આ વાંચીને જીવનમાં ઉતારજો, પછી તમે તમારા ગુસ્સા પર પણ કાબુ મેળવી શકશો
માણસ આર્થિક રીતે પાયમાલ થઈ ગયો હોય તો પણ તેના પાસે ધંધો કરવાનું જ્ઞાન હોય તો તે ફરીથી પાછો બેઠો થઈ શકે છે જે વ્યક્તિ પાસે રૂપિયા ના હોય પણ જ્ઞાન હોય છે તે કદી પણ પાછો પડતો નથી અને તે પોતાના જ્ઞાન થી સફળતા મેળવી લે છે.
જ્ઞાન ખાલી રૂપિયા કમાવવા માટે જ નહિ પણ જીવનમાં આવતી અનેક અણગમતી આવતી ઉપાધિ માંથી માણસ ને બચાવે છે આજે આપણે આવી જ એક પ્રેરક સ્ટોરી માં જાણીશું,
વાત બહુ જુના સમયની છે એક નવયુવક ના લગ્ન પછી એકાદ વર્ષે તેને પરદેશ જઈ ને વ્યાપાર વધારવાની તક મળી અને તેના માતા પિતા અને પત્ની ની રજા લઇ ને તે પરદેશ ગયો તે પરદેશ ગયો ત્યારે તેની પત્ની ગર્ભવતી હતી અને તેના માતા પિતા ને પત્ની ની જવાબદારી સોંપી અને પરદેશ ગયો
પરદેશ માં બહુ મહેનત કરી અને ખૂબ જ સારી સફળતા મેળવી અને ખુબ જ ધન સંપત્તિ કમાયો લગભગ સત્તર વર્ષ થઇ ગયા હતા પરદેશ આવ્યો તેને અને હવે તેનું મન ધન કમાવવા માંથી ભરાઈ ગયું હતું અને ફરીથી પોતાના દેશ માં અને પરિવાર સાથે રહેવા માટે આવવાનું નક્કી કર્યું.
અને તેની પત્ની ને પત્ર લખીને જાણ કરી હવે તે મોટા વહાણ માં બેસીને આવી રહ્યો હતો ત્યારે તેની સાથે નો એક મુસાફર કે જે એકદમ ઉદાસ ચહેરો લઇ ને બેઠો હતો ત્યારે તેને પૂછ્યું કે તમે પરદેશ થી પોતાના દેશ જય રહ્યા છો તો તેનો આનંદ હોવો જોઈએ તેના બદલે તમે ઉદાસ કેમ છો?
ત્યારે તે સહયાત્રી એ કહ્યું કે હું મારા જ્ઞાન ના વાક્યો માણસો ને વેચવા માટે આ દેશ માં આવ્યો હતો પરંતુ અહીંયા તો જ્ઞાન ની કોઈ કિંમત સમજતું નથી. જેથી હું દુઃખી થઈને પાછો દેશ માં જય રહ્યો છું કમાવવા નું તો દૂર રહ્યું મારે તો ગાંઠ ના પૈસા નું ગોપીચંદન થયું.
ત્યારે ધન કમાઈ ને આવી રહેલા યુવક ને થયું કે હું તો બહુ જ રૂપિયા કમાઈને જઈ રહ્યો છું તો આ વ્યક્તિ ની પાસે થી રૂપિયા આપી અને જ્ઞાન ના વાક્યો ખરીદી શકું છું. તેને ઉદાસ માણસ ને પૂછ્યું કે તમે જ્ઞાન નું વાક્ય આપવાના કેટલા રૂપિયા લેશો ?
ત્યારે તેને એક વાક્ય જ્ઞાન આપવાના 500 રૂપિયા કહ્યા જે ઘણા વધારે હતા. પણ યુવાન ને તેને રૂપિયા આપવા માટે જ્ઞાન ખરીદવું હતું. એટલે તેને 500 રૂપિયા આપી અને જ્ઞાન નું વાક્ય ખરીદ્યું. જે હતું કોઈ પણ કામ કરો તેના પહેલા થોડો સમય વિચારો અને પછી જ આગળ વધવું યુવકે તે સૂત્ર ને પોતાની પાસે રહેલી ડાયરીમાં લખી નાખ્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
થોડા દિવસ ની યાત્રા પછી યુવાન તેના ઘરે આવ્યો ત્યારે તેના ઘર ના ચોકીદાર ને કશું પણ બોલવા ની ના પડી કારણ કે તે અચાનક જ બધા ની સામે જવા માંગતો હતો, ઘર માં દાખલ થઇ ને તે પહેલા તેની પત્ની પાસે તેના રૂમ માં ગયો ત્યારે તેના પગ નીચે થી જાણે જમીન ખાંસી ગઈ હોય તેવો અહેસાસ થયો.
પલંગ પર તેની પત્ની અને સાથે એક યુવક સુઈ રહ્યો હતો, આ દ્રશ્ય જોઈને તેનો ગુસ્સો સાતમા આસમાને ચાલ્યો ગયો. અને વિચારવા લાગ્યો કે હું પરદેશ માં પરિવાર માટે કમાવા ગયો હતો. હું પળે પળ બધાની ચિંતા કરતો હતો અને અહીંયા મારી પત્ની જ બીજા પુરુષ ની સાથે છે.
હવે હું આને માફ નહિ કરી શકું, તે બાજુ ના રૂમ માં જઈને તલવાર લઇ ને આવે છે, પણ રૂમ માં દાખલ થતા જ તેને જ્ઞાન નું વાક્ય ખરીદ્યું હતું તે યાદ આવ્યું કે, કોઈ પણ કામ કરો તેના પહેલા થોડો સમય વિચારો અને પછી જ આગળ વધવું તે તલવાર લઇ ને ઉભો હતો.
ત્યાં જ તલવાર ત્યાં પડેલા એક ડબ્બા ની સાથે અથડાઈ અને ડબ્બો નીચે પડ્યો અને તેના અવાજ ના કારણે તેની પત્ની જાગી ગઈ. નજર સામે વર્ષો પછી પતિ ને જોતા જ પત્ની ખુશ થઇ ગઈ, અને તેને ભેટી પડી પણ જુવાન ની નજર તો પલંગ પર સુતેલા પુરુષ સામે જ હતી.
ત્યારે પત્નીએ ત્યાં સુતેલા પુરુષ ને જગાડી ને કહ્યું કે બેટા જાગો તમારા પિતાજી આવી ગયા છે. અને તે જાગી અને પિતાજી ને પગે લાગે છે ત્યારે તેના માથે બાંધેલી પાઘડી ખુલી જાય છે. અને તેના લાંબા વાળ ખુલ્લા થઇ જાય છે ત્યારે યુવાન ની પત્ની કહે છે કે આ તમારી દીકરી છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
અને મેં નાનપણ થી જ તેને દીકરાની જેમ રાખી છે, અને દીકરાની જેમ જ તેનું પાલન પોષણ અને સંસ્કાર આપ્યા છે. પત્ની અને પુત્રી ને ગળે લગાડતા તે વિચારી રહ્યો હતો કે મેં જ્ઞાન ના વાક્ય યાદ ન કર્યું હોત તો આજે હું ના કરવાનું કામ કરી બેસતો અને મારી પત્ની અને પુત્રી ને ખોઈ દેવાનો વખત આવ્યો હોત. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જ્ઞાન ની આ વાક્ય ખરીદવા ના સમયે ભલે મોંઘું લાગ્યું હતું પણ જ્ઞાન તો જ્ઞાન છે. તેની કિંમત ના હોય કહેવાનો મતલબ એટલો જ છે જયારે માણસ ને ગુસ્સો આવે ત્યારે ફક્ત બે મિનિટ ની શાંતિ રાખી અને વિચારે તો દુઃખો માંથી બચી અને સુખ માં રહી શકે.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.