ચાર મિનિટ થશે આ વાંચતા, પણ જો ધંધો કરવા માંગતા હોય તો અચૂક વાંચજો…

22 વર્ષનો એક છોકરો, નામ એનું કિશન. વર્ષો પહેલા તેના પિતાનુ અવસાન થઇ ગયું પછી માતાએ તેને ભણાવીને મોટો કર્યો, પણ હાઈસ્કુલ પુરી કર્યા પછી તે ગ્રેજ્યુએશન ન કરી શક્યો કારણકે ગ્રેજ્યુએશનની ફી ખૂબ વધારે હતી.

થોડા સમય સુધી તેને એક ગેરેજમાં કામ કર્યું અને માતાને પણ ઘરમાં થોડી કમાણી કરીને મદદ કરાવી. ધીમે ધીમે સમય વીતતો ગયો અને તેની ઉંમર બાવીસ વર્ષની થઈ ગઈ, તેને ગેરેજ માં પણ ઘણા વર્ષોથી કામ કરતો હોવાથી સારો અનુભવ થઈ ચૂક્યો હતો. કિશન એ પોતાનું નવું ગેરેજ ખોલવા નો વિચાર કર્યો થોડા સમય પછી પોતાનું નવું ગેરેજ ચાલુ કર્યું અને ધીમે ધીમે તેને પોતાની ધંધાની શરૂઆત કરી.

એક દિવસ એક ગાડી બરાબર તેના ગેરેજ પાસેથી જઈ રહી હતી એવામાં તે ગાડી માં કોઇ ખામી સર્જાવાને કારણે ગાડી બંધ પડી ગઈ. એ ગાડી ની સામે જ કિશન નું ગેરેજ હોવાથી કિશન ને તે ગાડીના માલિકે બોલાવ્યો અને તેની પાસે ગાડીનું કામ કરાવવામાં આવ્યું.

ગાડીના માલિકે સૂટ પહેરેલું હતું અને સાથે ડ્રાઇવર પણ હતો. તેના પહેરવેશ તેમજ તેની પર્સનાલિટી ઉપરથી ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે ગાડી ના માલિક ધનાઢ્ય વ્યક્તિ હશે. થોડા જ સમયમાં તે ગાડી રીપેર કરી ને ચાલુ કરી દીધી એટલા માટે તે માલિક ખુશ થઈ ગયા અને કિશન પાસેથી તેનો નંબર લીધો અને કહ્યું હું કોઈપણ કામ હશે તો તને ફોન કરીશ.

થોડા દિવસો પછી કિશન ને તેનો ફોન આવ્યો અને તેને કહ્યું તું મારા ઘરે આવી શકે? કારણકે અહીં બીજી એક ગાડીમાં કશો પ્રોબ્લેમ થઈ ગયો છે. કિશન તેઓના ઘરે ગયો અને ઘરને જોઈને તે બિલકુલ સમજી ગયો કે તે ગાડીના માલિક અત્યંત ધનાઢ્ય વ્યક્તિ છે.

ધીમે ધીમે તે માલિકની દરેક ગાડીનું કામ કિશન કરતો ગયો અને વધારે કમાણી પણ થતી ગઈ. તે ગાડીના માલિક ના પણ ઘણા એવા મિત્રો હતા જે અત્યંત મોંઘીદાટ ગાડીઓ ધરાવતા અને આ લોકોનું કામ પણ કિશન ને મળતું ગયું. કિશન ને એવો અંદાજ હતો કે આ ગાડીના માલિકનું કામ હું સારી રીતે અને જલ્દી પૂર્ણ કરીશ તો એના થકી મને બીજા ગ્રાહકો પણ મળશે અને હકીકતમાં એવું જ થયું.

કિશન ગેરેજના કામોમાં એકદમ હોશિયાર હતો, અમુક ગાડીમાં તેની એવી સ્પેશિયાલિટી હતી કે લગભગ શહેરમાં કોઈને ન આવડતું હોય એ ગાડી પણ તે રીપેર કરી શકતો, જોતજોતામાં ત્રણ વર્ષમાં તેને ઘણી પ્રગતિ કરી. તેને રેફરન્સમાં ઘણું કામ મળતું ગયું અને તે પણ ધીમે ધીમે ધનાઢ્ય થઈ ગયો.

જાણે કે તેના નસીબ ચમકી ગયા હોય એવી રીતે માત્ર ત્રણ વર્ષમાં તેને ખૂબ જ પ્રગતિ કરી. કિશન ની નીચે હવે ગેરેજ માં લગભગ ૧૫ જેટલા કારીગરો પણ કામ કરતા હતા.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel