવાર ની હસતા હસતા બધા કામ કરી રહી છે તમે બધા આડું અવળું બોલો તો પણ પ્રેમ થી તમારું કામ કર્યે જાય છે અને તમને બધા ને એક ચોખવટ પણ કરી દઉં આ મારી વહુ જ નથી આ મારી માં પણ છે.
અને દીકરી પણ છે જેમ માં તેના બીમાર સંતાન ને સાચવે છે તેમજ વહુ મને સાચવે છે મારી માં ની જેમજ મને સાચવે છે સમયે સમયે જમવાનું અને દવા આપી અને મને સ્વસ્થ જીવતી રાખે છે અને મારી સેવા કરે છે અને સાથે સાથે ઘર ના બધા સભ્યો નું પણ ધ્યાન રાખે છે મારી આટલી સેવા તો મારી દીકરી પણ કરી શકે નહિ.
માટે તે મારી માં પણ છે અને દીકરી પણ છે આમ સાસુ એ વહુ ની બુરાઈ કરેલા નું નાક કાપી લીધું અને વહુ કે જેને આપણે ઘર ની લક્ષ્મી કહીયે છીએ તેનું બધાની વચ્ચે સન્માન પણ કર્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.