"આ કપલ કેમ આટલા ઘરડા થઈને પણ રોજ ઝઘડ્યા જ કરે છે?" પરંતુ ઘરમાં જઈને જોયું તો...
૬૦ થી ૬૫ વર્ષનું એક કપલ હશે, તેનાં લગ્ન થયાં એ પણ લગભગ 30થી વધારે વર્ષો થઈ ચૂક્યા હતા. પરંતુ આ કપલ એટલે કે આ દાદા-દાદી નો ઝગડો ક્યારેય ખતમ થવાનું નામ ન લેતો, બંને એકબીજા સાથે કોઇ ને કોઇ વાત પર ઝઘડી પડતા.
આજુ બાજુના પાડોશી તો આ વાતને બખૂબી જાણતા એટલે બંને ઝઘડતા હોય તો પણ તે લોકો ઈગ્નોર કરતા પરંતુ બાજુના ઘરમાં નીચેના રૂમમાં રહેવા માટે એક નવો યુવક આવ્યો હતો, એ યુવકને શહેરમાં પરીક્ષા આપવાની હોવાથી થોડા દિવસો નું રોકાણ હતું પછી ફરી પાછો તે ઘરે જવાનો હતો.
રોજ સવાર પડે અને આ દાદા-દાદીનો ઝઘડવાનો અવાજ ચાલુ થઈ જાય, પેલો યુવક મનમાં ને મનમાં વિચાર કરે કે હું હજી અહીં આવ્યો એને બે દિવસ થયા ત્યાં તો એક વખત પણ મેં શાંત નથી સાંભળ્યા આખરે આ દાદા-દાદી કેમ ઝગડતા જ રહેતા હશે?
સ્પષ્ટ અવાજ તો ન સંભળાતો પરંતુ કોઈ નેકોઈ ઘોંઘાટ સંભળાયા કરતો. થોડા સમય તો તેને સાંભળ્યું પછી તેનાથી રહેવાયું નહીં એટલે તરત જ પોતાના રૂમમાંથી બહાર નીકળી દાદા દાદી ના ઘર પાસે જઈને બહાર ઉભો રહી ગયો ત્યાં ઊભો રહ્યો તો સામે દ્રશ્ય અદભુત જોવા મળ્યું.
સામે દાદા હાથમાં પાણી કાઢવા માટે વાઇપર અને પોતુ લઈને ઊભા હતા. તરત જ ડેલી પાસે જઈને યુવક ઉભો રહી ગયો એટલે દાદાએ તેની સામું જોઈને સ્માઈલ કરી અને ફરી પાછું પોતું કરવા લાગ્યા. પરંતુ દાદી ને હજી ખબર નહોતી કે બહાર કોઈ આવ્યું છે તેનું અંદરથી બોલ બોલ ચાલુ જ હતું, દાદીએ રાડો પાડતા કહ્યું કેટલી વખત તમને ના પાડી છે કે તમારે ફળિયું નથી જોવાનું અને એમાં પોતું પણ નથી કરવાનું પણ આ ડોસો કોઈનું માનતો જ નથી, પેલા યુવકથી ચૂપ ના રહેવાયું અને તરત જ દાદા ને પૂછ્યું દાદા કેમ ફળિયુ તમે આવો છો જ્યારે દાદી તો તમને ના પાડી રહ્યા છે…
દાદાએ ચશ્મા નીચે કરી ઉપરથી આંખો કાઢીને યુવક સામે નજર કરી અને કહ્યું બેટા તું તો અહીં નવો રહેવા આવ્યો છે તને બીજી કાંઈ ન ખબર હોય પણ મને પણ આ ફળિયુ ધોવાનો કંઈ શોખ નથી હું તો એટલા માટે જ આ બધું કામ કરું છું કારણકે એને ન કરવું પડે. સવારે જાગ્યા પછી તરત જ ફળિયુ સાફ કરવાની ટેવ પડી ગઈ હતી હવે એનાથી પહેલા હું જાગીને ફળિયુ ધોઈ નાખો છું.
યુવકને આશ્ચર્ય થયું પહેલા ઝઘડા નું સ્વરૂપ લાગી રહ્યું હતું હવે કંઈ અલગ જ પરિસ્થિતિ હોય એવું લાગી રહ્યું હતું તેમ છતાં દાદાના ઘરમાં અંદર ગયો અંદર જઈને જોયું તો દાદી કિચનમાં હતા રસોડામાં કંઈ કામ કરી રહ્યા હતા દરવાજા ખોલવા નો અવાજ આવ્યો એટલે તેને પણ ખબર પડી ગઈ કે કોઇ આવ્યું છે તરત જ યુવકના મોટી દાદી કહેવા લાગ્યા કે હવે આ ઉંમરમાં તારા દાદાના શરીરમાં કશું થઈ ગયું તો મારું શું થશે? મારાથી તો એની સારસંભાળ નહીં લઈ શકાય. બોલતા બોલતા પણ દાદી જરા અચકાયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
રસોડામાં તે જાણે સવારનો નાસ્તો બનાવી રહ્યા હોય એવું લાગ્યું ચટણી મિક્સર હોવા છતાં હાથેથી પીસીને બનાવી રહ્યા હતા આ પણ પેલા યુવકને અજુગતું લાગ્યું એટલે પૂછ્યું દાદી તમે ચટણી કેમ આવી રીતે બનાવો છો મિક્સર તો તમારી પાસે છે. તારા દાદા ને હાથની બનાવેલી ચટણી ખૂબ જ ભાવે છે. મને કોઈ દિવસ સામેથી કહેતા નથી પણ જ્યારે પણ હાથથી બનાવેલી ચટણી કરી હોય ત્યારે આંગળી ચાટીને બધી ખાઈ જાય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
એટલામાં દાદા બહાર પોતું કરીને અંદર આવ્યા, ફરી પાછું યુવકને કહેવા લાગ્યા બેટા તારી બા પણ ગજબ છે દરરોજ મારા ચંપલ ક્યાંક છુપાવી દે છે અને હું શોધ્યા કરું છું મને આવી રીતે ચપ્પલ ની શોધ કરતો જોઈને તેને ખૂબ જ મજા પડે છે.
એટલામાં દાદી બોલ્યા આતો ચપ્પલ તો છુપાવવા જ પડે ને શિયાળો ચાલુ થઇ ગયો છે અને કોઈ દિવસ તારા દાદા જોતા પહેરીને બહાર ન જાય પછી હું શું કરું પગમાં સોજા ચડી જાય અને પછી પાછળથી હેરાન થવું એના કરતાં તો વધુ સારું એ જ છે ને કે જૂતા પહેરીને જાય.
માત્ર બે દિવસ પહેલાં જ રહેવા આવેલા યુવક સાથે આટલી હળી-મળીને આ દાદા-દાદી એટલે વાત કરી રહ્યા હતા કે એ યુવકના દૂરના સગા થતા હતા. એટલામાં નાસ્તો ટેબલ પર આવી ગયો દાદા દાદી અને પેલા યુવકને પણ પરાણે નાસ્તો કરવા બેસાડ્યો.
બધા લોકો નાસ્તો કરવા લાગ્યા, પરંતુ યુવકના મનમાં છેલ્લા બે દિવસથી જે ભ્રમ હતો તે ભ્રમ આજે ચકનાચૂર થઈ ગયો કારણકે એને તો એવું જ લાગતું હતું કે દાદા-દાદી ખૂબ જ ઝઘડો કરે છે પરંતુ આ ઝગડા ની વચ્ચે એકબીજા પ્રત્યે અપાર પ્રેમ જોઈને યુવકનું મન પીગળી ગયું.
નાસ્તો કર્યા પછી પણ યુવક ત્યાં થોડા સમય રહ્યો ત્યાં સુધીમાં દાદા દાદી ઘણી બીજી રકઝક કરી રહ્યા હતા, જેમ કે બહાર જવું સ્કૂટરમાં જાવું કે નહીં વગેરે અનેક રકઝક યુવકની સામે કરી. પરંતુ તે યુવકને આ બધી રરકઝક માં એકબીજા પ્રત્યેનો પ્રેમ જ દેખાતો હતો. તેનાથી રહેવાયું નહીં અને દાદા તેમજ દાદી ને જોઈને મનમાં ને મનમાં બોલી ઉઠ્યો કે ખરેખર ભગવાન આવા ઝઘડા દરેક લોકોમાં કરાવે જેથી નાના-નાના ઝગડા માં પણ કપલ વચ્ચે નો અપાર પ્રેમ છલકાવા લાગે. પ્રેમ તો ગમે એ લોકો કરવા લાગે છે પરંતુ પ્રેમ ને સમય જતા નિભાવવો એ ખુબ જ મોટી વાત છે તે યુવકને આજે સમજાઈ ગયું.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.