વર્ષો પહેલા આવેલ દુષ્કાળમાં કેવી રીતે એક શેઠે તેના બધા કારીગરો ને સોનુ આપીને મદદ કરી હતી તે આખો બનાવ વાંચવા જેવો છે...
એક દિવસ એક મિત્ર ની સાથે એક સંસ્થા ની મુલાકાતે જવાનું થયું, સંશ્થા ના બધા પંખા ની ઉપર નજર પડી ત્યાં મોટામોટા અક્ષરે દાંતાનું નામ લખેલું હતું. જે મારા મિત્ર નું જ હતું, હું કઈ બોલ્યો નહિ એટલે તેને મને સામે થી કહ્યું કે આ ચારેય પંખા અમે દાન માં આપેલા છે. એટલે મેં કે કહ્યું કે એ તો મોટામોટા અક્ષરોની જાહેરાત થી જ ખબર પડી ગઈ. મારી આ વાત સાંભળી તેને જરા પણ ગમ્યું નહિ.
ઘરે આવી ને હું વિચારતો હતો કે ચાર પંખા માં તો પોતે એવડા મોટા અક્ષરે નામ લખાવ્યું ત્યાં મને નાનપણ માં સાંભળેલી વાતો યાદ આવી કે જેમાં દાન દેવા વાળા કે કોઈ ને મદદ કરવા વાળા ને પોતાના નામ ની ખબર નો પડે તેની ચિંતા રહેતી...
આવો જ એક પ્રસંગ છે એક શેઠ કે જે આવી રીતે મદદ કરતા હતા તેની દુકાન માં વીસ માણસો કામ કરતા હતા, એ સમયે દુષ્કાળ પડ્યો હતો. અને જીવનજરૂરી ચીજ વસ્તુ બધી ખુબ જ મોંઘી થઇ ગઈ હતી. ત્યારે દુકાન માં કામ કરતા માણસો ના જીવન માં એવો સમય આવી ગયો કે કોઈ ના કપડાં ફાટી ગયા હોઈ તો થીગડાં મારી ને કામે આવતા. પરંતુ નવા કપડાં લેવાની સગવડતા રહેતી નહિ, અને બધા એટલા ઈમાનદાર હતા કે શેઠ વધારાની કઈ મદદ કરે તો લેવાની પણ ના પડી દેતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
થોડા દિવસ પછી શેઠે ને એક વિચાર આવ્યો અને મહેતાજી ને બોલાવ્યા અને કહ્યું કે અંદર કબાટ માં પડેલી સોના ની લગડી વર્ષો થી એમ ને એમ પડી છે, જેમાં ભેજ અને ધૂળ લાગી ગઈ હશે જેને બધા મજૂરો ને બોલાવી ને સાફ કરાવી લો અને તડકે સુકવી દો જેથી તેનો ભેજ પણ નીકળી જાય.
મહેતાજી એ તો મજુર ને બોલાવી ને આ બધું કામ કરાવી લીધું બધા માણસો ત્યાં થી ચાલ્યા ગયા પછી શેઠ અને મહેતાજી બે જ હાજર હતા. ત્યારે વજન કર્યો તો જરા પણ ઓછું થયું નહિ. બીજા દિવસે શેઠે મહેતાજી ને બોલાવી ને તેને કંઈક સમજાવ્યું અને બધા માણસો ને બોલાવી ને કહ્યું કે આ લગડીઓ બરાબર સાફ થઇ નથી. આને બીજી વખત સાફ કરો, અને તડકે સુકવી નાખો.
જેથી ભેજ પણ નીકળી જાય એટલું કહી ને શેઠ ત્યાં થી ચાલ્યા ગયા અને મહેતાજી એ બધા માણસો ને કહ્યું કે શેઠ એમ ફરિયાદ કરે છે કે આનું વજન ઘટતું નથી તેથી માણસો ને કહો કે બરાબર સાફ કરે હવે સોના ની લગડી ને સાફ કરીએ તો વજન તો ઘટે નહિ, પણ તમે બધા એમ કરો કે બધા 2-2 લગડી લઇ લો. એમ કહી ને મહેતાજી એ બધા માણસો ને 2-2 લગડી આપી દીધી.
સાંજે બાકી ની લગડી લઇ ને મહેતાજી અને માણસો શેઠ પાસે આવ્યા શેઠે બધી લગડીઓ નો વજન કર્યો અને વજન ઘટ્યો ત્યારે શેઠ ખુશ થઇ ગયા અને કહ્યું કે હવે તમે લોકો એ બરાબર સાફ કરી જુઓ વજન ઘટ્યું કે નહિ.
આમ માણસો ને મદદ કરીને શેઠ મનમાં ને મન માં હરખાતા હતા કે આટલા વષો થી પડેલું સોનુ કોઈ દિવસ કામ નથી આવ્યું, પણ આજે એવું કામ આવ્યું કે બધા માણસો ના ઘર માં આનંદ થઇ જશે. અને બધા માણસો પણ પોતાની પાસે સોનુ આવતા રાજી થઇ ગયા કે પોતાના ઘર ના સભ્યો માટે જરૂરી ચીજ વસ્તુ લઇ શકશે.
અને હાલના સમયમાં ચાર પંખા ના દાન માં તો આપણે બધા પાંખિયા ભરાઈ જાય એવડા અક્ષરે આપણે નામ લખાવીએ અને જાહેરાત કરીએ છીએ! કડવું છે પણ સત્ય છે, ખરું ને? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપશો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.