આ વાંચીને જીવનમાં ઉતારજો, પછી તમે તમારા ગુસ્સા પર પણ કાબુ મેળવી શકશો

થોડા દિવસ ની યાત્રા પછી યુવાન તેના ઘરે આવ્યો ત્યારે તેના ઘર ના ચોકીદાર ને કશું પણ બોલવા ની ના પડી કારણ કે તે અચાનક જ બધા ની સામે જવા માંગતો હતો, ઘર માં દાખલ થઇ ને તે પહેલા તેની પત્ની પાસે તેના રૂમ માં ગયો ત્યારે તેના પગ નીચે થી જાણે જમીન ખાંસી ગઈ હોય તેવો અહેસાસ થયો.

પલંગ પર તેની પત્ની અને સાથે એક યુવક સુઈ રહ્યો હતો, આ દ્રશ્ય જોઈને તેનો ગુસ્સો સાતમા આસમાને ચાલ્યો ગયો. અને વિચારવા લાગ્યો કે હું પરદેશ માં પરિવાર માટે કમાવા ગયો હતો. હું પળે પળ બધાની ચિંતા કરતો હતો અને અહીંયા મારી પત્ની જ બીજા પુરુષ ની સાથે છે.

હવે હું આને માફ નહિ કરી શકું, તે બાજુ ના રૂમ માં જઈને તલવાર લઇ ને આવે છે, પણ રૂમ માં દાખલ થતા જ તેને જ્ઞાન નું વાક્ય ખરીદ્યું હતું તે યાદ આવ્યું કે, કોઈ પણ કામ કરો તેના પહેલા થોડો સમય વિચારો અને પછી જ આગળ વધવું તે તલવાર લઇ ને ઉભો હતો.

ત્યાં જ તલવાર ત્યાં પડેલા એક ડબ્બા ની સાથે અથડાઈ અને ડબ્બો નીચે પડ્યો અને તેના અવાજ ના કારણે તેની પત્ની જાગી ગઈ. નજર સામે વર્ષો પછી પતિ ને જોતા જ પત્ની ખુશ થઇ ગઈ, અને તેને ભેટી પડી પણ જુવાન ની નજર તો પલંગ પર સુતેલા પુરુષ સામે જ હતી.

ત્યારે પત્નીએ ત્યાં સુતેલા પુરુષ ને જગાડી ને કહ્યું કે બેટા જાગો તમારા પિતાજી આવી ગયા છે. અને તે જાગી અને પિતાજી ને પગે લાગે છે ત્યારે તેના માથે બાંધેલી પાઘડી ખુલી જાય છે. અને તેના લાંબા વાળ ખુલ્લા થઇ જાય છે ત્યારે યુવાન ની પત્ની કહે છે કે આ તમારી દીકરી છે.

અને મેં નાનપણ થી જ તેને દીકરાની જેમ રાખી છે, અને દીકરાની જેમ જ તેનું પાલન પોષણ અને સંસ્કાર આપ્યા છે. પત્ની અને પુત્રી ને ગળે લગાડતા તે વિચારી રહ્યો હતો કે મેં જ્ઞાન ના વાક્ય યાદ ન કર્યું હોત તો આજે હું ના કરવાનું કામ કરી બેસતો અને મારી પત્ની અને પુત્રી ને ખોઈ દેવાનો વખત આવ્યો હોત.

જ્ઞાન ની આ વાક્ય ખરીદવા ના સમયે ભલે મોંઘું લાગ્યું હતું પણ જ્ઞાન તો જ્ઞાન છે. તેની કિંમત ના હોય કહેવાનો મતલબ એટલો જ છે જયારે માણસ ને ગુસ્સો આવે ત્યારે ફક્ત બે મિનિટ ની શાંતિ રાખી અને વિચારે તો દુઃખો માંથી બચી અને સુખ માં રહી શકે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel