3 મિનિટ બધું પડતું મૂકીને આ વાંચી લેજો, જિંદગીમાંથી ટેંશન નીકળી જશે…

સમીરભાઈ નું અમદાવાદ માં પોળ વિસ્તારમાં વારસાગત જૂનું મકાન હતું, ત્યાંથી તેઓ દસ વર્ષ થી નદીપાર ના વિસ્તારમાં બંગલો બનાવી ને રહેતા હતા. અત્યારે જુના મકાન માં રીપેરીંગ કામ ચાલુ કર્યું હતું, એટલે રોજ સાંજે સમીરભાઈ તેને જુના મકાને એક ચક્કર લગાવતા અને બધું કામ બરાબર ચાલે છે એ તપાસ કરી જતા.

એક વાર આવી જ રીતે સાંજે આવ્યા, અને આવવામાં મોડું થયું હતું. અને એક કારીગર કામ કરતો હતો. બાકી ના બધા ચાલ્યા ગયા હતા. સમીરભાઈ એ તેને પૂછ્યું કે તું હજુ સુધી કેમ કામ કરે છે? તારે ઘરે નથી જવું? ત્યારે તેને કહ્યું કે સવારે હું અહીંયા આવતો હતો…

ત્યારે મારા સ્કૂટર માં પંચર પડી ગયું એટલે પંચર વાળાની દુકાન સુધી સ્કૂટર ઢસડીને લઇ ગયો. અને પંચર કરાવ્યું તેમાં એક કલાક બગડી. અને અહીંયા આવીને કામ કરતા કરતા હથિયાર બગડી ગયું, તે રીપેર કરાવ્યું એમાં પણ ઘણો સમય બરબાદ થઇ ગયો હવે જેટલા સમય ખોટી થયો એટલો સમય વધુ કામ તો કરવું જ પડે ને…

સમીરભાઈ એ કહ્યું કે તારે ઘણું દૂર જવાનું છે, તું હવે અત્યારે કામ બંધ કરી ને નીકળ. ઘરે તારા બાળકો રાહ જોતા હશે… એટલે કારીગરે કામ બંધ કરી ને મકાન ને તાળું માર્યું, અને સ્કૂટર ચાલુ કરવા લાગ્યો. પણ તેની મુશ્કેલી હજુ ચાલુ જ હતી. ઘણી મહેનત કરવા છતાં તેનું સ્કૂટર ચાલુ થયું નહિ, જેથી સમીરભાઈએ કહ્યું કે સ્કૂટર અંદર મૂકી દે, હું તને મોટર માં મૂકી જાઉ છું. અને કારીગર તેની મોટર માં બેસી ગયો.

ત્યાંથી પંદર કિલોમીટર દૂર કારીગર ના ઘરે પહોંચ્યા, એટલે તેને સમીરભાઈ ને પરાણે ચા પીવા માટે અંદર બોલાવ્યા. સમીરભાઈ અને કારીગર બંને ઘર માં અંદર જાય તે પહેલા કારીગર એક પીપળા નું ઝાડ હતું, ત્યાં ઉભો રહી ગયો. અને બંને હાથ ઉંચા કરી ને ઝાડ ની ડાળી પકડી લીધી. અને એક મિનિટ પછી છોડી અને સમીરભાઈ ને કહ્યું, કે હવે અંદર આવો.

અંદર જતા જ તેના બાળકો ને વહાલ થી ગળે લગાવ્યા અને તેની પત્ની ને કહ્યું કે અત્યારે જેના મકાન માં કામ ચાલે છે, એ શેઠ છે. આપણું સ્કૂટર ખરાબ થતા મને મુકવા આવ્યા છે. અને તું ફટાફટ ચા બનાવી લાવ.

બંને એ ચા પીધી અને સમીરભાઈ પોતાના ઘરે જવા બહાર નીકળ્યા, અને કારીગર તેને દરવાજા સુધી મુકવા આવ્યો. ત્યારે સમીરભાઈ એ કારીગર ને પૂછ્યું કે આપણે આવ્યા ત્યારે તમે તે ઝાડ ની ડાળી કેમ પકડી ને ઉભા રહી ગયા હતા?

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel