પરંતુ તે કઈ બોલે તે પહેલા જ એરહોસ્ટેસે તે અપંગ વ્યક્તિ ને પૂછ્યું કે સાહેબ તમે ફર્સ્ટ ક્લાસ માં આવી શકશો? કારણ કે અમે નથી ઈચ્છતા કે આવા અસભ્ય મુસાફરો ની સાથે મુસાફરી કરી અને આપ પરેશાન રહો.
એરહોસ્ટેસ ની વાત સાંભળતા જ વિમાન ના બધા મુસાફરો એ નિર્ણય ને તાલિ ના ગડગડાટ થી વધાવી લીધો ત્યારે તે અપંગ વ્યક્તિ કે જે હજુ સુધી એક પણ શબ્દ બોલ્યા નહોતા તે પોતાની જગ્યા એ થી ઉભા થયા અને બોલ્યા કે હું ઇન્ડિયન આર્મી નો એક ભૂતપૂર્વ સૈનિક છું.
અને એક સિક્રેટ ઓપરેશન વખતે બોમ્બ વિસ્ફોટમાં મેં મારા બંને હાથ ગુમાવ્યા છે જ્યારે મેં આ બહેન ની વાત સાંભળી ત્યારે હું વિચારી રહ્યો હતો કે આવા લોકોની સુરક્ષા માટે મેં મારુ જીવન જોખમ માં નાખી અને બંને હાથ ગુમાવ્યા.
પરંતુ આપ બધા લોકો નો પ્રતિભાવ જોયો ત્યારે મને આજે મારા આપેલ બલિદાન પર ગર્વ થઈ રહ્યો છે આટલું બોલી અને તે ફર્સ્ટ ક્લાસ માં ચાલ્યા ગયા અને તે મહિલા તેના અભિમાન ના કારણે અપમાનિત થઇ.
અને નીચું જોઈને બેસી રહી કારણ કે માણસ નું શરીર ગમે તેટલું સુંદર હોય ગમે એટલું ધન હોય પણ તેના વિચારો માં સુંદરતા હોય નહિ તો તેનું કોઈ મૂલ્ય નથી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.