એક અતિ ધનાઢ્ય પરિવાર ની સ્ત્રી વિમાનની મુસાફરી કરી, અને બીજા શહેર માં જઈ રહી હતી તે અતિ સૌંદર્યવાન હતી અને અભિમાની પણ તે વિમાન માં પોતાની જગ્યા શોધી રહી હતી.
તેને તેની જગ્યા માલ્ટા બાજુ માં એક અપંગ વ્યક્તિ બેઠેલી હતી તેણે પોતાના બંને હાથ ગુમાવી દીધા હતા અને તેને જોઈ ને અભિમાની સ્ત્રી એ એરહોસ્ટેસ ને પોતાનો રુઆબ બતાવતા કહ્યું કે હું એવા માણસ ની બાજુ માં બેસી અને મુસાફરી નહિ કરી શકું તેના બંને હાથ નથી મને જરા પણ અનુકૂળ નહિ આવે.
માટે મને મારી જગ્યા બદલી આપો દેખાવ માં ભણેલી અને ધનવાન અને સુંદર લાગી રહેલી સ્ત્રી ની વાત સાંભળી ને એરહોસ્ટેસ પણ આશ્ચર્ય પામી તેના મુસાફરો નું લિસ્ટ તપાસી અને જોયું પણ એક પણ જગ્યા ખાલી નહોતી.
ત્યારે તેને અભિમાની સ્ત્રી ને કહ્યું કે દરેક યાત્રી અમારા ખાસ મહેમાન છે અને તેની સગવડતા સાચવવા ની જવાબદારી પણ અમારી છે માટે આપ થોડો સમય રાહ જુવો હું હમણાં જ કપ્તાન સાથે વાત કરી અને આવું છું.
ત્યાં સુધી મહેરબાની કરી અને શાંતિ રાખશો વિમાન ના બધા મુસાફરો નું ધ્યાન આ તરફ ખેચાયેલું હતું
થોડીવાર પછી એરહોસ્ટેસ પછી આવી અને કહ્યું કે મેડમ આપણે અસુવિધા બદલ અમે માફી માંગીએ છીએ અને અત્યારે વિમાન માં ફક્ત એક જગ્યા ખાલી છે
અને તે ફર્સ્ટ ક્લાસ માં છે અને અમારા કપ્તાને એક નિર્ણય કર્યો છે અને અમારી કંપની માં પણ આ ઘટના પહેલી વાર બનશે કે ઈકોનોમી ક્લાસ ના મુસાફર ને ફર્સ્ટ ક્લાસ માં ફેરવીશું આટલી વાત સાંભળી અને તે અભિમાની સ્ત્રી ખુશ થઈ ગઈ