“આ કપલ કેમ આટલા ઘરડા થઈને પણ રોજ ઝઘડ્યા જ કરે છે?” પરંતુ ઘરમાં જઈને જોયું તો…

દાદાએ ચશ્મા નીચે કરી ઉપરથી આંખો કાઢીને યુવક સામે નજર કરી અને કહ્યું બેટા તું તો અહીં નવો રહેવા આવ્યો છે તને બીજી કાંઈ ન ખબર હોય પણ મને પણ આ ફળિયુ ધોવાનો કંઈ શોખ નથી હું તો એટલા માટે જ આ બધું કામ કરું છું કારણકે એને ન કરવું પડે. સવારે જાગ્યા પછી તરત જ ફળિયુ સાફ કરવાની ટેવ પડી ગઈ હતી હવે એનાથી પહેલા હું જાગીને ફળિયુ ધોઈ નાખો છું.

યુવકને આશ્ચર્ય થયું પહેલા ઝઘડા નું સ્વરૂપ લાગી રહ્યું હતું હવે કંઈ અલગ જ પરિસ્થિતિ હોય એવું લાગી રહ્યું હતું તેમ છતાં દાદાના ઘરમાં અંદર ગયો અંદર જઈને જોયું તો દાદી કિચનમાં હતા રસોડામાં કંઈ કામ કરી રહ્યા હતા દરવાજા ખોલવા નો અવાજ આવ્યો એટલે તેને પણ ખબર પડી ગઈ કે કોઇ આવ્યું છે તરત જ યુવકના મોટી દાદી કહેવા લાગ્યા કે હવે આ ઉંમરમાં તારા દાદાના શરીરમાં કશું થઈ ગયું તો મારું શું થશે? મારાથી તો એની સારસંભાળ નહીં લઈ શકાય. બોલતા બોલતા પણ દાદી જરા અચકાયા.

રસોડામાં તે જાણે સવારનો નાસ્તો બનાવી રહ્યા હોય એવું લાગ્યું ચટણી મિક્સર હોવા છતાં હાથેથી પીસીને બનાવી રહ્યા હતા આ પણ પેલા યુવકને અજુગતું લાગ્યું એટલે પૂછ્યું દાદી તમે ચટણી કેમ આવી રીતે બનાવો છો મિક્સર તો તમારી પાસે છે. તારા દાદા ને હાથની બનાવેલી ચટણી ખૂબ જ ભાવે છે. મને કોઈ દિવસ સામેથી કહેતા નથી પણ જ્યારે પણ હાથથી બનાવેલી ચટણી કરી હોય ત્યારે આંગળી ચાટીને બધી ખાઈ જાય છે.

એટલામાં દાદા બહાર પોતું કરીને અંદર આવ્યા, ફરી પાછું યુવકને કહેવા લાગ્યા બેટા તારી બા પણ ગજબ છે દરરોજ મારા ચંપલ ક્યાંક છુપાવી દે છે અને હું શોધ્યા કરું છું મને આવી રીતે ચપ્પલ ની શોધ કરતો જોઈને તેને ખૂબ જ મજા પડે છે.

error: Content is Protected!