ખોરાક એ આપણા જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે. ઘણાં લોકોને સાદું ખાવાનું પસંદ છે તો ઘણા લોકોને ખાવા માટે ટેસ્ટફુલ કે પછી નવું નવું ખાવાનું મન થતું હોય છે.
પણ શું તમે જાણો છો કે ક્યારેક અમુક કોમ્બિનેશન(બે વસ્તુઓ એક સાથે) ખાવાથી શરીરને નુકશાન થઈ શકે છે. ચાલો આજે તમને જણાવીએ આવા જ અમુક ખાવાના કોમ્બિનેશન વિશે જે તમને બીમાર થી અતી બીમાર કરી શકે છે.
કાકડી અને ટામેટા
સલાડના રૂપમાં લગભગ બધાને કાકડી અને ટમાટર ખાવાનું પસંદ હશે. પણ શું તમે જાણો છો કે કાકડી અને ટમેટૂ એકસાથે ખાવાને લીધે પેટ ને કેટલું નુકશાન થાય છે? હાલમાં જ થયેલા એક રિસર્ચ અનુસાર કાકડી અને ટમાટર નો પચવા નો સમય અલગ-અલગ હોય છે. જો આપણે બંને વસ્તુ સાથે ખાઈએ છીએ તો આપણા પાચન તંત્ર માં ગરબડ પેદા કરે છે. અને જેથી આપણને કબજિયાત જેવી બીમારીનો સામનો કરવો પડે છે. હવે જો તમને કાપડી અને ટમાટર ખૂબ જ પસંદ છે તો તમે તે વસ્તુ અલગ અલગ સમયે ખાઈ શકો છો જેમ કે બપોરે તમે કાકડી ખાઈ લો તો રાત્રે ટમાટર ખાઈ શકો છો.
કોફી અને સેન્ડવિચ
બે વસ્તુ લગભગ બધા લોકોએ એક વખત તો ટ્રાય કરી જ હશે. અને વિદેશ માં તો દિવસની શરુઆત જ કોફી અને સેન્ડવીચ થી થાય છે. પરંતુ તમને કહી દઇએ કે આ વસ્તુ આપણા પાચનતંત્ર માટે એક ખતરા સમાન છે. આ બે વસ્તુ તમે સાથે લો ત્યારે બ્રેડ થી થતા ફાયદાઓ નો નાશ થઈ જાય છે. બ્રેડમાં મોજૂદ કાર્બોહાઇડ્રેટસ તમારા શરીરમાં કેલ્શિયમને ધીરે ધીરે પચાવવા માટે મદદરૂપ બને છે. પરંતુ કોફી પીવાથી બ્રેડમાં રહેલું કાર્બોહાઈડ્રેટ્સ નાશ પામે છે અને ઉપાય માં તમે કોફી ની જગ્યાએ ગ્રીન ટી પી શકો છો.
કેળા અને દૂધ
ઘણાં લોકોને દૂધ કેળા સાથે ખાવા પસંદ હશે અને શું કામ ન હોય કારણ કે એ વસ્તુ બહુ સરળતાથી તૈયાર થઈ જાય છે. પરંતુ આ તમારા પાચનતંત્ર અને સુવાની ટેવ ને ખરાબ કરી શકે છે. દૂધ કેળા સાથે કોઈ ફ્લેવર્સ એડ કરી લો તો એ પણ ઘણા પ્રકારના ઇમ્બૅલૅન્સ ક્રિએટ કરે છે. ડાયેટિશિયન નું માનવું છે કે ફળોને અલગ-અલગ ખાવા જોઈએ. અલગ અલગ જોવા જઈએ તો કેળા અને દૂધ ના ઘણા ફાયદા છે. કેળા ઈન્સ્ટન્ટ એનર્જી આપવામાં મદદ કરે છે. જ્યારે રાત્રે સૂતા પહેલાં ૧ ગ્લાસ દૂધ પણ શરીર માટે ઘણું ફાયદાકારક છે.