યુવાન વર્ગના લોકો આ વાંચીને પોતાના જીવનમાં ઉતારશે, તો તેઓને સફળ થતા કોઈ નહી રોકી શકે

એક ગામડાની આ વાત છે. એ ગામડા ની વસ્તી આજુબાજુના ગામડાઓમાં કરતાં ઘણી ઓછી હતી કદાચ વસ્તી ગણતરી કરવામાં આવે તો લગભગ બે હજાર માણસો એ ગામડામાં રહેતા હશે. ગામડામાં બધા લોકો હળીમળીને રહેતા તેમાં એ ગામડા માં એક માણસ આંધળો હતો એટલે કે પોતાની આંખેથી જોઈ શકતો નહીં. અને એક માણસ લંગડો હતો, આથી તે ચાલી શકતો નહીં.

પરંતુ આ બંને લોકો પોતાનું રોજીંદુ ઘરનું કામ કહો કે ખાવા-પીવાનું આ બધું કામ પોતે કંઈ ને કંઈ કરીને પૂરું સંભાળી લેતાં. ગામડાના લોકો પણ તેને મદદ કરવા માટે ઘણી વખત આવી જતા.

એક દિવસ સવારના અચાનક ગામડા માં આગ લાગી અને ધીમે ધીમે આ આગ આખા ગામડામાં પ્રસરી રહી હતી. જેમ જેમ લોકોને ખબર પડી રહી હતી કે ગામડા માં આગ લાગી રહી છે તેમ તેમ બધા લોકો ગામડાની બહાર જવા માટે ભાગવા માંડ્યા.

આગ પણ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ લઇ રહી હતી અને બધા લોકો આમ-તેમ ભાગી અને ગામની બહાર નીકળવા લાગ્યા.

પોતાના ઘર-કીમતી સામાન બધુ ત્યાં ને ત્યાં છોડીને જીવ બચાવવા માટે ગામની બહાર ભાગી રહ્યા હતા. ધીમે ધીમે ગામ માં આગ લાગવાની ખબર પેલા બંને માણસ સુધી પહોંચી ગઈ.

તે બંનેની તકલીફ તો એ હતી કે એકને કંઈ આંખે દેખાતું ન હતું તો એક માણસ ઝડપથી ચાલી શકતો ન હતો.

ઘણી વખત ગામના લોકો આવીને તેને મદદ પણ કરી જતા પરંતુ અત્યારે સંજોગો જ એવા હતા કે તે બંને લોકો રાડો પાડીને ગામના લોકોને મદદ કરવા માટે બોલાવી રહ્યા હતા પરંતુ બધા લોકો પોતાનો જીવ ને જોખમમાં મૂકીને આ બંને ને બચાવવા કઈ રીતે આવે? અને બધા જ લોકો પોતાનો જીવ બચાવવા માટે ગામની બહાર ભાગી રહ્યા હતા.

અને ગામના લોકો તેની સાથે તેઓ ના સંતાનો ને વગેરેને લઈને પણ બચાવીને ભાગી રહ્યા હતા.

આ બંને માણસ બાજુમાં જ હતા અને મદદ માટે રાડો નાખીને બધા ગ્રામજનોને બોલાવી રહ્યા હતા પરંતુ કોઈ આવી શકે તેમ હતું નહીં. ધીમે ધીમે ખબર પડી કે ગામમાંથી બધા લોકો બહાર નીકળી ચૂક્યા છે અને આગ હજુ પણ વિકરાળ સ્વરૂપ લઇને આગળ વધી રહી હતી.

હવે આ બંને માણસ ગામડા માં એકલા જ ત્યાં ફસાઈ ગયા, પેલો માણસ તો આંખે કંઇ જોઈ ન શકતો હતો પરંતુ બીજા માણસને દેખાઈ રહ્યું હતું કે ધીમે ધીમે આગ પણ તેઓની નજીક આવી રહી હતી, એવામાં ખબર નહીં ક્યાંથી પરંતુ તેને એક યુક્તિ સુજી અને તરત જ તેણે પેલા માણસને કહ્યું કે આપણે બંને એક કામ કરીએ, આંખ મારી અને પગ તારા આ રીતે હું તને રસ્તો જણાવીશ અને તું મને ઉચકીને ચાલ તો રહેજે.

આ વિચારીને તેઓ ચાલવા લાગ્યા અને બંનેની યુક્તિ કામ પણ કરી ગઈ, તે બંને આગ તેની પાસે આવે તે પહેલાં જ ગામની બહાર જઈને સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા.

બંનેનો જીવ બચી ગયો હોવાથી તેઓ બંને ખુશ થઈ ગયા. હવે જો આ સ્ટોરી ને આપણા જીવન સાથે સરખાવવામાં આવે તો એવું તારણ કાઢી શકાય કે ઘરડા લોકોની આંખ અને યુવાન લોકોના પગ નું મિલન થઈ જાય તો જિંદગીમાં આવનારી આગ રુપી મુસીબતોમાંથી ખૂબ જ સહેલાઈથી બચી શકાય છે.

ઘણી વખત આપણને એવું લાગતું હોય છે કે ઘરડા માણસો આપણને કેમ આટલી બધી સલાહ આપતા હોય છે, એ વાત તો સ્વીકારવી જ રહી કે જે લોકો આપણાથી ઉંમરમાં ઘણા મોટા છે તેઓને અનુભવ પણ આપણાથી વધારે થયા હોઈ શકે. આથી આપણે ઘરડાઓ ની સલાહ માનવી જોઈએ.

ઘરડાઓ ની આંખ એટલે કે તે લોકોનો અનુભવ અને યુવાન વર્ગ નો પગ એટલે કે તેનો જોશ, ઉત્સાહ કામ લાગે છે. અને હા તમે કદાચ સાંભળ્યું પણ હશે કે અનુભવ ન હોય ત્યાં ગમે તેટલો ઉત્સાહ હોય તો પણ તે જોઈએ તેવો કામ લાગતો નથી. અને અનુભવથી જીવનમાં નવા નવા શિખરો સર કરવામાં મદદ મળી રહે છે.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો ખાસ કરીને સમાજના યુવાન વર્ગ આ સ્ટોરી ને સમજી અને તેના જીવનમાં ઉતારે તે ખાસ જરૂરી છે. અને આ સ્ટોરી અને કોમેન્ટમાં રેટિંગ પણ આપજો.

error: Content is Protected!