ચાર મિનિટ થશે આ વાંચતા, પણ જો ધંધો કરવા માંગતા હોય તો અચૂક વાંચજો…

ધીમે ધીમે તે માલિકની દરેક ગાડીનું કામ કિશન કરતો ગયો અને વધારે કમાણી પણ થતી ગઈ. તે ગાડીના માલિક ના પણ ઘણા એવા મિત્રો હતા જે અત્યંત મોંઘીદાટ ગાડીઓ ધરાવતા અને આ લોકોનું કામ પણ કિશન ને મળતું ગયું. કિશન ને એવો અંદાજ હતો કે આ ગાડીના માલિકનું કામ હું સારી રીતે અને જલ્દી પૂર્ણ કરીશ તો એના થકી મને બીજા ગ્રાહકો પણ મળશે અને હકીકતમાં એવું જ થયું.

કિશન ગેરેજના કામોમાં એકદમ હોશિયાર હતો, અમુક ગાડીમાં તેની એવી સ્પેશિયાલિટી હતી કે લગભગ શહેરમાં કોઈને ન આવડતું હોય એ ગાડી પણ તે રીપેર કરી શકતો, જોતજોતામાં ત્રણ વર્ષમાં તેને ઘણી પ્રગતિ કરી. તેને રેફરન્સમાં ઘણું કામ મળતું ગયું અને તે પણ ધીમે ધીમે ધનાઢ્ય થઈ ગયો.

જાણે કે તેના નસીબ ચમકી ગયા હોય એવી રીતે માત્ર ત્રણ વર્ષમાં તેને ખૂબ જ પ્રગતિ કરી. કિશન ની નીચે હવે ગેરેજ માં લગભગ ૧૫ જેટલા કારીગરો પણ કામ કરતા હતા.

થોડા દિવસો પછી ફરી પાછો એક ફોન આવ્યો અને આ ફોન બીજા કોઈનો નહીં પરંતુ એ જ વ્યક્તિનો હતો જેની ગાડી બંધ પડી હતી અને કિશન ને તે ગાડી જલ્દીથી રીપેર કરી ને પરત આપી હતી. તેઓએ કહ્યું કે મારી એક બીજી ગાડીમાં પ્રોબ્લેમ થયો છે તો તમે આવી શકશો કિશન તરત જ તેને ઘરે પહોંચી ગયો.

તેને ઘરે પહોંચ્યો ત્યારે પહેલી ગાડીના માલિક તેની રાહ જોઈને બહાર જ ઉભા હતા. તે માલિકને એવું લાગતું હતું કે કિશન પહેલાંની જેમ જ તેનું બાઈક લઈને ઘરે આવશે અને ગાડી રીપેર કરશે પરંતુ તેના ઘરની સામે એક મોંઘીદાટ ગાડી ઉભી રહી, તેને માનવામાં ન આવ્યું કે કિશન હવે મોંઘી ગાડી ફેરવવા લાગ્યો હતો. કિશન ની સાથે બે કારીગરો પણ હોય તેવું તેને લાગ્યું.

error: Content is Protected!