ત્રણ મિનિટનો સમય કાઢીને આ વાંચી લો, જીવનની નેગેટિવિટી દૂર થઈ જશે

આ વાત એક ખેડૂતની છે. તે ખેડૂત નું નામ મહેશ હતું. ઘણા વર્ષોથી પૈસા ભેગા કરીને તેને એક બળદ ખરીદ્યો હતો. અને એ બળદ ને લઈને તેના ખેતરમાં જઈ રહ્યો હતો, એવામાં ખેતરમાં જનારા રસ્તામાં વચ્ચે એક ખૂબ જ ઊંડો ખાડો પડી ગયો હતો અને દૂરથી આ ખાડો નજર પણ આવતો નહીં, અને બળદ ખેડૂત ની આગળ ચાલતો હોવાથી બળદ તરત જ આ ખાડામાં પડી ગયો.

ઘણી બધી મહેનત કર્યા પછી તેને બળદ ખરીદ્યો હતો એટલે આવી રીતે ખાડામાં પડી ગયો એટલે તે ખેડૂત ખુબ જ મૂંઝાઈ ગયો અને ખેડૂતને કામ કરવા માટે માત્ર તે એક જ બળદ હોવાથી તે અત્યંત દુખી થઇ ગયો. શું કરવું તેની કઈ સમજ નહોતી પડતી.

આગળ જઈને તેને ખાડા તરફ નજર કરી તો ખાડો ખૂબ જ ઊંડો હતો, અને બળદ પણ ત્યાં ખાડા માં ઊંડે સુધી જતો રહ્યો હતો. ખાડામાંથી બળદ ને કઈ રીતે બહાર કાઢવો તે વિચાર તેને ઘણી વખત કર્યા પરંતુ કંઇ સૂઝતું નહોતું.

સમય પણ એવો હતો કે આજુબાજુમાંથી હોય તેની મદદ પણ આવી શકે તેમ નહોતું. ખેડૂતે ખૂબ જ વિચાર કર્યા પછી નિર્ણય લીધો કે બળદ ભલે બહાર ન નીકળી શકે પરંતુ બળદ ને હું આમ અચાનક મૂકીને ચાલ્યો નહીં જાવ અને તેને અંતિમ વિદાય આપીને જ આગળ વધીશ.

અંતિમ વિદાય આપવા માટે કઠોર હૃદય સાથે ખાડામાં રેતી નાખવા માટે આજુબાજુમાં ક્યાંય રેતી મળે તો જોવા લાગ્યો પરંતુ રેતી ક્યાંય મળી નહીં બાજુમાં માટી હોવાથી તેને વિચાર કર્યો કે માટીથી જ હું ખાડામાં મારા બળદ ને દફનાવીશ અને તેને અંતિમ વિદાય આપીશ.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel