વિજ્ઞાનના પ્રોફેસરે ટ્રેનમાં પુસ્તક વાંચી રહેલ માણસને કહ્યું, “વિજ્ઞાન આટલું આગળ વધી રહ્યું છે અને તમે હજુ આ જ વાંચી રહ્યા છો?”…

ઘણા વર્ષો પહેલાની આ વાત છે. એક ટ્રેન જઈ રહી હતી. સવારનો સમય હશે ટ્રેનમાંથી તડકો અંદર આવી રહ્યો હતો એટલે ધીમો ધીમો સોનેરી પ્રકાશ ટ્રેનની અંદર આવી રહ્યો હતો એક મુસાફર પોતાની સીટ ઉપર બેઠા બેઠા એક કોઈ ધર્મ ગ્રંથ વાંચી રહ્યો હતો.

આ મુસાફરની સામે બેઠેલ માણસ ઘણા સમયથી જોઈ રહ્યો હતો કે સામે બેઠેલા ભાઈ ધ્યાનપૂર્વક ધર્મ ગ્રંથ વાંચી રહ્યા છે. એ કંઈક કહેવા માંગતો હતો પરંતુ કંઈ બોલ્યો નહીં થોડા સમય પછી એમના થી રહેવાયું નહીં એટલે એમણે સામે બેઠેલી વ્યક્તિ ને કહ્યું ભાઈ હું જોઈ રહ્યો છું કે તમે ઘણા સમયથી આ પુસ્તક વાંચી રહ્યા છો? એટલે સામે બેઠેલા માણસે માથું ધુણાવીને હા માં જવાબ આપ્યો. તો પછી તેને બીજો પ્રશ્ન પૂછ્યો કે આ ધર્મગ્રંથો અંદાજે કેટલા વર્ષ પહેલાં લખાયેલો હશે એની કોઈ ખાતરી અથવા અંદાજો ખરો? એટલે પુસ્તક વાંચી રહેલા મુસાફરે ટૂંકમાં જ ઉત્તર આપી દીધો કે હજારો વર્ષ પહેલા બસ આટલો જવાબ આપીને તેનું ધ્યાન ફરી પાછું પુસ્તકમાં જતું રહ્યું અને તે ધાર્મિક ગ્રંથો વાંચવા લાગ્યા.

થોડા સમય પછી સામેવાળા વ્યક્તિએ તેને પાછું પૂછ્યું કે હજારો વર્ષો પહેલાં લખાયેલા આ પુસ્તકો શું કામમાં આવવાના છે? શું તમે જાણો છો આજે વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું છે પરંતુ તમારા જેવા માણસો હજુ પણ આવા જુના થોથા પકડી અને વાંચ્યા જ કરે છે. દિવસે અને દિવસે દુનિયામાં નવી શોધ થઈ રહી છે. આવા જુના ધર્મગ્રંથ વાંચવા કરતા તમે જરા વિચાર કરો તમારી કલ્પનામાં ન આવે તેવા અદભુત કાર્ય વિજ્ઞાન દ્વારા થઇ રહ્યા છે તો તમારા મનને સમજાવો અને થોડું વિજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરો અને વિજ્ઞાનને લગતાં પુસ્તકો વાંચો.

પુસ્તક વાંચી રહેલા માણસે ધ્યાનથી સામેના વ્યક્તિની વાત સાંભળી અને પુસ્તક વાંચી રહેલો માણસ પોતાની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા એટલે સામેવાળા માણસનો વાત કરવાનો એટલો જ ઉત્સાહ વધી ગયો હવે તો તે ટ્રેનના ડબ્બામાં બેઠેલા બીજા વ્યક્તિઓ પણ આ ભાઈ ની વાત સાંભળવા આતુર થઇ ગયા હતાં.

પેલા ભાઈએ પોતાની વાતને આગળ વધારતાં કહ્યું કે હું તો વિજ્ઞાનનો પ્રોફેસર છું. ઘણા વર્ષથી કોલેજના વિદ્યાર્થીઓને વિજ્ઞાન ભણાવું છું અને વિજ્ઞાન મારા લોહીના બુંદે બુંદ માં જાણે વણાઈ ગયું છે તેમ કહો તો પણ ચાલે. અને આમ તમારા જેવા લોકોને જ્યારે વિજ્ઞાનના આધુનિક પુસ્તકોને બદલે આવા બિનજરૂરી ધાર્મિક ગ્રંથોમાં રસ લેતા જોઉં ત્યારે મને ખૂબ ગુસ્સો આવી જાય છે અને જાણે મારું લોહી બળી જાય છે.

સામેની વ્યક્તિ ભાઈની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળી રહી હતી આટલું કહી દીધું પરંતુ તેને સામે એક પણ પ્રત્યુત્તર આપ્યો નહીં એવામાં જ ટ્રેન નું લાસ્ટ સ્ટેશન આવી ગયું એટલે જે પુસ્તક વાંચી રહ્યા હતા તે ભાઈએ પોતાની પાસે રહેલા ધાર્મિક ગ્રંથને બંધ કરીને પોતાની બેગમાં મૂકી દીધો. સામે વિજ્ઞાનના પ્રોફેસર નીચે ઊતરતી વખતે ધાર્મિક ગ્રંથ વાંચી રહેલા વ્યક્તિને સામાન્ય રીતે એનું નામ પૂછ્યું તો જવાબમાં તેણે સ્મિત આપીને કહ્યું મારું નામ થોમસ આલ્વા એડિસન છે.

અત્યાર સુધી જે વિજ્ઞાનની ડાહી ડાહી વાતો કરતો હતો તે વિજ્ઞાનના પ્રોફેસર નું જાણે હવે મોઢું સિવાય ગયું કારણ કે ચહેરા પરથી તો ન ઓળખી શક્યો પરંતુ દુનિયાને સૌથી વધુ વૈજ્ઞાનિક શોધ કરીને ભેટ આપી હતી તે મહાન વૈજ્ઞાનિક ને એ પોતે વિજ્ઞાન ભણાવવાનો અને સમજાવવાનો પ્રયાસ કરાવી રહ્યો હતો. થોમસ આલ્વા એડિસન એ ટ્રેનમાં તો કોઈ પ્રત્યુતર ન આપ્યો હતો પરંતુ અત્યારે પ્રોફેસરનું ચહેરાના હાવભાવ રીતસરના ફરી ગયા હતા એટલે તેને જવાબ આપતા કહ્યું કે ભાઈ વૈજ્ઞાનિક શોધ કરતી વખતે ઘણી વખત આપણને નિષ્ફળતા મળતી હોય છે અને આ વખતે નિષ્ફળતા સામે ટકી રહેવાનું બળ મને તો આ ધાર્મિક ગ્રંથ માં થી જ મળે છે, એ ક્યારે લખાયેલા છે એ મહત્વનું નથી પણ કેવું પ્રેરક કામ કરે છે ને એ ખૂબ જ મહત્ત્વનું છે.

આ સ્ટોરી માં થી આપણને ઘણું શીખવા મળે છે કે કોઈપણ વ્યક્તિને સામાન્ય ન સમજવા જોઈએ અને બીજું કે આપણામાં થોડી ઘણી પણ સમજ આવી જાય એટલે ધાર્મિક ગ્રંથોની ટીકા કરવાનું કામ કદાપિ ન કરવું જોઈએ કારણ કે આનાથી વિદ્વતા દેખાડવાની આતુરતા માં આપણે આપણી જાતને મૂર્ખ સાબિત કરી દઈશું.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો લાઈક કરી દરેક લોકો જોડે શેર કરજો.

error: Content is Protected!