4 મિનિટનો સમય કાઢીને આ વાંચી લો, જીવન જીવવાની સાચી રીત શીખી જશો

એક ખૂબ જ મહાન ચિત્રકાર હતો, તેના બનાવેલા ચિત્રો ખૂબ જ લોકપ્રિય હતા.. એક દિવસ તેને એક ખૂબ જ સુંદર ચિત્ર બનાવી અને એક પ્રયોગ કરવાનું નક્કી કર્યું.

તે જે ગામમાં રહેતો હતો તે ગામના ચોકમાં તેને તે ખૂબ જ સુંદર ચિત્ર બનાવીને ત્યાં રાખ્યું અને નીચે એક બોર્ડ લગાવી અને તેમાં લખ્યું કે આ ચિત્ર જોવા વાળા ને આમાં કોઈ પણ ખામી લાગે તો એ જગ્યાએ નિશાન કરી આપશો.

અને આટલું બોર્ડ મારીને તે ત્યાંથી જતો રહ્યો, આખો દિવસ વીતી ગયો પછી રાતના લોકોની પ્રતિક્રિયા કેવી રહી તે જોવા માટે તે ફરી પાછો ચોકમાં ગયો.

રાતના તે ત્યારે ત્યાં ગયો ત્યારે ચિત્રની હાલત જોઈને તેને ખૂબ જ દુઃખ થયું કારણકે તેની ઘણા દિવસોની મહેનત ઉપર લોકોએ મન ફાવે એ રીતે ઘણા બધા નિશાન કરી નાખ્યા હતા,. ચિત્રની હાલત ખરાબ કરી નાખી હતી.

તે ખૂબ જ દુઃખી થઈને ચિત્ર પાસે બેસી ગયો અને વિચારમાં પડી ગયો. એવા મા તેનો મિત્ર ત્યાંથી પસાર થતો હતો તેનું ધ્યાન ગયું, અચાનક જ તેનો મિત્ર આવી રીતે મળી ગયો અને કાયમ ખુશ રહેતો કલાકાર આજે ઉદાસ કેમ છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એ પૂછવા માટે તેનો મિત્ર તેની પાસે ગયો અને ત્યાં આવીને તેને પૂછ્યું કે અરે મિત્ર કેમ આટલો બધો દુઃખી છો? ત્યારે તે મિત્ર તેને આજના બનેલી ઘટનાની વિસ્તારપૂર્વક વાત કરી.

તે ચિત્રકારનો મિત્ર પણ વર્ષોના અનુભવ વાળો હતો, તરત જ તેના મિત્રને સાંત્વના આપતા કહ્યું અરે એમાં દુઃખી ન થવાનું હોય. હું તને એક ઉપાય બતાવું છું.

તું એક બીજું ચિત્ર બનાવી અને અહીંયા લગાવી દે અને ત્યારે તે ચિત્રની નીચે બોર્ડમાં તે જે લખ્યું છે એવું નહીં પરંતુ લખવાનું કે આ ચિત્રમાં તમને કોઈ ભૂલ કે ખામી દેખાય તેને સુધારી આપશો.

તેના મિત્રના ઉપાય પ્રમાણે ચિત્રકારે એ જ પ્રમાણે બીજું ચિત્ર તૈયાર કર્યું, અને તેમાં જાણી જોઈને થોડી ભૂલો પણ રાખી કારણકે લોકોની પ્રતિક્રિયા કેવી આવશે તે જોવા માંગતો હતો. અને નીચે મિત્રના કહ્યા પ્રમાણેનું બોર્ડ લગાવી દીધું.

આખો દિવસ પસાર થઈ ગયો ત્યાર પછી તે રાત્રે લગાવેલા ચિત્ર પાસે ગયો અને જોયું તો તેના આશ્ચર્યનો પાર ના રહ્યો. કારણ કે ચિત્ર જેમ સવારે હતું એમનું એમ જ ત્યાં હતું. કોઈએ તેમાં જરા પણ છેડછાડ કરી ન હતી.

આ વાત ભલે કદાચ કાલ્પનિક હોઈ શકે પરંતુ આપણને ખૂબ જ મહત્વની શીખ આપીને જાય છે કે કોઈની વાતમાં વાંધો કાઢવો, નિંદા કરવી, કે કોઈની બુરાઈ કરવી એ ખૂબ જ સહેલું છે.

પરંતુ જ્યારે તે બધી સુધારવાની વાત આવે ત્યારે કોઈ આગળ આવતું નથી, અને આ જ જીવન છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

દુનિયામાં રહેનારા માણસો આપણામાં પણ આવી અનેક જાતની ખામી શોધશે પરંતુ તે બધા ને મહત્વ આપ્યા વિના જ આપણે આગળ વધવાનું છે ખોટા લોકોની પરવાહ કર્યા વિના. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team