માતા-પિતા ભાવુક થઈ ગયા, અને છ વર્ષની દીકરી ની બચવાની સંભાવના ઓછી હોય તેમજ ઓપરેશન કરવું પડે એમ હોય ત્યારે કોઈ પણ મા-બાપ ભાવુક થાય એ સ્વાભાવિક બાબત છે.
માતા-પિતાએ ડોક્ટરને કહ્યું, ડોક્ટર સાહેબ અમારી એક જ દીકરી છે. ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો નથી તો પછી તમે ઓપરેશનની તૈયારી કરો.
ઓપરેશન થવાનું હતું તે તારીખ ના પાંચ દિવસ પહેલાં જ દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવાની હતી. અને ઓપરેશન ના પાંચ દિવસ પહેલાં જ મા-બાપ દીકરીને લઈને હોસ્પિટલ આવ્યા ને દાખલ કરાવી.
પાંચ દિવસ સુધી દીકરી સાથે ડોક્ટર અવારનવાર હેલ્થ ચેક કરવા આવતા અને સાથે સાથે એ ડોક્ટર દીકરી સાથે અવનવી વાતો પણ કરતા પાંચ દિવસમાં જ જાણે ડોક્ટર અને દીકરી એકબીજાના ફ્રેન્ડ બની ગયા હોય ઍ રીતે વાતો કરતા.
દીકરાના માતા-પિતાના ભગવાનમાં અતૂટ વિશ્વાસ હતો. સવાર-સાંજ દીકરીને તેઓ કહેતા રહેતા કે બેટા જરાપણ ગભરાતી નહિં કારણ કે બાળકોના હૃદયમાં તો ભગવાન પોતે રહે છે. અને એ તને કશું નહીં થવા દે.