બધા લોકોએ હાસ અનુભવી, વિમાનમાં જાહેરાત કરવામાં આવી કે આપણા સાહસી પાયલોટ દ્વારા ટેકનિકલ ક્ષતિને દૂર કરી દેવામાં આવી છે અને હવે બધા મુસાફરો સંપૂર્ણપણે સલામત છે. બધા લોકોએ એકદમ રાહતનો શ્વાસ લીધો.
વિમાન નોર્મલ થઇ ગયું હોવાથી, પેલા ભાઈએ પોતાનો સીટ બેલ્ટ ખોલ્યો અને પોતાની જગ્યા પરથી ઊભા થઈને પેલા છોકરા પાસે ગયા મને જઈને તેને તેનું નામ પૂછ્યું, છોકરો હજુ પણ કોમિક બુક વાંચી રહ્યો હતો, તેને નામ પૂછવામાં આવ્યું એટલે તરત જ સ્માઇલ કરીને જવાબ આપ્યો કે મારું નામ આર્યન છે. અરે વાહ ખુબ જ સરસ નામ છે પેલા ભાઈએ જવાબ આપ્યો,
પછી તેને પૂછ્યું બેટા તને હમણાં વિમાનમાં જે પણ કંઈ થયું તે શું થઈ રહ્યું હતું તેની ખબર હતી? છોકરાએ પોતાની કોમિક બુક ને સાઇડ પર રાખીને જવાબ આપ્યો કે હા મેં બધી ચેતવણીઓ સાંભળી હતી અને હું સમજી પણ રહ્યો હતો કે વિમાનમાં શું થઈ રહ્યું છે.
પેલા ભાઈએ તરત જ તેને પૂછ્યું તો બેટા તને જરા પણ ડર ન લાગ્યો? અને તું તો એકદમ શાંતિથી તારી કોમિક બુક વાંચી રહ્યો હતો, આવું કઈ રીતે શક્ય બન્યું? આ સવાલની સાથે તેના મોઢા પર આશ્ચર્ય ભાવ આવી ગયો.
છોકરો પણ સમજી ગયો કે તે ખૂબ જ આશ્ચર્ય ચકિત થઇ ને પૂછી રહ્યા છે, એટલે છોકરાએ તરત જ હળવુ સ્મિત કર્યું પછી જવાબ આપ્યો કે અંકલ, તમને એક વાત નહીં ખબર હોય, પરંતુ આ વિમાનના પાયલોટ બીજું કોઈ નહીં મારા પપ્પા છો. અને જો આવી માં મારા પપ્પા ચલાવતા હોય તો પછી મને એની ચિંતા થાય? કોઈપણ બાપ પોતાના સંતાનને મરવા દે ખરો?
પેલા ભાઈનો ડર તો બિલકુલ ગાયબ થઈ ગયો, પરંતુ સાથે સાથે તેને એક આખા જીવન માટે બહુ જ મહત્વનો સંદેશ મળી ગયો હતો.
એ ભાઈને ખુબ જ મોટો બિઝનેસ હતો ઘણી વખત સમસ્યાઓ આવી જતી, મુશ્કેલીઓનો સામનો કરવો પડતો પરંતુ આવું કરતી વખતે તેઓ ઘણી વખત પોતાનો મગજ શાંત ન રાખી શકતા. પરંતુ આજે તેને સમજાઈ ગયું કે આપણું જીવન એક પ્રકારની મુસાફરી છે જેમાં પાયલોટ બીજું કોઈ નહીં પરંતુ આપણા પરમ પિતા એટલે કે ભગવાન છે. આપણા જીવનમાં કોઈપણ પ્રકારની ટેક્નિકલ ખામી એટલે કે મુશ્કેલીઓ આવે તો પહેલા નાના બાળક જેવો સંપૂર્ણ વિશ્વાસ જો આપણને ભગવાન ઉપર થઈ જાય તો આપણું જીવન કેવું સરસ અને સુંદર બની જાય.
જો આ વાત સારી લાગે તો દરેક લોકો જોડે અને તમારા મિત્રો જોડે ગ્રુપમાં શેર કરજો અને તમને આ લેખ કેવો લાગ્યો તે કમેન્ટમાં અચૂક જણાવજો.