6 વર્ષની દીકરીની બચવાની કોઈ જ સંભાવના નહોતી અને ચાલુ ઓપરેશને અચાનક એવું થયું કે ડોક્ટર સહિત ત્યાં હાજર રહેલા બધા લોકો…

આ ઘટના ભારતના એક ખૂબ જ વરિષ્ઠ ડોક્ટર સાથે ઘટેલી છે અને આ કોઈ કાલ્પનિક વાર્તા નથી સત્ય ઘટના છે જેનો ઉલ્લેખ ઘણી જગ્યાએ જોવા મળે છે. એક હૃદયરોગના વિશેષજ્ઞ ડોક્ટર હતા, તેની સાથે એક દિવસે જે ઘટના બની તેનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે.

એક દિવસ ડોક્ટર પાસે એક દંપતિ પોતાની છ વર્ષની દીકરીને લઈને આવ્યા. તેને કોઈ તકલીફ હોવાથી તપાસ કર્યા પછી ખબર પડી કે એ છ વર્ષની દીકરીના હૃદયમાં રક્ત સંચાર ઘણા અંશે ઓછો થઈ ચૂક્યો છે.

એટલે આ ડોક્ટરે તેના સાથી ડોક્ટરો સાથે પણ આ વિશે ચર્ચા કરી ત્યાર પછી ચર્ચા વિમર્શ કર્યા પછી ડોક્ટરે તે દંપતિ ને કહ્યું આ દીકરીની બચવાની સંભાવના ૩૦ ટકા જેટલી છે. અને દીકરીનું ઓપરેશન કરવું પડશે જેમાં ઓપન હાર્ટ સર્જરી કરવી પડશે અને જો આ સફળ થઈ જાય તો દીકરી જીવી શકે તેમ છે નહીંતર તે માત્ર ગણતરીના મહિનાઓ જ જીવી શકે તેમ છે.

માતા-પિતા ભાવુક થઈ ગયા, અને છ વર્ષની દીકરી ની બચવાની સંભાવના ઓછી હોય તેમજ ઓપરેશન કરવું પડે એમ હોય ત્યારે કોઈ પણ મા-બાપ ભાવુક થાય એ સ્વાભાવિક બાબત છે.

માતા-પિતાએ ડોક્ટરને કહ્યું, ડોક્ટર સાહેબ અમારી એક જ દીકરી છે. ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો નથી તો પછી તમે ઓપરેશનની તૈયારી કરો.

ઓપરેશન થવાનું હતું તે તારીખ ના પાંચ દિવસ પહેલાં જ દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવાની હતી. અને ઓપરેશન ના પાંચ દિવસ પહેલાં જ મા-બાપ દીકરીને લઈને હોસ્પિટલ આવ્યા ને દાખલ કરાવી.

પાંચ દિવસ સુધી દીકરી સાથે ડોક્ટર અવારનવાર હેલ્થ ચેક કરવા આવતા અને સાથે સાથે એ ડોક્ટર દીકરી સાથે અવનવી વાતો પણ કરતા પાંચ દિવસમાં જ જાણે ડોક્ટર અને દીકરી એકબીજાના ફ્રેન્ડ બની ગયા હોય ઍ રીતે વાતો કરતા.

દીકરાના માતા-પિતાના ભગવાનમાં અતૂટ વિશ્વાસ હતો. સવાર-સાંજ દીકરીને તેઓ કહેતા રહેતા કે બેટા જરાપણ ગભરાતી નહિં કારણ કે બાળકોના હૃદયમાં તો ભગવાન પોતે રહે છે. અને એ તને કશું નહીં થવા દે.

થોડા દિવસો પછી સર્જરી હતી એ સર્જરીના દિવસે પણ માતા-પિતાએ તેને આ જ વસ્તુ જણાવી અને ડોક્ટરે પણ કહ્યું કે બેટા ચિંતા નહીં કરીશ ઓપરેશન પછી તમે બિલકુલ ઠીક થઈ જશો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel