14 વર્ષના IPL ઈતિહાસમાં માત્ર આ 3 બેટ્સમેન જ 1 ઓવરમાં 5 સિક્સર ફટકારી શક્યા છે, મેચને પોતાની તરફ ખેંચી લીધો હતો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સિઝન 26 માર્ચથી શરૂ થઈ રહી છે. તમામ દર્શકો પોતપોતાના ખેલાડીઓનું પ્રદર્શન જોવા માટે ઉત્સુક છે. IPLની હરાજી પહેલા જ લોકોમાં IPLનો ક્રેઝ દેખાવા લાગે છે. તે જ સમયે ખેલાડીઓ પોતપોતાની ટીમને જીતવા માટે સખત મહેનત કરતા જોવા મળે છે. IPL એ લોકો માટે રમતગમતનો તહેવાર છે. આ લીગમાં દેશ-વિદેશના ખેલાડીઓ સામેલ છે.

જો IPL 2022માં ટીમોની સંખ્યા વધી છે તો મેચો પણ વધી છે. મેચો વધી છે ત્યારે આ વખતે ચાહકો માટે ચોગ્ગા અને છગ્ગાની સંખ્યા પણ વધશે. તમે બધાએ ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં ઘણી ધમાકેદાર બેટિંગ જોઈ હશે. શું તમે બધા જાણો છો કે IPLના ઈતિહાસમાં ત્રણ એવા ખેલાડી છે જેમણે એક ઓવરમાં 5 સિક્સર ફટકારી છે. તો ચાલો આજે તમને આ 3 ખેલાડીઓ વિશે જણાવીએ…. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આ IPLના ત્રણ ઐતિહાસિક ખેલાડી છે

ક્રિસ ગેલ

યુનિવર્સ બોસ તરીકે પણ ઓળખાતા પ્રખ્યાત ખેલાડી ક્રિસ ગેલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઈતિહાસમાં એક ઓવરમાં 5 સિક્સર મારનાર પ્રથમ ખેલાડી હતા. ૨૦૧૨ના વર્ષમાં પૂણે વોરિયર્સની સામે રમવામાં આવેલી મેચમાં ક્રિસ ગેલે આ કારનામું આખરે કરી બતાવ્યું હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ગેઈલે પુણે વોરિયર્સના બોલર રાહુલ શર્મા સામે એક ઓવરમાં 5 સિક્સ ફટકારી હતી. ગેઈલે પોતાની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.

આ મેચમાં તેણે 48 બોલમાં 81 રન બનાવ્યા હતા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પુણે વોરિયર્સ પર છ વિકેટે જીત અપાવી હતી. ગેલના આઈપીએલ કરિયરની વાત કરીએ તો તેની આઈપીએલ ની કારકિર્દી ઘણી સારી રહી છે. અને તેની કારકિર્દી દરમિયાન આ ક્રિકેટર એ અત્યાર સુધીમાં છ સદી ફટકારી છે.

રાહુલ તેવટિયા

રાહુલ તેવટિયા આ યાદીમાં બીજા સ્થાને છે. વર્ષ 2020 માં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ આઈપીએલના ઈતિહાસની શ્રેષ્ઠ મેચોમાંની એક પણ માની શકાય. તેનું કારણ એ છે કે પંજાબ કિંગ્સે રોયલ રાજસ્થાન સામે 224 રનનો ખુબ જ વિશાળ ટાર્ગેટ બનાવ્યો હતો. અને આશ્ચર્યની સાથે આ ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 6 વિકેટે 226 રન બનાવ્યા હતા.

રાજસ્થાન રોયલ્સને જીત અપાવવામાં સૌથી મહત્વની ભૂમિકા રાહુલ તાવેટિયાએ ભજવી હતી. તાવેટિયાએ પંજાબ કિંગ્સ સામે ફાસ્ટ બોલર કોટ્રેલની એક ઓવરમાં 5 સિક્સર ફટકારીને મેચ રાજસ્થાન રોયલ્સના ખોળામાં મૂકી દીધી હતી. શેલ્ડન કોટ્રેલની આ ઓવરે રાહુલને જીતનો હીરો બનાવ્યો હતો.

રવિન્દ્ર જાડેજા

આપણા ગુજરાતના રવિન્દ્ર જાડેજા ના પર્ફોમન્સથી આપણે લોકો અજાણ નથી, તેઓ પોતાના પરફોર્મન્સ માટે ખૂબ જ જાણીતા છે અને લોકો તેઓને સર જાડેજા તરીકે પણ ઓળખે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેણે વર્ષ 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચેની આઈપીએલ મેચમાં પણ જબરદસ્ત બેટિંગ કરી હતી. જાડેજાએ તે વર્ષે રોયલ ચેલેન્જર્સ સામે રમાયેલી મેચમાં એક ઓવરમાં 5 સિક્સર પણ ફટકારી હતી. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ 221.43ના સ્ટ્રાઈક રેટથી માત્ર 28 બોલમાં 62 રન બનાવ્યા હતા જેમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે.

ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગની છેલ્લી ઓવરમાં રવીન્દ્ર જાડેજાની સામે હર્ષલ પટેલ હતો. જાડેજાએ હર્ષલ સામે 5 સિક્સ ફટકારી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 191 સુધી પહોંચાડ્યો અને એક ઓવરમાં 5 સિક્સર મારનાર IPL ઈતિહાસ ના ત્રીજા ખેલાડી બની ગયા હતા.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team