200 બાળકો ઉપર કરેલા રિસર્ચમાં કહેવામાં આવ્યું કે 15 વર્ષ પછી આમાંથી 50% લોકો ગુનો કરીને જેલમાં હશે, 15 વર્ષ પછી જ્યારે પ્રોફેસર આ રિસર્ચ નું પરિણામ જાણવા માટે ગયા ત્યારે…

એક વાર એક મોટી યુનિવર્સિટી ના પ્રોફેસરે ત્યાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ને એક કામ સોંપ્યું. જેમાં વિદ્યાર્થીઓએ શહેર ની એક ઝૂંપડપટ્ટી કે જ્યાં નો ગુનાખોરીનો આંક સૌથી વધારે હતો.

ત્યાં જઈ ને ત્યાં ની રહેણી કરણી ત્યાં ના આઠ થી દસ વર્ષ ના છોકરાઓ નું વર્તન અને તેના સ્વભાવ અને સંસ્કાર ઉપર થી સંશોધન કરવાનું કે તે છોકરાવ પંદર વર્ષ પછી કેવું જીવન જીવતા હશે? તેનો રિપોર્ટ બનાવવાનો…

વિદ્યાર્થીઓ તો બે દિવસ તે ઝૂંપડપટ્ટી માં બધું જોયું અને લગભગ 200 છોકરા ના નામ અને સરનામું લખી અને બધા એ જે પણ અનુભવ કર્યો તેના અનુસાર યુનિવર્સિટી માં રિપોર્ટ કરવામાં આવ્યો કે પંદર વર્ષ પછી અમે જે આઠ થી દસ વર્ષ ની ઉંમરના છોકરાઓ છે તે માંથી પચાસ ટકાથી વધુ છોકરા ગુનો કરી અને જેલ માં હશે અથવા તો કઈ ને કઈ ગુનો કરીને જેલ માં જઈ ચૂક્યા હશે.

ધીમે ધીમે સમય વીતતો ગયો આ વાતને પણ વર્ષો વીતી ગયા એક બે એમ 15 વર્ષ થઈ ચૂક્યા હતા. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ૧૫ વર્ષ પછી જે જણાવવામાં આવ્યું હતું એ શું સાચું છે કે ખોટું તે તપાસવા માટે યુનિવર્સિટીના પ્રોફેસર ઉત્સુક હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

એટલે યુનિવર્સિટીના પ્રોફેસર જાતે ત્યાં ની મુલાકાત લઇ ને એ જાણવા ગયા એ અત્યારે જે પચીસ વર્ષ ની આસપાસ ના યુવકો છે, તે શું કરે છે, તો બધા ને એકદમ આશ્ચર્ય થયું કે આ 200 છોકરા માંથી ફક્ત ત્રણ છોકરા જ જેલમાં હતા. કે ગયા હતા, પ્રોફેસરો પણ અસમંજસ માં મુકાઈ ગયા કે આપણા ભણાવેલા વિદ્યાર્થી નું અનુમાન આટલું બધું ખોટું કેમ પડી શકે.

ત્યારે એ પ્રોફેસરે બધા છોકરાઓ ની મુલાકાત કરીને એ તપાસ કરી કે એવું શું એ લોકોના જીવનમાં બન્યું છે કે જેનાથી આ બધા છોકરાઓ ઈમાનદારીથી પોતાનો ધંધો કરી રહ્યા છે અથવા તો પછી સારી એવી નોકરી કરીને પોતાનું જીવન સુખેથી વિતાવી રહ્યા છે.

તપાસ કરતા પ્રોફેસરને જાણવા મળ્યું કે એક શિક્ષિકા આ દરેક વિદ્યાર્થીઓને ભણાવવા માટે આવતા હતા, આ શિક્ષિકા પોતાના નિવૃત્ત થઈ ચૂક્યા હતા પરંતુ તેમ છતાં તે ઘરે બેસી રહેવાને બદલે અહીં આવીને બધા છોકરાઓને ભણવા માટે પ્રેરણા આપતા અને તેઓને સાચા અને સારા સંસ્કાર મળે એટલા માટે તેઓ આખો દિવસ આ વિસ્તારમાં જ રહેતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બધા છોકરાઓને ભણવા માં કોઈ મદદની જરૂર હોય તો તેઓ કરતા અને સારા સંસ્કાર પણ આપતા. કોઈપણ છોકરાને ખરાબ ટેવ હોય તો એ ટેવ છોડાવીને સારી ટેવ અપનાવવા માટે કહેતા. પ્રોફેસર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. લોકો પાસેથી શિક્ષિકા નું સરનામું લઈને ત્યાં જવાનું વિચાર્યું.

પરંતુ બધાને તે શિક્ષિકા નું સરનામું પૂછ્યું તો બધા પાસેથી એક જ જવાબ મળ્યો કે તેઓને ખબર નથી કે એ ક્યાં રહેતા હતા અને અત્યારે ક્યાં રહે છે તેના વિશે પણ કોઈ જાણતું નથી. પ્રોફેસર ગમે તેમ કરીને તે શિક્ષિકાને મળવા માગતા હતા. લગભગ ઘણી બધી શોધખોળ કરી ત્યારે આખરે તે શિક્ષિકા મળી ગયા.

શિક્ષિકા પાસે જઈને પ્રોફેસરે તેને પૂછ્યું કે આ ઝૂપડપટ્ટીમાં રહેતા છોકરાઓને તમે ભણાવતા તેમાં આટલો બધો ફેરફાર કઈ રીતે લાવી શક્યા? એ શિક્ષકને જાણે બધું મોઢે હોય તે રીતે તરત જ કહ્યું કે મેં કોઈ જ ફેરફાર તેઓમાં નથી કર્યો, એ છોકરાઓ મને ખૂબ જ પ્રેમ કરતા હતા અને હું પણ એ છોકરાઓને ખૂબ જ પ્રેમથી રાખતી અને સમજાવતી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બસ આટલું સાંભળીને પ્રોફેસર ત્યાંથી ઊભા થઇને જવા લાગ્યા, કારણકે તેને આખરે બ્રહ્મજ્ઞાન થઈ ચૂક્યું હતું કે નાની ઉંમરમાં બાળકોને જો સાચો પ્રેમ સાચી સમજણ અને સારા સંસ્કાર મળે તદુપરાંત સાચી શિક્ષા મળે તો બાળક નો ઉછેર ગમે ત્યાં થયો હોય પરંતુ મોટા થઈને એ બાળકો ખોટે રસ્તે જતા નથી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

મોટા ભાઈએ નાની બહેનને ઘરમાંથી કાઢી મૂકી હતી પણ જ્યારે સત્ય બહાર આવ્યું...

મને માફ કરી દે મારી વહાલી બહેન!" રમેશ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. "મેં તને કેટલી ગાળો આપી, તારા માટે કેટલું ખરાબ વિચાર્યું. પણ તું તો મારા મા

By Just Gujju Things Team

મંદિરના પગથિયે ફૂલ વેચતી ગરીબ છોકરી સામે કરોડપતિ શેઠે અચાનક ગાડી રોકીને...

રાધાએ ભીના હાથે ગુલાબની પાંખડીઓ પકડી અને સોય-દોરો ઝડપથી ચલાવવા લાગી. હાથમાં વાગેલા કાંટાનું દર્દ સહન કરીને પણ તે સુંદર ગજરો ગૂંથી રહી હતી. બાજુની દુકા

By Just Gujju Things Team

ખોવાયેલી દીકરીના રૂમમાં રડતા પરિવારના આંગણે અડધી રાતે આર્મીની ગાડી આવી ત્યારે...

દિવાળીના શુભ તહેવારની પવિત્ર સંધ્યાએ પિતા વિનોદભાઈના બંને ધ્રૂજતા હાથમાંથી સળગતો માટીનો મોટો કોડિયું આરસપહાણના સફેદ ફ્લોર પર પડીને જો

By Just Gujju Things Team

વાંઝણી કહીને વહુને ઘરમાંથી કાઢતી સાસુ સામે જ્યારે ડોક્ટરે જૂની ફાઈલ ખોલી ત્યારે...

શાંતાબાએ હાથમાં રહેલી કાંસાની થાળી જોરથી રસોડાના ઓટલા પર પટકી. આખો ઓસરીનો ભાગ થાળીના અવાજથી ગૂંજી ઊઠ્યો. શાંતાબાએ પાડોશી મહિલાઓ આગળ મોટેથી બરા

By Just Gujju Things Team