73 વર્ષના પતિએ કહ્યું હવે જીવવાની ઈચ્છા નથી, એટલે પત્નીએ કહ્યું હવે તમે જતા રહો એ જ બરાબર છે. પતિએ પૂછ્યું શું તું પણ કંટાળી ગઈ? ત્યારે પત્નીએ એવો જવાબ આપ્યો કે…

સતત ઉધરસ આવવાના કારણે નાથાબાપા ને શ્વાસ ચડી ગયો હતો, અને હાંફી રહ્યા હતા. ત્યારે તેની પત્નીએ તેના ખભા પર હાથ રાખ્યો, અને પીઠ પર પંપાળવા લાગ્યા અને કહ્યું કે હું હમણાં જ તમને તેલ ગરમ કરી અને પીઠ માં લગાડી દઉં છું. જેનાથી તમને રાહત રહેશે અને કફ પણ બહાર આવી જશે

જયારે નાથાબાપા ના પત્ની તેલ લગાવી રહ્યા હતા, ત્યારે નાથ બાપા એ કહ્યું કે હવે તો તારા હાથ પણ ખરબચડા થઇ ગયા છે તેલ લગાવે છે તો પણ વાગી રહ્યા છે ત્યારે તેના પત્ની એ કહ્યું કે હવે મને 70 થયા અને તમને 73 હવે તો હાથ વાગે જ ને કેટલા વર્ષ સુધી નરમ રહે.

એટલે નાથાબાપા એ કહ્યું કે હવે તો જીવવાની ઇરછા પણ નથી રહી આટલી હેરાનગતિ ભગવાન કોઈ ને ના આપે. “હવે તો તમે ચાલ્યા જાઓ એ જ બરોબર છે” તેની પત્ની એ કડક શબ્દોમાં કહ્યું… નાથાબાપા એ પૂછ્યું કે હવે તું પણ મારા થી કંટાળી ગઈ છો કે શું?

ત્યારે તેની પત્ની એ કહ્યું કે તો હું શું કરું ?? તમારા દીકરા ની વહુ બધા આડોશ પાડોશ માં કહે છે કે હવે આ ડોસો મરે તો સારું આખી રાત ઉધરસ ખાધા કરે છે. અને ઠો ઠો કર્યા કરે છે… અમને શાંતિથી સુવા પણ દેતો નથી કોણ જાણે ભગવાને આટલી ઉંમર કેમ આપી હશે.

ત્યારે નાથાબાપા એ તેની પત્ની ને પૂછ્યું કે તારી ઇરછા પણ એવી જ છે કે ??તેની પત્ની એ જવાબ આપતા કહ્યું કે આ દુનિયા ની કઈ સ્ત્રી વિધવા બનવાના શોખ રાખે ?? તમારી હાજરી તો મારા માટે પુણ્ય ની છત્રી નું કામ કરે છે. હા પણ જિંદગી થોડી આપણા હાથ માં છે?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel